WHAT IS VETO POWER | WHICH COUNTRY HAS VETO POWER | VETO POWER FULL INFORMATION



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

વીટો પાવર(veto power) | વિટો પાવર વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં

WHAT IS VETO POWER | WHICH COUNTRY HAS VETO POWER | VETO POWER FULL INFORMATION

તારીખ 26/2/2022:
આજે અમેરિકાએ રશિયા વિરુદ્ધ UNSC માં પ્રસ્તાવ લાવ્યો એવા સમાચાર આવ્યા. ભારતે રશિયા સાથેની જુની ભાઈબંધી નિભાવતાં આ પ્રસ્તાવના સમર્થનમાં વોટ ના કર્યું.. ચીન અને UAE એ પણ તેમાં વોટ ન કર્યું. 11 દેશોએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું.

15 માંથી 11 દેશોનું સમર્થન હોવા છતાં પ્રસ્તાવ નામંજૂર થયો..

*કેમ??*

થોડીક જાણકારી માટે આ નાનકડી પોસ્ટ મુકુ છુ..

UN અને UNSC ને વાંચકો સરળતાથી સમજી શકે એ જ હેતુ છે.

UN એટલે United Nations (UN).. જેની સ્થાપના બીજા વિશ્વયુદ્ધ પછી તરત જ કરવામાં આવી.. ભવિષ્યમાં આવાં ખતરનાક મોટાં યુદ્ધો ના થાય અને વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તેવા હેતુથી ૨૪ ઓક્ટોબર ૧૯૪૫ ના રોજ કરવામાં આવી. સ્થાપનાના સમયે કુલ 51 દેશ તેના સભ્ય હતા જેની સંખ્યા હવે 193 છે. એટલે કે વિશ્વના તમામે તમામ દેશો UN માં સામેલ છે.

આ જ UN ની એક UNSC નામની કાઉન્સિલ છે.. જે વિશ્વની સુરક્ષા માટે UN નું પ્રતિનિધિત્વ કરે છે. આ UNSC માં કુલ 5 પરમાનેન્ટ અને 10 નોન- પરમાનેન્ટ એમ કુલ મળીને 15 દેશો છે.

સરકારી યોજનાઓની માહિતી | સરકારી નોકરી ભરતીની માહિતી | આરોગ્યની કાળજી રાખવા માટે શું કરવું

આ 15 દેશોની કાઉન્સિલનો કોઈ પણ નિર્ણય  વિશ્વના તમામે તમામ 193 દેશોએ માન્ય રાખવો પડે છે.

ઉદાહરણ:-

રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું. યુક્રેને UNSC માં મદદ માંગી કે રશિયાથી અમને બચાવો અથવા તો તેની સામે લડવામાં અમને સાથ આપો. UNSC ના મોટાભાગના દેશોને લાગ્યું કે વાત તો સાચી છે આપણે યુક્રેન ને મદદ કરવી જોઈએ. એટલે રશિયાને રોકવા માટે UNSC ના જ સભ્ય અમેરિકાએ પ્રસ્તાવ લાવ્યો. જો એ પ્રસ્તાવ પસાર થઈ જાય તો રશિયાએ રોકાવું જ પડે અને જો ના રોકાય તો UN ના દેશોની સેના રશિયા વિરુદ્ધ યુદ્ધ કરવા તૈયાર થઈ જાય…. UN એટલે આખું વિશ્વ. અને કોઈ પણ દેશ સમગ્ર વિશ્વ સામે યુદ્ધ ના લડી શકે..
પરંતુ આપણે જોયું કે આ UNSC નો પ્રસ્તાવ મંજુર થયો જ નહિં..

*UNSC નો પ્રસ્તાવને મંજુર કે નામંજુર કોણ અને કેવી રીતે કરે છે?*

આ પ્રસ્તાવ મંજુર કે નામંજૂર કરવાની સત્તા UNSC ના 15 સભ્યદેશો પાસે જ છે.

15 દેશમાંથી 5 કાયમી સ્થાયી સભ્યો છે અને 10 અસ્થાયી સભ્યો છે.

સામાન્ય સંજોગોમાં જો વીટો પાવર ના વપરાય તો જે બાજુ બહુમતી હોય તે મુજબ પ્રસ્તાવ મંજુર કે નામંજુર થતો હોય છે.

પરંતુ 15 માંથી 5 દેશ જે કાયમી સભ્યપદ ધરાવે છે તેમની પાસે વીટો પાવર હોય છે. આ વીટોપાવર એ મોટી શક્તિ છે. વીટો પાવરવાળો પાંચમાંથી કોઈ પણ દેશ પોતાનો વીટો વાપરીને  કોઈ પણ પ્રસ્તાવને ફગાવી શકે છે.

પ્રસ્તાવના સમર્થનમાં ભલે 14 દેશ હોય ને વિરોધમાં 1 જ દેશ હોય તો પણ તે 1 દેશ જો વીટોપાવર ધરાવતો હોય અને તે પ્રસ્તાવને નામંજુરી આપે તો તે નિર્ણય બધાએ માન્ય રાખવો પડે છે. આ વીટોપાવર ધરાવતા કુલ પાંચ દેશ આ મુજબ છે. અને આ દેશો કાયમી માટે સભ્ય છે તેમને કોઈ UNSC માંથી કાઢી શકતુ નથી.
1:- અમેરિકા
2:- રશિયા
3:- ચીન
4:- યુનાઇટેડ કિંગડમ(બ્રિટન)
5:- ફ્રાંસ

બીજા દસ(10) દેશ છે તે UNSC ના અસ્થાયી સભ્યો છે. જેમને UNSCમાંથી અંદર બહાર કરી શકાય છે. વર્તમાન અસ્થાયી સભ્યદેશો નીચે મુજબ છે.

1:- અલ્બેનિયા
2:- બ્રાઝિલ
3:- ગાબોન
4:- ઘાના
5:- ભારત
6:- આયર્લેંડ
7:- કેન્યા
8:- મેક્સિકો
9:- નોર્વે
10:- યુનાઇટેડ આરબ અમીરાત

ઉપરના ઉદાહરણને આગળ સમજીએ તો અમેરિકાએ જે પ્રસ્તાવ લાવ્યો તેનું સમર્થન UNSC ના ૧૧ દેશોએ કર્યું. ભારત, ચીન અને યુનાઇટેડ આરબ અમીરાતે વોટ જ ના કર્યું. અને છેલ્લે રશિયાએ તે પ્રસ્તાવને પોતાનો વીટોપાવર વાપરી એક જ ધડાકે ઉડાડી દીધો. જો વોટ નહિં કરવાવાળા દેશોએ અમેરિકાના પ્રસ્તાવને ટેકો આપ્યો હોત તો પણ રશિયા તે પ્રસ્તાવ મંજુર ના થવા દેત. કેમ કે વીટો પાવર ધરાવનાર દેશ પાસે એવો પાવર છે કે તે એકલો દેશ પણ UNSC ના કોઈ પણ પ્રસ્તાવને નામંજૂર કરી શકે છે..

ALSO READ::

ભારત આ સ્થાયી-સભ્યપદ મેળવવા માટે ખૂબ જ પ્રયત્નો કરે છે. મોટાભાગના દેશો ભારતને સમર્થન પણ આપે છે પરંતુ ચીન પોતાનો વીટો વાપરીને ભારતને UNSC માં કાયમી સ્થાયી સભ્ય થવા દેતું નથી. અને એટલે જ આપણે વીટોપાવર બની શકતા નથી.

અમને આશા છે કે તમને આ લેખમાંથી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે.

Subscribe to receive free email updates: