ગુજરાતને મળ્યા પ્રથમ લઘુમતિ મુખ્યમંત્રી : જાણો પુર્ણ પરિચય: Aug 05, 2016



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

��ગુજરાતને મળ્યા પ્રથમ લઘુમતિ મુખ્યમંત્રી : જાણો પુર્ણ પરિચય
������������������

Aug 05, 2016

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે જેમની વરણી થઈ છે, એવા વિજય રૂપાણી એક નોખું-અનોખુ વ્યક્તિત્વ ધરાવનારી સૌમ્ય પ્રતિભા છે. સંઘના સંસ્કાર, શિસ્ત અને સતત પરિશ્રમનો પ્રભાવ એમની કારકિર્દીના પ્રારંભિક પાસાં રહ્યાં છે. ક્રાંતિનો મહિમા 2 ઓગસ્ટ 1956ના રોજ જન્મ આજે 60મા વરસે એમના શિરે એક અપૂર્વ દાયિત્વ માટે આધારભૂત રહ્યો છે...

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી પર પસંદગીનો કળશ ઢોળાયો છે. વિજય રૂપાણી ગુજરાતના 16મા મુખ્યમંત્રી બન્યા છે. ભાજપના ધારાસભ્યોની ફોર્મલ બેઠકમાં આ નામ ઉપર સહમતિ સધાઇ છે વિજય રૂપાણીનો જન્મ 2જી ઓગસ્ટ 1956ના રોજ બર્માના રંગુનમાં થયો હતો. આર્ટ્સ ગ્રેજ્યુએટ અને એલએલબીની ડિગ્રી ધરાવતા ગુજરાતના આ વણિક નેતા વિજય રૂપાણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી વિદ્યાર્થી કાળથી સક્રિય રાજકારણમાં જોડાયા હતા.

બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંગઠનના રંગે રંગાયેલા વિજયની જીવનશૈલી એક અણીશુદ્ધ, કર્મશીલ કાર્યકરને શોભે એ રીતે આગળ વધતી રહી. વિદ્યાર્થી વયથી જ રાષ્ટ્રસેવા, દેશપ્રેમના સંસ્કારનું એમનામાં સિંચન થતું રહ્યું, જૈન પરિવાર અને જન્મજાત શ્રેષ્ઠીના સંસ્કાર જેમની પ્રતિભાનું પ્રબળ પાસું બની રહ્યાં. જન્મ્યા બર્માના રંગુનમાં પણ જીવન ઘડતર અને સંગઠનના ગુણોનું ચણતર રાજકોટમાં થયું. જવાબદારી વહન કરવાની એમની ક્ષમતા અને તત્પરતાને કારણે એ જ્યાં જ્યાં જોડાયા ત્યાં વિજયનું હીર ઝળકી રહ્યું. એ જવાબદારી પછી સંઘ-કાર્ય માટેની હોય કે નવનિર્માણ આંદોલન સમયે છાત્ર સંઘર્ષ સમિતિ માટે હોય રૂપાણીએ ક્યાંય પાછી પાની કરી નથી.

રાષ્ટ્ર નાયક સ્વ. જયપ્રકાશ નારાયણ પ્રેરિત ભ્રષ્ટાચારના વિરોધમાં "છાત્ર સંઘર્ષ સમિતિ"ના નેજા હેઠળ આંદોલન વખતે સૌરાષ્ટ્રમાં લડાયક નેતૃત્વ પૂરું પાડ્યું એમનામાં આગેવાની લેવાની ઈન્તેજારી પ્રબળ હોવા છતાં સ્વાભાવિક લો-પ્રોફાઈલમાં રહી પોતે કાર્યની સમાજ અને કાર્યકરો સાથેનો સમન્વય જાળવી જાત સાથેની વાતમાં વધુ મજબૂત બનતા રહ્યા. રાષ્ટ્ર નાયક સ્વ. જયપ્રકાશ નારાયણ જેવી વિભૂતિની વિચારસરણીના વાહક બની એમણે ઊભી કરેલી છાત્ર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ભ્રષ્ટાચાર વિરોધી ચળવળમાં પોતાની પ્રબળ ઇચ્છાશક્તિને કામે લગાડી અને કોલેજ કાળમાં યુવાનીની ઊર્જાનો ઉત્તમ ઉપયોગ થયો.

��અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના લડાયક આગેવાન

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે કોલેજકાળ દરમિયાન અનેક સફળ આંદોલનોનું નેતૃત્વ કર્યું. પરિષદના કાર્યકર્તા તરીકે રાજકોટ મહાનગર. ગુજરાત પ્રાંતમાં સવિશેષ જવાબદારી સંભાળીને વિદ્યાર્થી આગેવાન તરીકે સમગ્ર ગુજરાતમાં ઉભરી આવ્યા.

��કટોકટી વખતે જેલવાસ... અને સૌથી નાની વયના "મીંસાવાસી..."

લોકશાહીના આત્માને પવિત્ર પ્રેરકતા સાથે શ્રેષ્ઠતા તરફ પહોંચાડવા એ સદા કૃત્તનિશ્ચયી બન્યા હતા. ઈન્દીરા ગાંધી દ્વારા 1975માં લાદવામાં આવેલી કટોકટી વખત જેલયાત્રા પણ ખેડી હતી, ભૂજ અને ભાવનગરની જેલમાં એક વર્ષ સુધી જેલમાં લોકશાહીના ટેકેદાર તરીકે તત્પર બની રહ્યા અને એ પણ સૌથી નાની વયના. "મીંસાવાસી..." લોકશાહીને ગળે ટૂંપો આપી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી. રાતોરાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અનેક સ્વયંસેવકો અને વિવિધ ક્ષેત્રના આગેવાનોની ધરપકડ કરી જેલ ભેગા કરી દેવાયા ત્યારે વિજયની પણ ધરપકડ થયેલી, એ સમયે તેઓને મતાધિકાર પણ ન હતો.
ભાજપમાં સક્રિય
સેવા અને સમર્પણની પ્રબળ ભાવના એમને શહેરના સ્થાનિક રાજકારણમાં ખેંચી લાવી માત્ર 24 વર્ષની વયે એમણે ભાજપમાં સક્રિય પદાર્પણ કર્યું.

��રાજકોટ શહેર ભાજપમાં મહામંત્રી અને રા. મ્યુ. કોર્પોરેશનના કોર્પોરેટર

રાજકારણ થકી જનસેવાની કેડી પર એમનું કર્મઠ પ્રયાણ શરૂ થયું. રાજકોટ શહેરમાં મહામંત્રી અને 1987માં કોપ્રોટેર બન્યા. રાજકોટને એક ઉત્તમ નગરી બનાવવા વિજય એમની સૌજન્ય શૈલીને કામે લગાડતા રહ્યાં.

��રાજકોટ મ્યુ. કોર્પોરેશનમાં "ડ્રેનેજ કમિટી"ના ચેરમેન
નગર નિયોજનમાં એમની નજર સ્વચ્છતા તરફ વધુ શાર્પ હતી. શહેરમાં આરોગ્ય અને સ્વચ્છતા અંગે વધુ ધ્યાન અપાય એ સંદર્ભે એમની વરણી "ડ્રેનેજ કમિટી"ના ચેરમેન તરીકે કરાઈ, આરોગ્ય બાદ શિક્ષણનો વ્યાપ વધે તેવા સ્થાનિક પ્રયાસોમાં એ સતત સામેલ રહ્યા.

��રાજકોટ મ્યુ. કોર્પોરેશનમાં "સ્ટેન્ડિંગ કમિટી"ના સતત આઠ વર્ષ સુધી ચેરમેન
www.kamalking.in

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતત આઠ વર્ષ 1988થી 1996 સુધી કાર્યરત રહી રાજકોટના સર્વાંગી વિકાસ અંગે અનેક વિવિધ વિકાસનાં કામો કર્યાં. સૌરાષ્ટ્રના પાટનગર તરીકે ખ્યાતનામ થયેલા રાજકોટના વિકાસમાં વિજયએ લીધેલા અનેક નિર્ણયોને કારણે લોકો આજે પણ તેઓને યાદ કરે છે.

��રાજકોટ મ્યુ. કોર્પોરેશનમાં "મેયર"

રાજકોટના મેયર તરીકે 1966થી 1997 રહી અનેક વિકાસના કામો કર્યા. "રંગીલા રાજકોટ"માં અનેક પર્યટનના સ્થળોનો વિકાસ તેઓના નેજા હેઠળ થયેલો અને વિજયએ લીધેલા અનેક ક્રાંતિકારી નિર્ણયોને કારણે ઉદ્યોગ ક્ષેત્રનું "હબ" આજે રાજકોટ બન્યું છે.

��સતત ચાર ટર્મ સુધી પ્રદેશ ભાજપમાં મહામંત્રી અને પ્રદેશ પ્રવક્તા

પ્રત્યેક કાર્યમાં એમની પ્રતિબદ્ધતા અને સહકાર્યકરોમાં સેવાપરાયણતાનું જોમ રેડવાની એમની ક્ષમતાએ એમનો રાજકીય પ્રગતિની ગતિમાં તેજી લાવી દીધી. એમની સૌમ્ય સમજદાર અને છટાદાર વાણીના પ્રતાપે પ્રદેશ ભાજપના પ્રવક્તા અને મહામંત્રી તરીકે પસંદગી પામ્યા. પક્ષના આગેવાનો સાથેની એમની વૈચારિક લયબદ્ધતા અને અદના કાર્યકર્તા સાથેની એમની આત્મિયતા, પક્ષના વિકાસ માટેની મજબૂત કડી તરીકે ઉભી આવ્યા. પક્ષના પ્રદેશ પ્રવક્તા તરીકે એમની વિચક્ષણતા, પક્ષની નીતિ અને સિદ્ધાન્તો તથા રોજબરોજની રાજકીય સ્થિતિની સચોટ જાણકારી સાથેના સ્પષ્ટીકરણો થકી એમણે સત્યપરાયણતા માટેના અનેક સમીકરણો બદલી નાખ્યાં.
સંગઠક આગેવાનો સાથેનો એમનો તાલમેલ અદ્દભુત રહ્યો. ભાજપ પ્રદેશ પ્રમુખો સાથેની એમની સહાયક સક્રિયતા પક્ષના પ્રદેશ મહામંત્રીના હોદ્દાની ગરિમા વધારનારી બની. ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રાણા, પુરુષોત્તમ રૂપાલા અને વર્તમાન પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ વગેરે માટે એક આદર્શ સહભાગી બની રહ્યા. એક કુશળ વહીવટકાર અને વાણીની પ્રખરતા સાથેની વિનમ્રતા અને સૌજન્ય એમના વ્યક્તિતત્વમાં ઉજળા પાસા છે, નાનામાં નાના કાર્યકરને પિછાણી લેવામાં એમનામાં રહેલી માનવીય લાગણી, પીઢતા અને સલુકાઈ શ્રેષ્ઠતાએ પહોંચેલા છે. વણીક હોવાને નાતે સત્ય અહિંસાને ધર્મ ગણી આગળ વધતા રહેવાની કુનેહ ધરાવે છે.

માધ્યમો અને પત્રકારો સાથે એક પીઢ પ્રવક્તાના રૂપમાંથી વિજયની ઠાવકાઈ, સૂઝબૂઝ અને સમગ્ર સ્થિતિઓ અંગેની જાણકારી એમનું પ્રવક્તા તરીકેનું વિચક્ષણ પાસું છે. વિજયભાઈ  સારી રીતે અવગત છે કે પક્ષના પાયાની મજબૂતીમાં અદના કાર્યકરોનો આદરને મૂળમંત્ર ગણાય, સહકાર્યકરો હોય કે સાવ છેવાડાના વિસ્તારનો નાનો કાર્યકર હોય સૌ કોઈને માટે વિજય સુધી પહોંચવું સરળ અને સુગમ બનાવવાનો એમનો સ્વભાવે એમને સૌના આદરણીય બનાવ્યા છે. ગુજરાતની ગતિશીલતાનો મંત્ર જરાય ઝાંખો ન પડે, સર્વત્ર જનતા જનાર્દનની અપેક્ષાનો જ વિજય થતો રહે. પક્ષ સંસ્થા અને શાસનની સમન્વયતા થકી કપરા સંજોગોમાં પણ વિજયનું હીર. રાજ્યની ગતિશીલતા માટે ઝળકતું રહે. તેઓની મહામંત્રી તરીકેની કામગીરીના સમય દરમિયાન સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સંગઠનનો વ્યાપ વધતો ગયો અને નાની-મોટી અનેક ચૂંટણીઓમાં વિજય થતો રહ્યો. ગ્રામ પંચાયતથી લઈ લોકસભાની ચૂંટણીઓમાં સીટોનો સતત વધારો થતો રહ્યો. www.kamalking.in
વિજય રહ્યા સંગઠનના માણસ, વ્યક્તિ વિકાસની કેડી પરથી સમાજ વિકાસને કંડાનારા, સમાજ વિકાસની વાત લઈને રાષ્ટ્ર વિકાસ સુધીની મજલ કાપવા જનાંદોલનનું જોમ ેમની વાણીનું રહ્યું, ભારતીય જનતા પક્ષ તરફની નિષ્ઠા વિજયની રગંરગમાં સમાઈ છે.

��ચેરમેન - સંકલ્પ પત્ર અમલીકરણ સમિતિ

1988થી 2002 રાજ્ય સરકારમાં સંકલ્પ પત્ર અમલીકરણ સમિતિના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી અને ચૂંટણીઢંઢેરામાં પક્ષ દ્વારા અપાયેલા સંકલ્પોની પરિપૂર્તિ માટે સતત પાંચ વર્ષ સુધી કામ કર્યું.

��ચેરમેન - ટુરીઝમ કોર્પોરેશન ગુજરાત રાજ્ય

2006માં ટુરીઝમ વિભાગના ચેરમેન તરીકેની એમની કામગીરી થકી "ખુશ્બુ ગુજરાત"ની સમગ્ર દેશ અને પરદેશના પ્રવાસીઓ માટે માટીની મહેકને હસ્ત કારીગરોની રોજગારની તકોને દ્વિગુણી કરવામાં આગળ વધ્યા.

��રાજ્યસભાના સદસ્ય - સાંસદ

2006-12 સુધી રાજ્યસભાના સભ્ય રહી સાંસદ તરીકે જવાબદારી વહન કરી આ દરમિયાન કેન્દ્ર સરકારની વોટર રિસોર્સ કમિટી, સબ ઓર્ડિનેટોલોજી સ્ટેશન કમિટી, હ્યુમન રિસોર્સીસ ડેવલપમેન્ટ કમિટી, પેપર લેડ ઓન ટેબલ કમિટી, ફુડ, કસ્ટમ અફેર્સ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન કમિટી, પબ્લિક અન્ડર ટેકિંગ કમિટી જેવી જુદી જુદી કમિટીઓમાં સભ્ય તરીકે કામગીરી કરી.

"યુનાઇટેડ નેશન ઓર્ગેનાઈઝેશન (યુનો)"માં આપણા દેશનું પ્રતિનિધિત્વ કર્યું. દેશની આર્થિક તેમજ વિદેશ નીતિ અંગે અભ્યાસુ વક્તવ્ય આપીને ઉપસ્થિત વિશ્વના અનેક મહત્વપૂર્ણ દેશોના નેતાઓને ચકીત કરી દીધા. કજાકિસ્તાન અને તુર્કીસ્તાનનો વિદેશ પ્રવાસ પણ ખેડ્યો. તેઓના કાર્યકાળ દરમિયાન ગુજરાતના અનેક પ્રશ્નોને વાચા આપીને ગુજરાતનો બુલંદ અવાજ બન્યા.

��ચેરમેન-ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ

2013માં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તરીકેની કામગીરી સંભાળી અને 159 જેટલી નગરપાલિકાઓને વિકાસની દિશા આપી.
રાજકોટ-69 ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી
વર્ષ 2015માં રાજકોટ-69ની બેઠકના ધારાસભ્ય બન્યા જેમાં જંગી બહુમતી, એમની પ્રજાના પારખવાની ક્ષમતાના પારખા રૂપ બની. કેબિનેટ મંત્રી તરીકે વાહન વ્યવહાર, પાણી પુરવઠા ખાતા અને શ્રમ અને રોજગાર વિભાગનો હવાલો હાથમાં લીધો.

પાણી પુરવઠામાં કામકાજોના વિલંબની વાતો વિજયની કાર્યક્ષમતાને કારણે બંધ થઈ સૌરાષ્ટ્રની સૂકી ધરતીને લીલોતરી અને હરિયાળીમાં ફેરવી દુષ્કાળને ભૂતકાળ બનાવી મંત્રી તરીકે અપાર લોકચાહના મેળવી વિજય હવે સંગઠનસર બની પ્રદેશ ભાજપનું નેતૃત્વ કરશે "શ્રમયોગી કલ્યાણ મેળા", "નવા લેબર લો" અને "યુવીન કાર્ડ" જેવી છેવાડાના માનવી સવલતો યુક્ત યોજના વિજયએ તરતી મૂકી.

સંસ્થા અને સરકારમાં સત્તાનાં સમીકરણો બદલાતા હોય ત્યારે પણ કુનેહથી કામ પાર પાડવામાં એમનો પ્રભાવ કામે લાગતો રહ્યો, નેપથ્યમાં રહી સૌજન્યપૂર્ણ સલુકાઈ સાથે વિજય
એ પક્ષના કટોકટી કાળમાં પ્રશંસક કામગીરી સંભાળી સૌરાષ્ટ્રના પ્રભારી તરીકે એમની સંગઠન ભૂમિકા થકી પક્ષને એ વિસ્તારમાં અખંડિત રાખી પ્રાણવાન બનાવવામાં એમનું પ્રદાન સદા પ્રભાવી રહ્યું.

��ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ

તા. 19 ફેબ્રુઆરી 2016ને શુક્રવાર. મહારાજા છત્રપતિ શિવાજી મહારાજ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક પૂ. માધવરાવ સદાશિવરાવ ગોલવલકરજી - "ગુરુજી"ના જન્મ દિવસે ગુજરાત ભારતીય જનતા પક્ષના 10માં પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક ત્રણ વર્ષ માટે થઇ છે.

��ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વરણી

આનંદીબેન પટેલે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું તેની સાથે જ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે જે પ્રથમ બે નામ આગળ આવ્યા હતા તે હતા વિજય રૂપાણી અને નિતીન પટેલના. જે તે સમયે સૌથી વધુ આગળ ચાલતું નામ હતું વિજય રૂપાણીનું, જો કે તે પછી નિતીન પટેલનું નામ એવું ચાલ્યું હતું કે લોકોને એવું થઈ ગયું હતું કે નિતીન પટેલ ફાઇનલ જ છે. જે તે સમયે વિજય રૂપાણીએ એવું જાહેર કરી દીધું હતું કે તેઓ આ રેસમાં નથી, જો કે શુક્રવારે સાંજે અચાનક મુખ્યમંત્રી પદે વિજય રૂપાણીનું નામ જાહેર થયું હતુ. આ સાથે વિજય રૂપાણી રાજ્યના 16માં મુખ્યમંત્રી બન્યા છે, તેઓ રવિવારે શપથ ગ્રહણ કરશે.

    || કમલ કિંગ ચૌધરી ||
       π| બનાસકાંઠા |π
  !! www.kamalking.in !!

FOR MATERIAL GENERAL KNOWLEDGE CURRENT AFFAIRS OLD EXAM PAPERS NEW JOB RESULT ETC PLEASE VISIT WWW.KAMALKING.IN

Subscribe to receive free email updates: