આ વસ્તુઓની સાથે ખાશો કેળા તો રહેશો આ સમસ્યાથી દૂર જાણો કેળા નાં ફાયદા



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

આ વસ્તુઓની સાથે ખાશો કેળા તો રહેશો આ સમસ્યાથી દૂર જાણો કેળા નાં ફાયદા

FOR NEW JOBS AND EDUCATIONAL UPDATES, VISIT WWW.KAMALKING.IN
ભારતમાં કેળા બધી જગ્યાએ પાકે છે. કેળાની સૌથી સારી વિવિધતાઓ ભારતમાં જ હોય છે. કેળાની ઘણી વિવિધતાઓ હોય છે પરંતુ એમાં માણિક્ય, કદલી, મત્ર્ય કદલી, અમૃત કદલી, ચંપા કદલી વગેરે મુખ્ય છે. જંગલોમાં આપોઆપ ઉગવાવાળા કેળાને વન કદલી કહે છે. અસમ, બંગાળ અને મુંબઈમાં કેળાની અનેક વિવિધતાઓ પ્રાપ્ત થાય છે. સોનેરી પીળી અને પાતળી છાલવાળા કેળા ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. લાલ કેળા લાંબા અને ફીકા હોય છે. મોટી છાલવાળા કેળાનું શાક બનાવાય છે.

પાકા અને કાચા બંને પ્રકારના કેળાનો ઉપયોગ થાય છે. પાકા કેળાની છાલ કાઢીને ખવાય છે અને કાચા કેળાનું શાક બનાવાય છે. કેળાના ફૂલનું પણ શાક બનાવાય છે. કેળાની મીઠાસ તેમાં હાજર ગ્લુકોઝ તત્વ પર આધારિત છે. ગ્લુકોઝ સર્કરા છે. આ સ્નાયુઓને પોષણ અને શક્તિ પ્રદાન કરે છે. કેળાના વિભિન્ન પ્રકાર હોય છે. કેળા શરીરને મજબૂત અને બળવાન બનાવે છે. કેળું એક એવું ફળ છે કે જે બધી ઋતુમાં મળે છે. પાકા કેળા રક્તસ્ત્રાવ અને મૂંઝવણ રોગમાં લાભકારી છે.

દરરોજ કેળા ખાવાથી સારા સ્વાસ્થ્યને વધારો મળે છે, પરંતુ અમુક લોકોને જ ખબર છે કે એક કેળું દરરોજ ખાવાથી ડોક્ટરને પણ દૂર રાખી શકાય છે. કેળામાં ઘણા વિટામિન અને પોશાક તત્વ સમાયેલા હોય છે જેમ કે કાર્બોહાઇડ્રેટ, વિટામિન એ, સી અને બી-6, લોહતત્વ, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેસિયમ,,સોડિયમ,પોટાશિયમ અને પ્રાકૃતિક સર્કરા જેમ કે સુક્રોઝ, ફ્રૂકટોઝ અને ગ્લોકોઝ આ બધું કેળાને એક સુપરફૂડ બનાવે છે જે એક સ્વસ્થ દૈનિક આહારનો એક અભિન્ન ભાગ છે.

કેળા અને ગરમ પાણી : વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

કેળા અને મધ : મૂડ સારો કરવામાં મદદરૂપ થાય છે. ડિપ્રેસન દૂર કરે છે.

કેળા અને કાળું મીઠું : અપચાની સમસ્યા દુર થાય છે.

કેળા અને પાકેલા ચોખા : ડાયરિયાથી રાહત મળે છે.

કેળા અને તજ : નર્વસ સિસ્ટમ સારી થાય છે. ઊંઘ સારી આવે છે.

કેળા અને ઓટમીલ દલિયા : હાઈ BP, મધુમેહ અને હૃદય રોગોથી બચાવે છે.

કેળા અને દૂધ : વજન વધારવામાં મદદરૂપ થાય છે. હાડકા મજબૂત થાય છે.

કેળા અને કાળા મરી : શરદી-ખાંસી, નજલાથી જોડાયેલી સમસ્યામાં ફાયદો થાય છે.

કેળા અને દહીં : લુઝ મોસન અને ડાયરિયામાં ફાયદો થાય છે. પેટની તકલીફ દૂર થાય છે.

કેળા અને ઘી : પિત્ત ની સમસ્યામાં રાહત મળે છે. વારંવાર પેસાબ આવવાની સમસ્યા દૂર થાય છે.

 

 
FOR NEW JOBS AND EDUCATIONAL UPDATES, VISIT WWW.KAMALKING.IN

Subscribe to receive free email updates: