ડૉ.પ્રફુલ શિરોયાએ જણાવ્યું આંખોની સારી દૃષ્ટિ રાખવા શું ખાવું જોઈએ
EYE AND VISION TREATMENT FREE TIPS
લોક દૃષ્ટિ ચક્ષુ બેંકના સ્થાપક ચેરમેન તેમજ સુરત જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ ડૉ.પ્રફુલ શિરોયા આંખોની સારસંભાળ માટે ઉપયોગી ટીપ્સ આપતાં જણાવે છે કે,
1) બાળકની નાની ઉંમરથી જ આંખની તપાસ કરાવી નંબર હોય તો ચશ્મા કઢાવી લેવાં જોઈએ. તેમજ આંખની નાની તકલીફ માટે પણ સમયસર મોતિયા, ઝામર વગેરે આંખના રોગોની સારવાર હવે સરળ બની છે, અને સરકારી હોસ્પિટલોમાં નિ:શુલ્ક સારવાર મળે છે. બાળકોને ફટાકડાની ઈજાથી બચાવવા વડીલોની હાજરીમાં પૂરતી કાળજી લઈ ફટાકડા ફોડાવવામાં આવે તો ઘણા આંખોના અકસ્માતો નિવારી શકાય.
2) ઇન્ડસ્ટ્રીયલ ઈન્જરી નિવારવા દરેક વ્યક્તિ કે જે એવી પરિસ્થિતિમાં કામ કરતી હોય જેમાં આંખને ઈજા થવાની શક્યતા વધુ હોય દા.લેથ મશીન પર, વેલ્ડીંગ કામ સાથે અને જલદ પ્રવાહી તેમજ એસિડ સાથે કામ કરનારા વ્યક્તિઓએ પ્રોટેક્ટિવ ગ્લાસ પહેરવા જોઈએ.
આરોગ્ય વિશેની વધુ ઉપયોગી માહિતી માટે અહીં ક્લિક કરો
3) જ્યારે લાંબા સમય માટે કાર્ય કરતાં હો ત્યારે થોડા થોડા અંતરે આંખને બંધ કરી આરામ આપો.
4) સારી દૃષ્ટિ માટે લીલાં શાકભાજી અને તાજાં ફળોનો વિપુલ માત્રામાં ઉપયોગ કરો. ખાસ કરીને આંખ માટે ગાજરનું વિશેષ સેવન કારો.
5) નિયમિત અને સમયાંતરે, એક પછી એક આંખ બંધ કરી, કોઈ દૂરની વસ્તુ કે દ્રશ્યને તાકી તાકીને જોઈ, જાતે જ આંખની દૃષ્ટિની ચકાસણી કરતા રહો.
6) અંગત વપરાશના ટુવાલ કે રૂમાલ અન્ય લોકોને વા52વા ન આપો.
7) પૂરતા પ્રકાશમાં જ વાંચનનો આગ્રહ રાખો. વાંચતી વખતે વ્યવસ્થિત એવી રીતે બેસવું કે જેથી પ્રકાશ પાછળથી અને ડાબી બાજુથી પૂરતાં પ્રમાણમાં આવે.
8) આંખની તકલીફ હોય તો ઘરગથ્થુ ઇલાજ કરવો નહીં, આંખના તબીબની સારવાર લેવી
9) સૂર્યગ્રહણ જોવું નહીં.
10) ડાયાબિટીસ હોય તો વહેલી તકે ડૉક્ટરની સલાહ પ્રમાણે સારવાર કરાવી તેને કાબૂમાં રાખવો. ડાયાબિટીસ વધવાથી દૃષ્ટિમાં ઝાંખપ આવે છે.
11) આંખને ધૂળ, કચરો અને ફટાકડાથી રક્ષણ આપો.
12) નજીકના સગા સાથે લગ્ન કરવા નહીં. (Rentinitis Pigmentosa) જેવા વારસામાં ઊતરતા આંખના રોગ થવાની શક્યતા નજીકના સગા સાથે લગ્ન કરવાથી બેવડાય છે.
અમને આશા છે કે આપને આ માહિતી ગમી હશે.