વિટામીન B12 ની ઉણપ છે તો ખાસ કરો આ વસ્તુનું સેવન



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

વિટામીન B12 ની ઉણપ છે તો ખાસ કરો આ વસ્તુનું સેવન

આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલ અને ખાવાની ખોટી ટેવના કારણે વિટામિનની ઉણપ જોવા મળે છે. વિટામિન બી-12 શરીરનું મેટાબોલિઝ્મ વધારીને થાકથી દૂર રાખે છે. આ સાથે તે શરીરને બ્રેસ્ટ, ક્લોન, ફેફસા અને પ્રોસ્ટ્સ કેન્સરથી પણ દૂર રાખે છે. જો તમારામાં વિટામિન બી-12ની ઉણપ હોય તો તમારે ખાસ આ અંગે ધ્યાન આપવું જોઇએ. જો તમે સ્વસ્થ રહેવા માંગતા હોવ અને બીમારીઓથી દૂર રહેવા માંગતા હોવ તો તમારે વિટામિન બી-12 મળી રહે તેવી વસ્તુઓ આહારમાં લેવી જોઇએ. .


1. દહીં

દહીંને સુંદરતા સહિત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનાવમાં આવે છે. દહીંમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન બી-1, બી-2 અને બી-12 હોય છે, તેમાં પણ જો દહીં લો ફેટવાળું હોય તો તે વધારે ફાયદાકારક છે. પરંતુ ફ્લેવર્ડ દહીં લેવાનું ટાળવું જોઈએ. કારણકે તેનાથી ફાયદો થવાની જગ્યાએ નુકસાન થઇ શકે છે.

2. ઓટમીલ

ઓટમીલને ખાસ કરીને હવે લોકો સવારે નાસ્તામાં ખાય છે. સવારે બ્રેકફાસ્ટમાં ઓટમીલ ખાવાથી પોષણ અને વિટામિન બંને મળે છે. એટલું જ નહીં તેમાંથી સારા એવા પ્રમાણમાં વિટામિન બી-12 પણ મળી રહે છે.

3. સોયા પ્રોડક્ટ્સ

સોયાને સ્વાસ્થ્ય માટે બેસ્ટ માનવામાં આવે છે. જેથી વિટામીન B-12ની ઉણપ હોય તો તમે સોયાનું સેવન કરી શકો છો. સોયાની દરેક પ્રોડક્ટ જેવી કે સોયાબીન, સોયા દૂધ કે સોયા પનીર-ટોફુ એ દરેકમાં વિટામિન બી-12 પૂરતા પ્રમાણમાં મળી રહે છે.

4. દૂધ

સ્વાસ્થ્યને લગતી કોઇપણ સમસ્યા હોય તો ડોક્ટર દવાની સાથે દૂધ લેવાની સલાહ આપે છે. પરંતુ જો તમને બી-12 ઉણપ હોય તો તમે દૂધનું સેવન કરી શકો છો. ફુલ ફેટવાળાં દૂધમાં વિટામિન બી-12 પૂરતા પ્રમાણમાં હોય છે. જો તમે નોનવેજ ન ખાતા હોવ તો દૂધ બેસ્ટ ઓપ્શન છે વિટામિન બી-12 મેળવવા માટે દૂધ લાભદાયી માનવામાં આવે છે.

5. ચીઝ

ખાસ કરીને આજકાલની લાઇફસ્ટાઇવ પ્રમાણે અત્યારે લોકો કોઇપણ ખાવાનામાં ચીઝનું સેવન કરતા હોય છે. પરંતુ નોર્મલી તમને બજારમાં બાર પ્રકારના ચીઝ મળી રહેશે, જેમાં વિટામિન બી-12 હોય છે, પરંતુ કોટેઝ ચીઝમાં વિટામિન બી-12 સારા એવા પ્રમાણમાં હોય છે.

આરોગ્ય વિષયક અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો

Subscribe to receive free email updates: