કેટલીક ગાણિતિક વ્યાખ્યાઓ
⛈ ☄એકી સંખ્યા
જે સંખ્યાનો એકમનો અંક ૧,૩,૫,૭. કે ૯ હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યા કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄ બેકી સંખ્યા
જે સંખ્યાનો એકમનો અંક ૨,૪,૬,૮ કે ૦ હોય તેવી સંખ્યાઓને બેકી સંખ્યા કહે છે
➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄ અવયવ
આપેલી સંખ્યાને જે -જે સંખ્યાઓ વડે નિ:શેષ ભાગી શકાય તે-તે સંખ્યાઓ આપેલી સંખ્યાના અવયવ છે તેમ કહેવાય.
➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄વિભાજ્ય સંખ્યા
જે સંખ્યાને બે થી વધુ અવયવો હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄ અવિભાજ્ય સંખ્યા
જે સંખ્યાને બે અને માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄સમચ્છેદી અપૂર્ણાંક
જે અપૂર્ણાંકોના છેદ સરખા હોય તેવા અપૂર્ણાંકો ને સમચ્છેદી અપૂર્ણાંક કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄ વિષમચ્છેદી અપૂર્ણાંક
જે અપૂર્ણાંકોના છેદ સરખા ના હોય તેવા અપૂર્ણાંકોને વિષમચ્છેદી અપૂર્ણાંક કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄શુધ્ધ અપૂર્ણાંક
૧ થી નાના અપૂર્ણાંકોને ને શુધ્ધ અપૂર્ણાંકો કહે છે
અથવા
અંશ નાનો હોય ને છેદ મોટો હોય તેવા અપૂર્ણાંકોને શુધ્ધ અપૂર્ણાંકો કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄અશુધ્ધ અપૂર્ણાંક
૧ થી મોટા અપૂર્ણાંકોને અશુધ્ધ અપૂર્ણાંક કહે છે
અથવા
જે અપૂર્ણાંકોમાં અંશ મોટો હોય ને છેદ નાનો હોય તેવા અપૂર્ણાંકોને અશુધ્ધ અપૂર્ણાંક કહે છે.
⛈⚡શૂન્ય સિવાયની કોઇપણ સંખ્યાને તે જ સંખ્યા ને તે જ સંખ્યા વડે ભાગતાં જવાબ ૧ મળે છે.
⛈⚡ ગુણાકાર એ પુનરાવર્તી સરવાળો છે.
⛈⚡ ભાગાકાર એ પુનરાવર્તી બાદબાકી છે.
⛈⚡ ૦ ને શૂન્ય સિવાયની કોઇપણ સંખ્યા વડે ભાગતાં ભાગાકાર ૦ જ મળે છે.
⛈⚡ કોઇપણ સંખ્યા ના આવયવોની સંખ્યા નિશ્ચિત હોય છે.
⛈⚡ કોઇપણ સંખ્યાના અવયવીઓની સંખ્યા અસંખ્ય હોય છે.
⛈⚡૧ એ દરેક સંખ્યા નો અવયવ છે અને તે નાનામાં નાનો અવયવ છે.
⛈⚡ દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે. અને તે નાનામાં નાનો અવયવી છે.
⛈⚡દરેક સંખ્યા ૧ નો. અવયવી છે.
ગણિત જ્ઞાન
૧,૨,૩,૪,૫.......વગેરે પ્રાકૃતિક સંખ્યાઓ છે.
૦,૧,૨,૩,૪,૫......એ પૂર્ણ સંખ્યા છે.
પહેલો, બીજો, ત્રીજો, ચોથો .....એ ક્રમસૂચક સંખ્યાઓ છે.
૦ એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે.
૧ એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે.
૧ એ વિશિષ્ટ સંખ્યા છે. જે અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી.
૨ એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે.
4 સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે.
૨ એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે.
FOR MATERIAL GENERAL KNOWLEDGE CURRENT AFFAIRS OLD EXAM PAPERS NEW JOB RESULT ETC PLEASE VISIT WWW.KAMALKING.IN