VARIOUS GRANT INFORMATION



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

VARIOUS GRANT INFORMATION MLA MP ATVT DMF

💐વિવિધ ગ્રાન્ટની માહિતી💐

1.સાસદ સભ્યની ગ્રાન્ટ
              દર વર્ષે સાસદસભ્યને પોતાના મતવિસ્તારની ગ્રામ પંચાયતમાં કામ કરવા માટે 5 કરોડ ની ગ્રાન્ટ મળેછે.એટલે
            5(કરોડ)×5(વર્ષ)=25 કરોડ.

2.ધારાસભ્ય ની ગ્રાન્ટ
             દર વર્ષે ધારાસભ્ય ને પોતાના વિસ્તાર ની ગ્રામ પંચાયતના કામો કરવા માટે 1.5 કરોડ ની ગ્રાન્ટ મળેછે.એટલે
             5×1.5=7.5કરોડ.

3.રાજ્યસભા ના સાસદસભ્ય ની ગ્રાન્ટ
        રાજ્યસભા  ના સાસદસભ્યને પોતાના મતવિસ્તારમાં વાપરવા માટે 5 કરોડ ની ગ્રાન્ટ મળેછે.એટલે
           5×5=25 કરોડ.

વિવિધ સરકારી યોજનાઓની માહિતી | વિવિધ નોકરીઓની માહિતી

4.સ્વભંડોળ ની ગ્રાન્ટ
       ગ્રામ પંચાયત દ્વારા ઉઘરાવવા માં આવતા વેરા માંથી થતી ટોટલ આવકના અમૂક ટકા સ્વભંડોળ ની ગ્રાન્ટ તરીકે મળેછે.

5.જીલ્લા પંચાયત ના સભ્ય ની ગ્રાન્ટ
     
6.ATVT(આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો)ની ગ્રાન્ટ
       દરવર્ષે 1કરોડની ગ્રાન્ટ સરકાર 1તાલુકાને આપેછે અને તાલુકામાં થી ગામડે ગામડે વહેચણી થાય,કોઈને 1લાખ,કોઇને 2લાખ કોઈને પાંચ લાખ.
        આ ગ્રાન્ટ ફરજીયાત આવેછે અને ફરજિયાત વાપરવી પડેછે.
      1×5=5 કરોડ.

7.જીલ્લા આયોજન મંડળ ની ગ્રાન્ટ
       આ ગ્રાન્ટ દરવર્ષે 1 કરોડની આવે ,એટલે
       1×5=5 કરોડ.

8.DMF(District mineral Fund)ની ગ્રાન્ટ
     
           જે જીલ્લાઓમાં રેતીની કે કોઈ ખાણ-ખનીજ ની લીજ આપવામાં આવી હોય એ લીજ માથી લીજધારકો જે ખનીજ બહાર કાઢે એનાથી આસપાસ ના વાતાવરણને,આબોહવાને અને ગામની જમીને નુકશાન થાય,જેની જમીન લીજ માં જાય એમને નુકશાન થાય એટલે સરકાર ને રોયલ્ટી ની જે આવક થાય એ જીલ્લામાં થી એના 60% રુપિયા પાછા ગ્રાન્ટ તરીકે જે ગામડાઓમાં લીજ આપવામાં આવી હોય એ ગ્રામ પંચાયત ને મળે.

9.સ્વચ્છતા ની ગ્રાન્ટ
   
        ગામની વસ્તીદીઠ એટલેકે મતદાન યાદીમાં જેનું નામ હોય એવી વસ્તી જે હોય 2000ની વસ્તી ગણતરી મૂજબ 25 રૂપિયા લેખે મળે એટલે
        5000×25=125000/

10.ઓક્ટ્રોયની ગ્રાન્ટ
     
        ઓક્ટ્રોય ની ગ્રાન્ટ સરકાર દરવર્ષે "સરપંચ"ના સીધા ખાતામાં જમા કરેછે.આ ગ્રાન્ટ જે ગામમાં 3500 લોકોની વસ્તી હોય તે ગામમાં લમછમ અંદાજે 121000/ જેટલી ગ્રાન્ટ આવેછે.

11.  નાણાંપંચ ની ગ્રાન્ટ
     
         ભારતસરકાર પંચવર્ષીય આયોજન કરે કે આગલા પાચ વર્ષમાં શિક્ષણક્ષેત્રે,રોડ-રસ્તા ક્ષેત્રે, પર્યાવરણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે ગામડાઓમાં શું કરવાનું છે?એ આયોજન પરથી ભારતસરકાર રૂપિયા ફાળવે.
        માથાદીઠ એમાં ચારેક હજાર ની વસ્તી હોય તો લમછમ 16-17 લાખ રૂપિયા ગ્રાન્ટ આપે.
       
           17(લાખ)×5=85 લાખ.

12. પરફોર્મન્સ ગ્રાન્ટ
  
         કોઇ ગ્રામ પંચાયત ને સરકારે જે કાઈ ગ્રાન્ટ આપી છે,જે કામ કરવા માટે આપી છે,એ કામ કરી નાખે અને પૂરેપૂરી ગ્રાન્ટ વાપરી નાખે તો એનો મતલબ એવો થયો કે ગ્રામ પંચાયતે ખૂબ સારું કામ કર્યુ છે.એટલે સારું કામ કરવા બદલ જે ગ્રાન્ટ આપે તેને પરફોર્મન્સ ગ્રાન્ટ કહેવાય.
     
      દા.ત.    કોઈ રોડ બનાવવા માટે સરકાર 2લાખની ગ્રાન્ટ આપે અને ગ્રામ પંચાયત 2લાખ વાપરી નાખે અને ગ્રામ પંચાયત કાગળ ઉપર  ખોટી રીતે કે કોઈ પણ રીતે રોડ બનાવી નાખે તો સરકાર માં એવું સાબિત થયું કે આ ગ્રામ પંચાયત સક્રિય છે,એટલે જેવી ગ્રાન્ટ આવી કે તરત જ રોડ બનાવી નાખ્યો, આનું પરફોર્મન્સ સારું છે.
          આવી રીતે મળતી ગ્રાન્ટ ને પરફોર્મન્સ ગ્રાન્ટ કહેવાય.

13. ગ્રામ સભાની ગ્રાન્ટ.
આ સિવાય હજી ઘણી બધી ગ્રાન્ટ છે...

આવી રીતે ટોટલ લગભગ એક વર્ષ ની  12-13 કરોડની ગ્રાન્ટ આવેછે તાલુકામાં
         12(કરોડ)×5=60 કરોડ.....?.?...?...?

Subscribe to receive free email updates: