રાજકોટના યુવકે શોધ્યો દુનિયાને હચમચાવનાર રેન્સમવેર વાયરસનો ઇલાજ



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

રાજકોટના યુવકે શોધ્યો દુનિયાને હચમચાવનાર રેન્સમવેર વાયરસનો ઇલાજ

રેન્સમવેર આખી દુનિયામાં હાહાકાર મચાવી રહયો છે. આ વાયરસનું મારણ શોધવા કેટલાય બુધ્ધિજીવીઓ અને આઈ.ટી. એક્ષપર્ટ ધંધે લાગ્યા છે. ત્યારે રાજકોટના યુવાન પ્રતિક મકવાણા નામના નેટર્વિંકગ એન્જિનિયરે આ વાયરસનો અટેક થયા બાદ ફાઈલ્સને રીકવર કરવાનો ઈલાજ શોધી લીધો છે અને સામાન્ય લોકો માટે કેટલાક સ્ટેપ્સ પણ તેને બતાવ્યા છે જેથી લોકોને ખંડણી તેમજ ફાઈલ રીકવરીના મોંઘાદાટ ખર્ચથી બચાવી શકાય.

રેન્સમવેરના અટેક પહેલા અને પછી શું કરશો
– સૌથી પહેલા માય કોમ્પ્યુટર પર રાઈટ ક્લિક કરીને સિસ્ટમ પ્રોટેક્શન સિલેક્ટ કરો
સિસ્ટમ પ્રોટેકશનમાં હાર્ડ ડ્રાઈવ બતાવશે તે સિલેક્ટ કરી કન્ફિગર પર ક્લિક કરો
ડ્રાઈવ કન્ફિગરેશનમાં રેસ્ટોર વર્ઝન ઓપ્શન સિલેક્ટ કરો.
– આ ઓપ્શન સિલેક્ટ કરતા તમે ફોલ્ડરમાં કરેલા તમામ સેટિંગ્સ સેવ થશે
– ફાઈલનું જુનુ વર્ઝન જોવું હોય તો ફોલ્ડર પર રાઈટ ક્લિક કરી જોઈ શકશો
– કોમ્પ્યુટરમાં રેન્સમવેર આવે તો ઘોસ્ટ એક્સપ્લોરર નામનો સોફ્ટવેર નાખવો
– આ સોફ્ટવેર તમામ ફાઈલ સ્કેન થશે અને તેનું જૂનુ વર્ઝન એટલે કે ઈન્ક્રિપ્ટ થયા પહેલાનું બતાવશે
– આ ફાઈલ પોર્ટેબલ ડિવાઈઝમાં સેવ કરો અને પછી કોમ્પ્યુરની આખી હાર્ડ ડિસ્ક ફોર્મેટ કરો
તમામ કોમ્પ્યુટરમાં સિસ્ટમ પ્રોટેકશન ઓન કરવું હિતાવહ છે. કોઈપણ વાયરસની અસર દૂર કરવા માટે
અચાનક રેન્સમવેર આવે તો શુ કરશો
સિસ્ટમ પ્રોટેકશન ઓન ન કર્યું હોય તો ઘણા લોકો રીકવરીને અસંભવ માને છે
પ્રોટેકશન ઓફ હોય તો પણ તમે ફાઈલ રીસ્ટોર કરી શકો છો
– સૌથી પહેલા રેકુવા નામનો એક સોફ્ટવેર ઈન્સ્ટોલ કરો
– સોફ્ટવેરમાં જે તે ડ્રાઈવ ક્લિક કરી ડીપ સ્કેન સિલેક્ટ કરો
ડિપ સ્કેનમાં ઓપ્શન આવે છે જેમાં સો ફાઈલ બિફોર ઈન્ક્રિપ્શન સિલેક્ટ કરો
– જે જે ફાઈલ ઈન્ક્રિપ્ટ થઈ હશે તેના જૂના વર્ઝન સોફ્ટવેર રીકવર કરી આપશે
– રેકુવા એકમાત્ર સોફ્ટવેર ઈન્ક્રિપ્ટેડ ફાઈલ રીકવર કરે છે
અમુક ફાઈલ્સ રેકુવાથી પણ રીકવર કરવી મૂશ્કેલી હોઈ શકે છે જે જતી કરવી પડશે.

FOR MATERIALS, JOB NEWS, GK, CURRENT AFFAIRS, VISIT www.kamalking.in

Subscribe to receive free email updates: