હવે ચલાવો લાઈટ, પંખા અને એસી, હવે એક રૂપિયો પણ નહિ આવે લાઇટ બિલ, જાણો કેવી રીતે
SOLAR ENERGY USES SOLAR PANEL RATE SOLAR PANEL FULL INFORMATION SOLAR PANEL FITTING
ગરમીની સિઝનમાં વીજળી કંપની લોકોને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. જો તમે પણ આ યોજનાની અંદર કામ કરો છો તો તમને નિશ્ચિત જ હંમેશા માટે લાઇટ બિલમાંથી છુટકારો મળી જશે. તમારે એક રૂપિયો પણ લાઇટ બિલ ભરવું નહિ પડે. બાદમાં તમે ભલે ઘરમાં કેટલી પણ લાઈટ, પંખા, ફ્રીઝ, એસી અને કુલર વાપરો એટલા માટે જો તમે પણ હંમેશા માટે લાઇટ બિલની સમસ્યામાંથી છુટકારો મેળવવા માંગો છો તો આજથી જ આ કામમાં લાગી જાઓ.
બની શકે છે કે તેનાથી તમને દર મહિને આવતા ભારે ભરખમ લાઇટ બિલમાંથી હમેશાં માટે છુટકારો મળી જાય. જો તમે ભારે-ભરખમ વીજળીનાં બિલથી પરેશાન થઈ ગયા છો તો આ ખબર તમારા માટે છે. વીજળી કંપનીની એક યોજનાનો લાભ ઉઠાવવામાં આવે તો એક રૂપિયાનું પણ લાઇટ બિલ આવતું નથી. તેના માટે બસ એક ટેકનિકનો સહારો લેવો પડે છે. મધ્યપ્રદેશમાં ઘણા લોકો આ ટેકનિકનો સહારો લઈને એક રૂપિયાનું પણ બિલ આવવા દેતા નથી.
શહેરમાં અમુક લોકો એવા છે, જેનાં ઘરે વીજળી કનેક્શન નથી. ખરેખર આ તે લોકો છે, જેમણે મોંઘી થતી વીજળીથી બચવા સોલાર પેનલ લગાવી દીધી છે. હવે તેઓ વીજળીનું ઉત્પાદન કરવાની સાથે સાથે વીજળી કંપનીને વીજળીનું વેચાણ કરીને લાભ પણ કમાઈ રહ્યા છે. કોઈકે દોઢ લાખમાં તો કોઈકે બે લાખ રૂપિયાનો ખર્ચ કરીને સોલાર પેનલ લગાવી દીધી છે. હવે તેમને દર મહિને વીજળી બિલ પર સબસિડી પણ મળી રહી છે.
વોલ્ટેજ પણ સારા મળશે અને ક્યારેય પણ લાઈટ નહી જાય
જિલ્લામાં લગભગ ૨૦૦ થી વધારે ઉપભોક્તા એવા છે, જેમને વીજળી જવા કે વધારે વોલ્ટેજ થવાથી કોઈ ફરક પડતો નથી. તેનું કારણ આ લોકો સોલાર પેનલનો ઉપયોગ કરી રહ્યાં છે. એકવાર આ લોકોએ રોકાણ કર્યું પરંતુ તેમને દર મહિનાનાં લાઇટ બિલમાંથી મુક્તિ મળી ગઈ એટલું જ નહીં વીજળી કંપનીને વીજળી આપીને રૂપિયા પણ કમાઈ રહ્યા છે
આ લોકોએ કરી શરૂઆત, તમે પણ કરો આ કામ
શહેરનાં કસ્તુરબા નગર ક્ષેત્રની ગલી નંબર ૬ માં રહેતા સી.એલ. સલિત્રા શિક્ષા વિભાગમાં ઉચ્ચ પદ પર છે. તેનાં ઘરનું માસિક બિલ દર મહિને લગભગ ૮-૧૦ હજાર રૂપિયા આવતું હતું. લગભગ ૬ મહિના પુર્વે તેમણે સોલાર પેનલ તરફ પ્રયાણ કર્યું. ૪ કિલોવોટની સોલાર પેનલ લગાવી દીધી. હવે તે દર મહિને ૪૦૦ યુનિટ વીજળી બનાવી રહ્યા છે. કુલ ૯ સોલાર પેનલ લગાવવામાં આવી છે. તેમાં દરેક પેનલ ૪૪૫ વોટની છે.
હવે તે દર મહિને ૭૫-૧૦૦ યુનિટ વીજળી ઊર્જા વિભાગને આપી રહ્યા છે. ૪ કિલોવોટની સોલાર પેનલ ઘરે લગાવી છે, તેનો ખર્ચ લગભગ ૨ લાખ રૂપિયા આવ્યો હતો. હવે તે દર મહિને વીજળી કંપનીને ૭૫-૧૦૦ યુનિટ વીજળી આપી રહ્યા છે. તેનાથી તેમનું બિલ તો શુન્ય થયું જ છે, તેની સાથે-સાથે વધારાની વીજળી ઉત્પાદનથી વીજળી કંપની તેમને વર્ષમાં એકવાર રૂપિયા આપશે.
૧૫૦૦૦ આવતું હતું બિલ, હવે થઈ ગયું છે ઝીરો
આ પ્રકારે શહેરનાં જવાહર નગરમાં આલોક કુમારે ૩ કિલોવોટની સોલાર પેનલ લગાવી. તેમને અહીં સોલાર પેનલ લગાવતા પહેલાં ૧૨-૧૫ હજાર રૂપિયાનું બિલ દુકાન પર આવતું હતું. હવે પરિસ્થિતિ એ છે કે પોતાનું બિલ તો ઝીરો થઈ ગયું પરંતુ વધારાનાં ઉત્પાદનનાં કારણે તે વીજળી કંપનીને દર મહિને સરેરાશ ૧૦૦-૧૧૦ યુનિટ વીજળી આપી રહ્યા છે. આલોક કુમારનાં અનુસાર તેમણે કુલ ૧૨ સોલાર પેનલ લગાવી છે. તેનાથી તેમને લાભ થયો. ખર્ચ તો એકવાર જ થયો પરંતુ દર મહિનાનાં વીજળીનાં બિલમાંથી છુટકારો મળી ગયો.
ઘણી રીતે થાય છે લાભ
સોલાર પેનલનો સૌથી મોટો લાભ એ છે કે તમે પોતાની સાથે સાથે વીજળી કંપની માટે પણ ઊર્જાનું ઉત્પાદન કરો છો. તેવામાં બિલમાંથી તો રાહત મળે જ છે, તેની સાથે સાથે વર્ષમાં એકવાર વીજળી કંપની દ્વારા તમારી પાસેથી ખરીદવામાં આવેલી વીજળીનાં પૈસા પણ તમને ચુકવે છે..