FD (Fixed Deposit) કરાવતાં પહેલા તેનો સમયગાળો અને તેના પર લાગતા ટેક્સ સહિત 6 બાબતોનું ધ્યાન રાખવું જરૂરી



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

FD કરાવતાં પહેલા તેનો સમયગાળો અને તેના પર લાગતા ટેક્સ સહિત 6 બાબતોનું ધ્યાન રાખવું, નહીં તો નુકસાન વેઠવું પડી શકે છે.

Before doing FD (Fixed Deposit), Keep in mind 6 things including its duration and the tax levied on it


સુરક્ષિત અને એક નિશ્ચિત રિટર્ન મળવાના કારણે ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FDને રોકાણનું એક સારું સાધન માનવામાં આવે છે, પરંતુ FDમાં સમજ્યા વિચાર્યા વગર રોકાણ કરવું પણ યોગ્ય નથી. FD કરાવતા સમયે તેની અવધિ અને FD તોડાવવા પર લાગતી પેનલ્ટી સહિત કેટલીક જરૂરી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. અમે આજે તમને આવી જ 6 બાબતો વિશે જણાવી રહ્યા છીએ...

યોગ્ય ટેન્યોર પસંદ કરવો જરૂરી
FDમાં રોકાણ કરતા પહેલા તેના ટેન્યોર (સમયગાળા)ને લઈને વિચારવું જરૂરી છે. આવું એટલા માટે કેમ કે જો રોકાણકાર મેચ્યોરિટી પહેલા વિડ્રોઅલ કરે છે તો તેને દંડની ચૂકવણી કરવી પડશે. FD મેચ્યોર થતા પહેલા તેને બ્રેક કરવા પર 1% સુધીની પેનલ્ટી આપવી પડશે. તેનાથી ડિપોઝિટ પર મળતા કુલ વ્યાજમાં ઘટાડો થઈ શકે છે.

એક જ FDમાં બધા પૈસાનું રોકાણ ન કરવું
જો તમે કોઈ એક બેંકમાં FDમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેની જગ્યાએ એકથી વધુ બેંકોમાં 1 લાખ રૂપિયાની 8 FD અને 50 હજારની 4 FDમાં રોકાણ કરવું. તેનાથી વચ્ચે પૈસાની જરૂર પડવા પર તમે તમારી જરૂરિયાતના હિસાબથી 8 FDને વચ્ચેથી બ્રેક કરીને પૈસાની વ્યવસ્થા કરી શકો છો. તમારી બીજી FD સુરક્ષિત રહેશે.

FD પર મળતા વ્યાજ પર ટેક્સ આપવો પડે છે
તમારી FDમાંથી મળતા વ્યાજ પર ઈન્કમ ટેક્સ સ્લેબના અનુસાર ટેક્સ લાગે છે. જો FD પર મેળવેલ વ્યાજ એક નાણાકીય વર્ષમાં 10 હજાર રૂપિયાથી ઉપર હોય છે, તો તેના પર TDS ડિડક્શન થાય છે. તે કુલ મેળવેલ વ્યાજના 10% હશે. સિનિયર સિટીઝન માટે આ લિમિટ 50 હજાર છે. જો તમારી આવક ટેક્સેબલ રેન્જ કરતાં ઓછી છે તો તમે FD પર TDS ન આપવા માટે બેંકનું ફોર્મ 15G અને ફોર્મ 15H સબમિટ કરી શકો છો.

સરકારી યોજનાઓની માહિતી | સરકારી નોકરી ભરતીની માહિતી | આરોગ્યની કાળજી રાખવા માટે શું કરવું

વ્યાજ વિડ્રોઅલ

બેંકમાં પહેલા ક્વાર્ટર અને વાર્ષિક આધારે વ્યાજ ઉપાડવાનો ઓપ્શન હતો. હવે કેટલીક બેંકોમાં માસિક વિડ્રોઅલ પણ કરી શકાય છે. તમે તમારી જરૂરિયાતના હિસાબથી તેને પસંદ કરી શકો છો.

સમય પહેલા FD તોડાવવા પર પેનલ્ટી આપવી પડશે
જો તમે સમય પહેલાં FD બ્રેક કરો છો તો તમને જે દરે FD ખોલાવી હશે એટલા દરે વ્યાજ નહીં મળે. જેમ કે, 1 લાખની FD પર તમને વાર્ષિક 6 ટકા વ્યાજ મળે છે, પરંતુ તમે તેને 6 મહિના બાદ તોડો છો તો 6 મહિનાની FD પર 5 ટકા જ વાર્ષિક વ્યાજ મળે છે તો આવી સ્થિતિમાં બેંક તમારા પૈસા પર 5 ટકાના દરે વ્યાજ આપશે, 6 ટકાના દરે વ્યાજ નહીં આપે.

દેશની સૌથી મોટી બેંક SBIના નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ 5 લાખ રૂપિયા સુધી FD કરાવે છે તો, તો FD મેચ્યોર થતા પહેલા તેને બ્રેક કરવા પર 0.50 ટકા સુધી પેનલ્ટી ચૂકવવી પડશે. આ પ્રકારે 5 લાખથી વધારે અને એક કરોડથી ઓછી FD પર 1 ટકા પેનલ્ટી સમય પહેલાં બ્રેક કરવા પર આપવી પડશે. સમયગાળાના હિસાબથી વ્યાજ સુનિશ્ચિત કર્યા બાદ તેમાં FDની રકમના હિસાબથી 0.50 ટકા અથવા 1 ટકા વ્યાજની કપાત કરીને તમને પૈસા આપવામાં આવે છે. મોટાભાગની બેંક 1 ટકા સુધી પેનલ્ટી વસૂલે છે.

FD પર લોન લઈ શકાય છે
તમે તમારી FD પર લોન પણ લઈ શકો છો. તેના અંતર્ગત FDની વેલ્યુના 90 ટકા સુધી તમે લોન લઈ શકો છો. ધારો કે તમારી FDની કિંમત 1.5 લાખ રૂપિયા છે તો તમને 1 લાખ 35 હજાર રૂપિયા લોન મળી શકે છે. જો તમે FD પર લોન લો છો તો તમારે ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતા વ્યાજ કરતા 1-2% વધારે વ્યાજ ચૂકવવું પડશે. ઉદાહરણ તરીકે, જો તમને તમારી FD પર 4% વ્યાજ મળી રહ્યું છે તો તમને 5થી 6%ના વ્યાજ દરે લોન મળી શકે છે..

Subscribe to receive free email updates: