ગુજરાત સરકારે ભંડાર ખોલ્યો, ગરીબો માટે 6210 કરોડનુ પેકેજ : જાણો કોને ફાયદો મળશે



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ગુજરાત સરકારે ભંડાર ખોલ્યો, ગરીબો માટે 6210 કરોડનુ પેકેજ : જાણો કોને ફાયદો મળશે


ગાંધીનગર : કોરોના મહામારી અને તેના પગલે હાલમાં ચાલી રહેલા લૉકડાઉન વચ્ચે રાજયમાં કેન્દ્ર દ્વ્રારા જાહેર કરવામા આવેલા 3950 કરોડના ગરીબ કલ્યાણ સહાય પેકેજનો અમલ કરવામા આવી રહ્યો છે ત્યારે આજે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગુજરાતનું અલગ 2259 કરોજનું ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કર્યું છ. આ રીતે રાજયમાં એકંદરે કુલ 6210 કરોડના ગરીબ કલ્યાણ રાહત રાહત પેકેજનો લાભ આપવામા આવી રહ્યો છે.


આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ બન્ને કોરોના રાહત પેકેજ અંગે કહયું હતું કોરોના વાયરસની સ્થિતીમાં કોઇ પણ પ્રજાજનોને જીવનનિર્વાહમાં, આર્થિક આધાર મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે કેન્દ્ર સરકારે જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કરેલું છે તેમાં ગુજરાતને અંદાજે રૂ. ૩૯પ૦ કરોડના સહાય-લાભ મળી રહ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયરૂપાણીએ પણ રાજ્યના નાગરિકો-પ્રજાજનોની આ વિકટ સ્થિતીમાં સહાયરૂપ થવાની સંવેદના સાથે રૂ. રરપ૯ કરોડનું મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કરીને તેના લાભ-સહાય પણ આપવાના શરૂ કરી દીધા છે.

સીએમ રૂપાણી દ્વ્રારા જાહેર કરવામા આવેલા 2259 કરોડની ગરીબ કલ્યાણ રાહત પેકેજની વિગતો નીચે મુજબ છે.
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ અગ્રતાક્રમ ધરાવતા 65.40 લાખ રેશનકાર્ડ ધારકો અને અગ્રતાક્રમ સિવાયના બી.પી.એલ. કાર્ડ ધરાવતા 3.40 લાખ રેશનકાર્ડ ધારકોને વ્યક્તિદીઠ પ કીલો અનાજ અને કાર્ડ દીઠ ૧ કીલો દાળ, ૧ કીલો મીઠું અને ૧ કીલો ખાંડ આપવામાં આવી રહેલ છે. આ યોજના અન્વયે રૂ. 150 કરોડ રૂપિયાનું ભારણ રાજ્ય સરકાર ઉપાડી રહી છે.

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ અગ્રતાક્રમ સિવાયના એ.પી.એલ.-1 કાર્ડ ધરાવતા 61 લાખ રેશનકાર્ડ ધારકોને એપ્રિલ મહિનાનું અનાજ વાજબી ભાવની દુકાનો મારફતે મફત આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જેમાં કાર્ડ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ અને 1 કિલો દાળ મફત આપવામાં આવશે. આ હેતુસર રૂ. 275 કરોડ રૂપિયાનું ભારણ રાજ્ય સરકારે ઉપાડયું છે.


ઘરવિહોણા નિરાધાર તેમજ રાશન કાર્ડ ન ધરાવતા વ્યક્તિઓ માટે અન્નબ્રહ્મ યોજનાનો વ્યાપ વધારી વ્યક્તિદીઠ પ કીલો અનાજ અને કાર્ડ દીઠ ૧ કીલો દાળ, ૧ કીલો મીઠું અને ૧ કીલો ખાંડ આપવામાં આવી રહ્યા છે. આ માટે ખાસ સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને 4.26 લાખ કાર્ડ ધારકોને આ લાભોનું વિતરણ શરૂ થયું છે.


રાજયમાં 68.80 લાખ જેટલા શ્રમિક કુટુંબોને કુટુંબદીઠ રૂ. 1000 ને સહાય ડીબીટી પદ્ધતિથી બેન્કા ખાતામાં ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને આ માટે રાજ્ય સરકાર રૂ. 688 કરોડનું આર્થિક ભારણ ઉપાડવાની છે.


રાજ્યના ખેડૂતોએ લીધેલા ટૂંકાગાળાના પાક ધિરાણના ચૂકવણાની મુદત કેન્દ્ર સરકાર અને આર.બી.આઇ. દ્વારા ૩ મહિના વધારી આપવામાં આવી છે. આ વધારેલી મુદત માટે ખેડૂતોને શુન્યડ ટકા વ્યાજ ભોગવવું પડશે. પાક ધિરાણ ઉપરનું 3% વ્યાજ ભારત સરકાર અને 4% વ્યાજ ગુજરાત સરકાર એમ સંપૂર્ણ ૭ ટકા વ્યાજ સરકાર ચુકવશે. ગુજરાત સરકાર આ માટે રૂ. 250 કરોડનું વધારાનો બોજ ઉઠાવશે.


માર્ચ અને એપ્રિલ મહિનાના વીજળી બિલ ભરવાની મુદત 15 મે 2020 સુધી વધારવામાં આવી છે, આ માટે કોઈ દંડ વસુલ કરવામાં આવશે નહી. એટલું જ નહિ, વિજ વિતરણ કંપનીઓ દ્વારા વાણિજ્યિક અને ઉદ્યોગ કનેક્શરનો ઉપરનો એપ્રિલ મહિનાનો ફિક્સધ ચાર્જ માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આના પરિણામે વિજ વિતરણ કંપનીઓ દ્વારા આશરે રૂ. 450 કરોડનું આર્થિક ભારણ ઉઠાવામાં આવશે.


રાજ્યમાં વૃદ્ધ સહાય પેન્શન મેળવતા 9 લાખ, 30 હજાર લાભાર્થીઓ, ગંગા સ્વરૂપા બહેનો-માતાઓને આપવામાં આવતું સહાય પેન્શન મેળવતા 4,43,437 લાભાર્થીઓ, દિવ્યાંગ પેન્શન યોજનાનો લાભ મેળવતા 40,357 લાભાર્થીઓને ૧ મહિનાની પેન્શનની કુલ રકમ રૂ. 221 કરોડ એડવાન્સ ચૂકવવામાં આવેલ છે.


શાળાઓ બંધ કરવામાં આવેલ હોવાથી મધ્યાન ભોજન યોજનાના લાભાર્થીઓને ભોજન સહાયનો લાભ રોકડ સ્વરૂપમાં આપવામાં આવેલ છે. જેમાં 51,72,288 વિદ્યાર્થી લાભાર્થીઓને રૂા. 62.10 કરોડની સહાય આપવામાં આવેલ છે.


આંગણવાડી કેન્દ્રો બંધ કરવામાં આવેલ હોવાથી ૩ થી ૬ વર્ષના બાળકોને ટેકહોમ રેશન સ્વરૂપે પોષક આહાર ઘરે પૂરો પાડવમાં આવેલ છે. જેનો લાભ 15.70 લાખ બાળકોને મળેલ છે. રાજ્ય સરકારે તે માટે રૂ. 35 કરોડનું ભારણ ઉપાડેલ છે.


સમાજ કલ્યાણ વિભાગ અંતર્ગત નિવાસી છાત્રાલયો, આશ્રમ શાળાઓ, બાળ સુધાર ગૃહો બંધ કરવામાં આવેલ હોવાથી તેના 36 હજાર લાભાર્થીઓને ૧ મહિનાની નિભાવ ભથ્થાની રૂા. ૧પ૦૦ ની રકમ ચૂકવી આપવામાં આવેલ છે. જે માટે રૂ. 5.40 કરોડની રકમ વાપરવામાં આવશે.


આદિજાતિ વિકાસ વિભાગ હેઠળના નિવાસી છાત્રાલયો તેમજ આશ્રમ શાળાઓ બંધ કરવામાં આવેલ હોવાથી તેના 1,71,836 લાભાર્થીઓને ૧ મહિનાની નિભાવ ભથ્થાંની રૂા. ૧પ૦૦ ની રકમ ચૂકવી આપવામાં આવેલ છે. રૂ. 25.78 કરોડની રકમ વાપરવામાં આવશે.


કોરોના વાયરસનો સામનો કરનાર આરોગ્ય કર્મીઓને ભારત સરકાર દ્વારા રૂા. પ૦ લાખની વીમા સુરક્ષા આપવામાં આવેલ છે.


કોરોના વાયરસની પરિસ્થિતને નિયંત્રણમાં લાવવા માટે કાર્યરત પોલીસ, મહેસુલ અને અન્ન-નાગરીક પુરવઠા વિભાગના કર્મચારીઓ, કોરોના વાયરસ સંદર્ભની કામગીરી સાથે સંકળાયેલા તમામ સરકારી કર્મચારીઓ, સફાઈ કર્મચારી, ફાયર સર્વીસના કર્મચારીઓને રૂા. રપ લાખ એકસ-ગ્રેશીયા સહાય રાજ્ય સરકારે જાહરે કરી છે.


ગૌ શાળા અને પાંજરપોળામાં આવેલ 4.5 લાખ ગાયોના નિભાવ માટે પશુદીઠ પ્રતિદિન રૂ. 25 ની સહાય ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે માટે આશરે રૂ. 24 કરોડનો ખર્ચ થશે.


વૃદ્ધ અને દિવ્યાંગ લાભાર્થીઓને આગામી બે તબક્કામાં કુલ રૂ. ૧૦૦૦ની સહાય રૂ. પ૦૦-૫૦૦ના હપ્તામાં મળવાની છે તે અન્વયે આશરે સાડા ત્રણ લાખ વૃદ્ધ નિ:સહાય અને ર૯૬૫૭ દિવ્યાંગ લાભાર્થીઓને મળીને રૂ. ૩૭.૯૬ કરોડની સહાય મળશે.


રાજ્યની ત્રણ લાખ છેત્તાલીસ હજાર જેટલી ગંગા સ્વરૂપા માતા-બહેનો જે ગરીબી રેખાથી ઉપર નિર્વાહ કરે છે (નોન બી.પી.એલ) તેમને બે તબક્કામાં રૂ. ૧૦૦૦ની રકમ એકસગ્રેશીયા તરીકે ચૂકવવા અન્વયે રૂ. ૩૪.૬૦ કરોડની સહાય થશે.

Subscribe to receive free email updates: