ચામડી નાં રોગો જેવા કે ધાધર, ખરજવું, ખંજવાળનો રામબાણ ઘરેલું ઉપચાર



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ચામડી નાં રોગો જેવા કે ધાધર, ખરજવું, ખંજવાળનો રામબાણ ઘરેલું ઉપચાર

WWW.KAMALKING.IN
ધાધર એક ફંગલ ઇન્ફેકશન છે જે માથું, પગ, ગરદન કે કોઈ અંદરના ભાગમાં ક્યાય પણ થઇ શકે છે. તે લાલ કે હળવા ભૂરા રંગના ગોળ આકારના હોય છે. તે માણસ, જાનવર કોઈનાથી પણ ફેલાઈ શકે છે. પણ ડરશો નહી તે સરળતાથી ઠીક થઇ શકે છે. તે કોઈ જીવાતથી થતો નથી તે તો એક ફંગલ ઇન્ફેકશન છે. જો તમને આ ફંગલ ઇન્ફેકશન છે તો તમને તમારા શરીરના કોઈ પણ ભાગ ઉપર લાલ ગોળ નિશાન જોવા મળશે. તે ખુબ ઝડપથી ફેલાય છે જે જગ્યા ઉપર થયેલ છે તેની આજુ બાજુ ની જગ્યાએ પણ ફેલાવા લાગે છે. તેનું ઇન્ફેકશન ખુબ વધવાથી તમે શરીર ઉપર ઉપસેલું તથા ફોડકી પણ જોઈ શકો છો.

ધાધર અને ખંજવાળનો ઘરેલું ઉપચાર.

જો તમારા શરીર ઉપર લાલ ધબ્બા જોવા મળે અને ખંજવાળ આવે તો સાવચેત થઇ જાવ તે ધાધર છે જો તે તમારા નખ ઉપર થયેલ છે તો નખ મૂળમાંથી નીકળી શકે છે વાળના મૂળમાં થાય તો તમારા વાળ તેની જગ્યાએથી ખરવા લાગશે.

* ટમેટા ખાટ્ટા હોય છે. તેની ખટાશ લોહીને સાફ કરે છે. લીંબુમાં તે મુજબના ગુણ હોય છે. રક્તશોધન (લોહી સાફ કરવું) માટે ટમેટા એકલા જ ખાવા જોઈએ. રક્તદોષ (લોહીની ખરાબી) થી ચામડી ઉપર જયારે લાલ ચકામાં ઉઠે છે, મોઢાના હાડકા સુજી જાય છે, દાંતમાંથી લોહી નીકળે છે, ધાધર કે બેરી બેરી રોગ હોય તો ટમેટાનો રસ દિવસમાં ૩-4 વાર પીવાથી લાભ થાય છે. થોડા અઠવાડિયા સુધી રોજ ટમેટાનો રસ પીવાથી ચામડીના રોગ ઠીક થઇ જાય છે.

* અંજીરનું દૂધ લગાવવાથી ધાધર માટી જાય છે.

* પાકા કેળા માં લીંબુનો રસ ભેળવીને ધાધર, ખરજવું, ખંજવાળ, વગેરે પર લગાવા થી અ રોગોમાં લાભ થાય છે.

* ધાધર, ખરજવું અને ખજવાળમાં મગફળીનું અસલી શુદ્ધ તેલ લગાવવાથી આરામ મળે છે.

* એક કપ ગાજરનો રસ રોજ પીવાથી ચામડીના રોગમાં સારું થઇ જાય છે.

* ચામડી માટે કોઈપણ પ્રકારના રોગ માં મૂળાના પાંદડાનો રસ લગાવવાથી લાભ થાય છે.

* લીંબુના રસમાં આંબલી નાં બીજ વાટીને લગાવવાથી ધાધરમાં લાભ થાય છે.

* શરીરની ચામડી ઉપર ક્યાય પણ ચકામાં હોય તો તેની ઉપર લીંબુના ટુકડા કાપીને ફટકડી ભરીને ઘસવાથી ચકામા હળવા પડી જાય છે અને ચામડી ખીલી ઉઠે છે.

* લસણમાં કુદરતી રીતે એન્ટી ફંગલ તત્વ હોય છે, જે ઘણી જાતના ફંગલ ઇન્ફેકશનને ઠીક કરવામાં ઉપયોગી છે. જેમાં ધાધર પણ એક છે. લસણને છોલીને તેના નાના નાના ટુકડા કરી ધાધર ઉપર મૂકી દેવાથી તરત આરામ મળે છે.

* નારીયેલનું તેલ ધાધરને ઠીક કરવામાં ખુબ ઉપયોગી છે. ખાસ કરીને તમારા માથાના મૂળમાં ઇન્ફેકશન થયું હોય તો તે એક ઉત્તમ રીત છે.

* નાના નાના રાઈના દાણા ધાધર ને ઠીક કરવામાં ઉપયોગી છે. રાઈને 30 મિનીટ સુધી પાણીમાં પલાળીને રાખી દો. પછી તેની પેસ્ટ બનાવીને ધાધર વાળી જગ્યા ઉપર લગાવી દો.

* કુવારપાઠુંનો અર્ક દરેક જાતના ફંગલ ઇન્ફેકશન ને ઠીક કરી દે છે. તેને તોડીને સીધું જ ધાધર ઉપર લગાવી દો ઠંડક મળશે. બની શકે તો રાતભર લગાવીને રાખો. કુવારપાઠુંનો નિયમિત ઉપયોગ કરવો અને અસરવાળી જગ્યા ઉપર લગાવવાથી ધાધર અને ખંજવાળ માં ખુબ આરામ મળે છે.

* લીંબડાના પાંદડાને પાણીમાં ઉકાળીને સ્નાન કરવું જોઈએ.

* કાળા ચણાને પાણીમાં વાટીને ધાધર ઉપર લગાવો. ધાધર માં આરામ મળશે.
શરીરના જે ભાગ ઉપર ધાધર છે, ત્યાં મોટી હરડેને ઘસીને લગાવો.

* ફોતરાવાળી મગની દાળને વાટીને તેનો લેપ ધાધર ઉપર લગાવો.

* ધાધર થાય ત્યારે હિંગને પાણીમાં ઘસી ને નિયમિત અસરવાળા ભાગ ઉપર લગાવો. તેનાથી ધાધર માં ઘણો આરામ મળશે.

*નૌંસાદર ને લીંબુના રસમાં વાટીને ધાધરમાં લગાવવાથી ધાધર દુર થઇ જાય છે.

* નાઈલાન કે સેંથેટીક વસ્ત્રોની જગ્યાએ સુતરાઉ વસ્ત્રોનો ઉપયોગ કરો તથા તે વસ્ત્રોને હમેશા ચોખ્ખા રાખો.
ખરજવું એક વિશેષ પ્રકારનો સુક્ષ્મ પરજીવીની ત્વચા ઉપર લોહી ચૂસવાથી તે જગ્યાએ છાલા કે ફોડકી નીકળી આવે છે. તે પછી ખરજવું ઉત્પન થાય છે. ખરજવું એક ચામડીઓ રોગ છે જેમા ખંજવાળવાથી આનંદ આપે છે. જ્યાં સુધી ચામડી બળવા ન લાગે ત્યાં સુધી ખંજવાળ શાંત થતી નથી. તે રોગમાં સૌથી વધુ શરીરની સફાઈ ઉપર ધ્યાન આપવું જોઈએ. કેમ કે આ રોગ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ઝડપથી પહોચે છે માટે સંક્રમણ ના કપડા જુદા રાખીને તેને ગરમ પાણીથી ધોવા જોઈએ.

* આંબળા ની ગોટલી બાળીને તેની ભસ્મ ને નારીયેલ તેલ માં નાખી ને મલમ બનાવો અને ખરજવા વાળી જગ્યા ઉપર લગાવવાથી ખરજવું દુર થાય છે.

* લીંબડાના પાંદડાને ગરમ પાણીમાં ઉકાળીને ખરજવા વાળા ભાગ ઉપર લગાવો.

* કાળું મરચું અને ગંધકને ઘી માં ભેળવીને શરીર ઉપર લગાવવાથી ખરજવું દુર થાય છે.

* ટમેટાનો રસ એક ચમચી, નારીયેલ તેલ બે ચમચી ભેળવીને માલીશ કરો અને તેના અડધો કલાક પછી સ્નાન કરો. ખરજવામાં રાહત મળશે.

ઉપરની ધાધર વાળા ઈલાજ ખરજવા ઉપર પણ એટલો જ ઉપયોગી છે જેટલો ધાધરમાં. બાળકોને પહેરાવવામાં આવતા કપડા ખુબ નુકશાનકારક કરી શકે છે એટલે સ્વચ્છ રાખો. ધાધર ખરજવું-ચામડીના એવા રોગ છે કે બેદરકારી રાખવાથી આ રોગ હમેશ ના મહેમાન બની જાય છે.
WWW.KAMALKING.IN

Subscribe to receive free email updates: