નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા પહેલી વખત તિરંગો ફરકાવવાના 75 વર્ષ પુરા થવા નિમિત્તે 75 રુપિયાનો સિક્કો બહાર પાડવાનુ એલાન કર્યુ છે.



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા પહેલી વખત તિરંગો ફરકાવવાના 75 વર્ષ પુરા થવા નિમિત્તે 75 રુપિયાનો સિક્કો બહાર પાડવાનુ એલાન કર્યુ છે.

કેન્દ્ર સરકારે મંગળવારે આંદામાન નિકોબારની રાજધાની પોર્ટબ્લેયરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા પહેલી વખત તિરંગો ફરકાવવાના 75 વર્ષ પુરા થવા નિમિત્તે 75 રુપિયાનો સિક્કો બહાર પાડવાનુ એલાન કર્યુ છે.

નાણા મંત્રાલય દ્વારા આ માટે એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યુ છે.

⭕️ સિક્કાની ખાસીયતો આ પ્રમાણે છે ⤵️

🔸- સિક્કાનુ વજન 35 ગ્રામ હશે

🔸- તેમાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબા અને 5-5 ટકા નિકલ તેમજ ઝિંક ધાતુ હશે.

🔸- સિક્કાની પાછળ સેલ્યુલર જેલની પાછળ તિરંગાને સલામી આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝનુ ચિત્ર બનાવાયુ હશે.

🔸- સિક્કા પર દેવનાગરી અને અંગ્રેજી ભાષામાં પહેલો ધ્વજારોહણ દિવસ લખેલુ હશે.

🔹ઉલ્લેખનીય છે કે સુભાષચંદ્ર બોઝે પોર્ટ બ્લેયરમાં 30 ડિસેમ્બર, 1943ના દિવસે તિરંગો ફરકાવ્યો હતો.

👁 Source ⚡️ ગુજરાત સમાચાર
https://t.me/kamalkingjob

Subscribe to receive free email updates: