WHAT TO DO FOR STRONG BONES કરી લો સેવન દાંત અને હાડકા આજીવન નબળા નહિ પડે 70 વર્ષે પણ હાડકાની તકલીફ નહીં થાય અને એકદમ જુવાન દેખાશો



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

100 થી 975 મિલિગ્રામ કેલ્શિયમ ધરાવતી આ વસ્તુઓનું કરી લો સેવન દાંત અને હાડકા આજીવન નબળા નહિ પડે 70 વર્ષે પણ હાડકાની તકલીફ નહીં થાય અને એકદમ જુવાન દેખાશો

WELCOME TO OFFICIAL GUJARATI WEBSITE.

HIGH CALCIUM FOOD FOR VEGETARIAN.

તમે જોતા હશો કે ઘણા લોકો ચાલતાં ચાલતાં પડી જાય તો પણ એમના હાથ કે પગનું હાડકું ભાંગી જાય છે અને ક્યારે કેટલાક લોકો ચાલુ વાહન પરથી પડી જાય તો પણ તેમને સામાન્ય ઘા-ઘસરકા સિવાય બીજું કશું થતું નથી. એટલે કે એમના હાડકાં મજબૂત પેલા લોકો કરતા મજબૂત છે.

ઉંમરની સાથે શરીરમાં ઘણૉ બધો ફેરફાર થાય છે જેમાં હાડકાં પણ નબળા થતા જાય છે. ઉમર વધવાથી શરીરમાં પહેલા જેવી મજબૂતી રહેતી નથી એટલા માટે પેહેલા કરતા કામ પણ ખુબ ધીમી ગતિએ થાય છે. હાડકાં ખૂબ જ નબળા થઇ જવાની સ્થિતિને ‘ઑસ્ટિયોપોરોસિસ’ કહેવામાં આવે છે. હાડકા નબળા હોવાથી હાડકાંમાં ફ્રેક્ચર પણ થઇ શકે છે.

શરીરમાં થતી સમસ્યાઓ જેવી કે દાંત માં દુખાવો, પગમાં દુખાવો, કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો કે સાંધાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓ કેલ્શિયમ ની ઉણપના કારણે થાય છે. તમને પણ આવી કોઈ સમસ્યા છે તો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ હોઈ શકે છે.

ઑસ્ટિયોપોરોસિસનું કારણ શરીરમાં યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ ન લેવાથી થઇ શકે છે. આ શિવાય બીજા કેટલાક પોષક તત્ત્વોની ઉણપના કારણે પણ હાડકાંમાં નબળાઇનું કારણ બની શકે છે. તો ચાલો જાણીએ હાડકાને મજબૂત બનાવવા અને કેલ્શિયમની ઉણપ દૂર કરવાના કેટલાક ઘરેલૂ ઉપાય વિશે.

ચણા: જો તમે માંસાહારી નથી તો તમારા માટે ચણાને પ્રોટીન અને કેલ્શિયમનો સૌથી સારા સ્ત્રોત કહી શકાય છે કારણકે 100 ગ્રામ ચણામાં 105 મિલીગ્રામ કેલ્શિયમ રહેલું હોય છે. ચણાનું સેવન તમે જુદી જુદી રીતે કરી શકો છો જેમ કે તેને સલાડ બનાવીને, તેને બાફીને કે ગ્રેવી બનાવીને પણ કરી શકો છો.

દૂધ: દૂધ માં કેલ્સિયમની માત્રા ભરપૂર હોય છે એટલા માટે તેને સુપરફૂડ કહેવામાં આવે છે જે નબળા હાડકાંને મજબૂત બનાવે છે. જો તમે બજારુ દૂધ કરતા ઘરેલુ દૂધ પીવો છો તો તમને વધુ કેલ્શિયમ મળી શકે કારણે કે બજારુ દૂધમાં મેળશેળ વધુ હોય છે. જો દૂધ કાઢીને તેને તરત જ પીવામાં આવે તો વધુ ફાયદો થઇ શકે છે.

સોયા અને ટોફુ : સોયા અને ટોફુ બંનેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે એટલા માટે જો તમને કેલ્શિયમની ઉણપ છ્હે તો તમે ખાઈ શકો છો. તમને જણાવીએ કે 225 મિલી કેલ્શિયમ માત્ર અડધો કપ સોયાબીન ખાવાથી મળે છે. આ ઉપરાંત 250 મિલી કેલ્શિયમ અડધો કપ ટોફુ ખાવાથી મળે છે.

ટામેટા: ટામેટા વિટામિન કે અને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે એટલા માટે બની શકે તો દરરોજ એક ટામેટું ખાવું જોઈએ. ટામેટું ખાવાથી નબળા પડી ગયેલા હાડકા મજબૂત થાય છે અને શરીરમાં રહેલી કેલ્શિયમની ઉણપ દૂર થઇ હાડકા મજબૂત બને છે.

અંજીર: અંજીરને ફાઈબર અને કેલ્શિયમ નો ઉતમ સ્ત્રોત માનવામાં આવે છે કારણકે તેમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે છે. 160 મિલિગ્રામ કેલ્શિયમ તમને 100ગ્રામ અંજીરમાંથી મળી રહે છે. જો તમે પેટની સમસ્યાઓ કે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો પણ અંજીર તમને ફાયદાકારક સાબિત થશે.

બદામ: બદામ બધા લોકો ખાઈ શકતા નથી કારણકે બદામ ખુબજ મોંઘી મળે છે પરંતુ તમને જણાવીએ કે 100ગ્રામ બદામમાં 260 મિલિગ્રામ કેલ્શિયમ રહેલું હોય છે જે હાડકાને મજબૂત બનાવવાની સાથે દાંત ને પણ મજબૂત બનાવવાનું કામ કરે છે. આ સાથે તે તમારી ત્વચાને પણ જુવાન રાખે છે.

તલ: તલ દેખાવમાં સફેદ અને નાના હોય છે પરંતુ તમને જણાવીએ કે તલ દેખાવમાં ભલે નાના હોય પરંતુ તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેલું છે. તલમાં કેલ્શિયમની સાથે સાથે આયર્ન અને મેગનેશિયમ પણ ભરપૂર માત્રા માં હોય છે. 975 મિલિગ્રામ કેલ્શિયમ તમને માત્ર 100 ગ્રામ તલમાંથી મળી રહે છે.

નોંધ: અહીંયા જણાવેલ મુદ્દાઓ સામાન્ય માહિતી છે. જો તમે કોઈ પ્રકારની બીમારીથી પીડિત છો, તો પહેલા નિષ્ણાત અથવા ડોક્ટરની સલાહ જરૂર લો. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Subscribe to receive free email updates: