ઇકોવાન ખરીદી માટે લોન સહાય યોજના
ગુજરાત સરકાર ની નવીન યોજના ઇકો લોન યોજના દર વર્ષે ગુજરાત સરકાર રાજય લોકો ને અલગ અલગ સબસિડી યોજનાઓ શરૂ કરવામાં આવે છે.આજે વાત કરશું એવિજ એક યોજના મારુતિ સુઝુકી ઇકો લોન યોજના ૨૦૨૨ ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ નિગમ દ્વારા આ યોજના નો લાભ આપવા માં આવે છે.
ઇકોવાન ખરીદી માટે લોન સહાય યોજના
ગુજરાત સરકાર ની આ ઇકો લોન યોજના હેઠળ રૂપિયા 5,00,000/- (પાંચ લાખ) ની લોન મળશે આ યોજના થકી ગુજરાત ના ઘણા બધા લોકો ને ફાયદો થશે. લોકો ને પેસેંજર ગાડી માટે આ ખુબજ ઉપયોગી લોન છે.
આ યોજનાગુજરાત રાજયના ગરીબી રેખા નીચે જીવતા અનુસૂચિત જાતિના વ્યકિતઓને લોન અને સહાયના સ્વરૂપમાં નાણાંકીય મદદ પૂરી પાડી તેઓને નિશ્ચિત સમય-મર્યાદામાં ગરીબ રેખા હેઠળ બહાર લાવવાનો આ કોર્પોરેશનનો મૂળભૂત ઉદ્દેશ છે.
યોજનાની ટૂંકી વિગત
આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના આદિજાતિના બેરોજગાર યુવકોને રૂ.૫.૦૦ લાખની મર્યાદામાં ધિરાણ આપવાની યોજના અમલમાં છે. જેમાં ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તેમજ શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/-ની વાર્ષિક આવક મર્યાદા ધરાવતાં કુટુંબો આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજના હેઠળ વ્યાજનો દર વાર્ષિક ૬% છે. સદરહું યોજના અંગે લોનના ત્રિમાસિક હપ્તામાં પાંચ વર્ષમાં ભરપાઇ કરવાની રહે છે.
Documents લિસ્ટ
1. લાભાર્થી નું આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ/પાનકાર્ડ/ડ્રાઈવિંગલાયસન્સ
2. લાભાર્થી અરજદાર નું જન્મ નું પ્રમાણપત્ર
3. લાભાર્થી અરજદાર ના રહેઠાણ નો પુરાવો
4. લાભાર્થી અરજદાર નું જાતિ નું પ્રમાણપત્ર
5. લાભાર્થી અરજદાર નું ઉમર નો પુરાવો
6. લાભાર્થી અરજદાર નો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
7. લાભાર્થી અરજદાર નો સહી નો નમૂનો
How Apply Online ECCO Vehicle Loan 2022
સૌપ્રથમ તમારા મોબાઈલ મા Google Crome મા જઈ ને GSCDC ટાઈપ કરવાનું રહેશે.
ત્યાર બાદ ગુજરાત સરકાર ની SJE ની Official Website સામે બતાવશે.
જેમાં ક્લિક કરવાનું રહેશે
હવે New Register માટે આપને Email ID, મોબાઈલ નંબર, પાસવર્ડ અને Capcha નાખવાના રહેશે.
અને Registration કરવાનું રહેશે.
જ્યા Registration થયા બાદ અરજદાર નાં મોબાઈલ પર Passwords અને Id નો Text Msg આવશે.
ઓનલાઈન અરજી કરવા માટે જે પાસવર્ડ અને આઈડી હોઈ તેના દ્વારા Login થવાનું રહેશે.
હવે ઓનલાઇન અરજી ખુલી ગયા બાદ અરજદાર ની જરૂરી માહિતી નાખવાની રહેશે જેવી કે નામ,સરનામું, આધારકાર્ડ, મોબાઈલ નંબર વગેરે નાખવાનું રહેશે.