આજથી રાજ્યમાં EBC લાગૂ, જાણો અનામતનો લાભ લેવા કેટલાક નિયમો છે જરૂરી



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

આજથી રાજ્યમાં EBC લાગૂ, જાણો અનામતનો લાભ લેવા કેટલાક નિયમો છે જરૂરી

આજથી રાજ્યમાં EBC લાગૂ, જાણો અનામતનો લાભ લેવા કેટલાક નિયમો છે જરૂરી

ગાંધીનગર: ગુજરાતમાં 14 જાન્યુઆરીથી આર્થિક રીતે પછાત સવર્ણો માટે 10 ટકા અનામત જાહેર થઈ છે. જોકે આ અનામતનો લાભ કઈ કેટેગરીમાં આવતા લોકોને મળી શકે છે. તેની નોધ લેવી પણ ખુબ જરૂરી છે.

સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં આનો વિશેષ લાભ મળશે. 8 લાખ કરતાં વાર્ષિક ઓછી આવક ધરાવનારને આ EBCનો લાભ મળશે. 5 એકર કરતાં ઓછી જમીન ધરાવનાર માલીકને આનો લાભ મળશે.

મહત્વનું છે કે 14 જાન્યુઆરી 2019 પહેલાં સરકારી ભરતીની જે પરીક્ષાઓ આપવામાં આવી હશે તેમને આ લાભ આપવામાં નહીં આવે. જો કે 14 તારીખ બાદ લેનાર પરીક્ષાઓમાં આ લાભ આર્થિક રીતે પછાત સવર્ણોને આપવામાં આવશે.

અનામત નિયમો

1. જે લોકોની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હશે, તેમને અનામતનો લાભ મળશે.
 
2. જે સવર્ણોની પાસે ખેતીની 5 એકરથી ઓછી જમીન હોય, તેમને અનામતનો લાભ મળશે.
 
3. લાભ તે સવર્ણો મેળવી શકશે, જેમની પાસે રહેણાંક જગ્યા 1,000 ચો. ફૂટથી ઓછી હશે.

4. જે સવર્ણોની પાસે સૂચિત મ્યુનિસિપાલિટી ક્ષેત્રમાં 100વારથી નાનો રહેણાંક પ્લોટ છે તેઓ આ અનામતનો લાભ મેળવી શકશે.

5. જે સવર્ણોની પાસે બિન-સૂચિત નગરપાલિકા ક્ષેત્રમાં 200 વારથીનાનો રહેણાંક પ્લોટ છે તેમને આ લાભ મળી શકશે.

કયા ક્ષેત્રમાં મળશે

6. સરકારી નોકરીમાં ભરતી અને ઉચ્ચ શિક્ષણ પ્રવેશ માટે સવર્ણોને આ અનામત મળશે.

7. નોકરીની ભરતી પ્રક્રિયાનો તબક્કો શરૂ નહીં થયો હોય ત્યાં યુવાનો આ લાભને પાત્ર હશે.

8. 14 જાન્યુઆરી પહેલા શરૂ થઈ ગયેલી ભરતી પ્રક્રિયામાં લેખિત, મૌખિક પરીક્ષા અથવા કમ્પ્યૂટર સ્કીલ પરીક્ષાઓ થઈ ગઈ હશે તો આ અનામતનો લાભ નહીં મળી શકે.
 
9. કોઈપણ ભરતી પ્રક્રિયાના સંબંધમાં માત્ર જાહેરાત થઈ હોય અથવા જાહેરાતની તારીખ અપાઈ હોય તો તે પ્રક્રિયામાં હવે નવી જાહેરાત કરવી પડશે.

READ THIS ARTICLE IN HINDI: CLICK HERE

કેવી રીતે લાભ લઈ શકાશે...

10. આવકનું પ્રમાણપત્ર: આવકનું પ્રમાણપત્ર આપવું પડશે. પ્રમાણપત્ર નહીં હોય તો તાલુકા અને જનસેવા કેન્દ્રમાંથી બનાવી શકાય છે. તેના માટે 50 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવે છે.
 
11. જાતિ પ્રમાણપત્ર: સામાન્ય વર્ગમાં હોવા અંગેનું  જાતિ પ્રમાણપત્ર આપવું પડશે. તાલુકા અથવા જનસેવા કેન્દ્રમાંથી બનાવી શકાય છે.
 
12. ઈન્કમ ટેક્સ રિટર્ન: શક્ય છે કે સામાન્ય વર્ગના અનામતનો લાભ ઉઠાવવો હોય તો ઈન્કમ ટેક્સ રિટર્નના ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો. 
 
13. બેન્ક એકાઉન્ટ અને સ્ટેટમેન્ટ: 3 મહિનાનું સ્ટેટમેન્ટ પણ આપવું પડી શકે છે. ઓનલાઈન બેન્કિંગ કરતા હોવ તો તમે તેને સેવ કરી શકો છો અથવા પાસબૂક પોતાની સાથે રાખો. પ્રવેશ અને કઇ સરકારી નોકરીમાં લાભ મળશે.  

14 જાન્યુઆરી પહેલા લેખિત,કમ્પ્યૂટરની પરીક્ષા લેવાઇ તેને લાભ નહીં મળે. લોકરક્ષક સહિત જીપીએસસીની 80 પરીક્ષામાં લાભ નહીં,75 જાહેરાતો ફરી પ્રસિદ્ધ કરી લાભ અપાશે. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા બેઠકો વધારવી કે નહીં તેનો નિર્ણય લેવાશે

WWW.KAMALKING.IN

Subscribe to receive free email updates: