હવે SBIના ATMમાં પૈસા કાઢવા માટે ATM કાર્ડની જરૂર નહી પડે.



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

દેશની સૌથી મોટી સરકારી બૅંક સ્ટેટ બૅંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેમના ગ્રાહકો માટે ખાસ સર્વિસ શરૂ કરી છે. આ નવી સર્વિસ YONO Cash દ્વારા હવે તમારે SBIના ATMમાં પૈસા કાઢવા માટે ATM કાર્ડની જરૂર નહી પડે.

YOU ARE READ THIS ARTICLE BY WWW.KAMALKING.IN

દેશમાં કાર્ડ વગર પૈસા કાઢવાની સુવિધા આપનારી સ્ટેટ બૅંક ઓફ ઈન્ડિયા દેશની પહેલી બૅંક છે. YONO ડિજીટલ બૅંકિંગ પ્લેટફોર્મ છે જે 85 ઈ-કૉમર્સ કંપનીઓને આ સેવા આપે છે. SBIએ નવેમ્બર 2017માં આ App લોન્ચ કરી હતી. ફેબ્રુઆરી 2019 સુધી Yono Appને 1.8 કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે. તેના 70 લાખ યુઝર્સ છે. Yono Appને એન્ડ્રોઈડ અને Ios ફોનમાં ડાઉનલોડ કરી શકાય છે.

આ રીતે કાર્ડ વગર ATMમાંથી પૈસા કાઢી શકો છો.

1. તેના માટે ગ્રાહકને Yono App પર કેશ કાઢવા માટેનો વિકલ્પ મળશે.
2.APPમાં કેશ ટ્રાન્જેકશન માટે 6 આંકડાનો પિન સેટ કરવો પડશે.
3.આ ટ્રાન્જેકશન માટે તેમને તમારા મોબાઈલ પર SMS દ્વારા 6 આંકડાનો રેફરન્સ નંબર પણ મળશે.
4.ત્યારબાદ તમે નજીકના ATMમાં જઈને 30 મિનિટની અંદર પૈસા કાઢી શકો છો.
5.ત્યાં તમારે 6 આંકડાનો પિન અને 6 આંકડાનો રેફરન્સ નંબર નાખવો પડશે. તે નાખતા જ ATM મશીનમાંથી પૈસા તમારા હાથમાં આવી જશે.
6.આ નવી વ્યવસ્થાથી તમારા કાર્ડથી થતાં ફ્રોડનું જોખમ પુરૂ થઈ જશે.
7.આ સેવા આપનારા ATMનું નામ Yono કેશ પોઈન્ટ હશે.

DOWNLOAD SBI YONO APP: CLICK HERE

(YONO) યોનો એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો

આ લેખ અંગ્રેજીમાં વાંચવા માટે અહીં ક્લિક કરો

Subscribe to receive free email updates: