ઈમ્યુનિટી વધારવા માટે શું ખાવું?:FSSAIની સલાહ; ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવા માટે ડાયટમાં ઓમેગા-3થી ભરપુર આ 6 ફૂડ સામેલ કરો
ગુજરાતી ઓફિસિયલ વેબસાઈટ પર તમને આવકારીએ છીએ.
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડે કોરોનાથી બચવા માટે ઘણા ઉપાયો અપનાવવાની સલાહ આપી છે
ઓમેગા-3 ફૂડ ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ કોરોનાથી બચવા માટે ઘણા ઉપાયો અપવાનાવવાની સલાહ આપી છે. તેને દરરોજ તમારા ડાયટમાં સામેલ કરીને કોરોના જ નહીં, પણ ઘણા પ્રકારની બીમારીઓથી બચી શકો છો.
શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી પડતાં જ કોરોનાવાઈરસ, સ્વાઈન ફ્લુ કે અન્ય કોઈ મોસમી બીમારી સરળતાથી અડફેટે લઈ શકે છે. ઈમ્યુન સિસ્ટમ આપણા શરીરની અંદરનું એક પ્રોટેક્શન મેકેનિઝમ છે, જે આપણને બાહ્ય સંક્રમણથી સુરક્ષિત રાખવાનું કામ કરે છે.
ઓમેગા-3 ઈમ્યુનિટી પાવર વધારે છે
ઓમેગા-3 ફૂડ રીચ ઈમ્યુનિટીના સ્તરને સુધારવામાં મદદ કરે છે. FSSAIએ પણ આ વાત સ્વીકારી છે. ફૂડ રેગ્યુલેટરી બોડીએ સૂચના આપી છે કે, આ પ્રકારના પ્લાન્ટ આધારિત ફૂડને ડાયટમાં સામેલ કરવા જોઈએ. ફૂડ સેફ્ટી રેગ્યુલેટરી, FSSAIએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, કેવી રીતે ઓમેગા-3 ફૂડ્સ તમારી ઈમ્યુન સિસ્ટમને વધારે છે.
જાણો શું હોય છે ઓમેગા-3?
ઓમેગા-3 એક આવશ્યક ફેટી એસિડ છે જે શરીર માટે મહત્ત્વપૂર્ણ છે, પરંતુ શરીર તેને જાતે બનાવી શકતું નથી. તે પોલિઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જેને ફૂડ આઈટેમ્સ (અથવા સપ્લિમેન્ટ્સ, માત્ર એક ડોક્ટર દ્વારા સલાહ બાદ)થી લઈ શકાય છે.
જાણો FSSAI દ્વારા જાહેર ઓમેગા-3 રિચ ફૂડ પ્રોડક્ટનું લિસ્ટ- જેનો ઉપયોગ કરીને તમે તમારી ઈમ્યુનિટી વધારી શકો છો
આરોગ્ય હેલ્થ ટિપ્સની વધુ માહિતી માટે અહીં ટચ કરો (ક્લિક કરો)
1. અખરોટઃ તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિ ઓક્સિડન્ટ હોય છે. અખરોટમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ, ઓમેગા-3 ફેટી એસિડ જેવાં ઘણાં પોષક તત્ત્વ હોય છે. તે આંતરડાંને સ્વસ્થ રાખે છે. તેમજ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તમારા શરીરમાં તેની માત્રા વધારે કે ઓછી નથી થતી. સંતુલન રાખે છે. એટલું જ નહીં તે હાનિકારક કોલેસ્ટોરોલને ઘટાડવામાં પણ મદદ કરે છે.
2. કોળાનાં બીજઃ તે હાઈ ફાઈબર અને એન્ટિ-ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તેને તમે તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. તેના નાનાં બીજમાં ઘણા ફાયદા છુપાયેલા છે. કોળું માત્ર તેની સિઝનમાં મળે છે પરંતુ કોળાનાં બીજ આખું વર્ષ મળતાં હોય છે. તેના બીજના ઉપયોગથી યુરિન સંબંધિત સમસ્યા નથી થતી. મેગ્નેશિયમની માત્રા વધારે હોવાને કારણે તમારું બ્લડ પ્રેશર, ડાયાબિટીસને બેલેન્સ રાખવામાં મદદ કરે છે. તે ઉપરાંત તે હૃદય અને હાડકાંને મજબૂત રાખવા માટે મહત્ત્વપૂર્ણ છે.
3. મેથીનાં પાંદડાં: મેથીનાં બીજ અને પાંદડાં બંને વજન ઘટાડવામાં મદદ કરે છે. તેનાં પાંદડાં ફાઈબર અને અન્ય જરૂરી પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. ફાઈબર ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, તેથી તમે વધારાની કેલરી લેવાથી બચી જાઓ છો. મેથીનાં પાંદડાંમાં શક્તિદાયક ગુણધર્મો હોય છે, જે કોલેસ્ટેરોલને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. મેથીનાં પાંદડાં ડાયાબિટીસ માટે પણ ફાયદાકારક છે. તે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે. મેથીનાં પાંદડાં હેલ્થની સાથે સ્કિન માટે પણ ફાયદાકારક હોય છે. તેમાં એન્ટિ-ઓક્સિડન્ટ અને ઘણા આવશ્યક વિટામિન હોય છે.
4. રાજમા: રાજમામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જેને કારણે શરીરને તાકાત મળે છે. શરીરનાં મેટાબોલિઝ્મ અને ઊર્જા માટે આયર્નની ઘણી જરૂર હોય છે, જે રાજમા ખાવાથી પૂરી થઇ જાય છે. સાથે જ શરીરમાં ઓક્સિજનનું સર્ક્યુલેશન પણ વધારે છે. રાજમામાં જેટલા પ્રમાણમાં કેલરી હોય છે તે દરેક ઉંમરના લોકો માટે યોગ્ય છે. રાજમામાં ભરપૂર ફાઈબર હોય છે. સાથે જ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે. તેમાં પર્યાપ્ત માત્રામાં ‘વિટામિન K’ હોય છે, તે નર્વસ સિસ્ટમને બુસ્ટ કરવાનું કામ કરે છે. ‘વિટામિન B’નો પણ સારો સ્રોત છે. તે કોલેસ્ટેરોલને પણ કન્ટ્રોલ કરે છે. તેમાં રહેલાં મેગ્નેશિયમને લીધે હૃદય સાથે જોડાયેલી બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે.
5.તરબૂજનાં બી: તેમાં આયર્ન હોય છે જે હિમોગ્લોબીનનું એક મહત્ત્વનું તત્ત્વ છે. આખા શરીરમાં ઓક્સિજન લઈ જવામાં મદ કરે છે. હૃદય માટે પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને કેલ્શિયમ યુક્ત આહાર લેવો યોગ્ય ગણાય છે. બીજમાં મેગ્નેશિયમ વધારે માત્રામાં હોય છે જે હૃદયની સુરક્ષા કરે છે. આ ઉપરાંત બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખે છે. બાફેલાં બીજનું સિરપ રોજ ખાલી પેટે પીવાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે.
6.બાજરો: બાજરો ગ્લૂટેન ફ્રી હોય છે, તે શરીર માટે ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ હોય છે. ફાઈબરથી ભરપૂર હોવાને કારણે બાજરાથી પાચનક્રિયા સારી રહે છે. બાજરો ખાવાથી કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળે છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે ડાયટમાં બાજરો સામેલ કરવો જોઈએ. આમ કરવાથી ડાયાબિટીસ કન્ટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.