કોઈપણ શાકમાં નાખી દો આ ૧ ચમચી મસાલો, આંગળીઓ ચાટતા રહી જશો | KITCHEN KING MASALA MAKING METHOD



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

KITCHEN KING MASALA MAKING METHOD

માત્ર 1 ચમચી મસાલો, કોઈપણ શાકમાં નાખી દો, આંગળીઓ ચાટતા ના રહી જાઓ તો કહેજો

શું તમને તમારી દાળ અને શાકમાં સ્વાદ વધારવા માટે એક મસાલો શોધી રહયા છો, તો તેનું નામ છે કિચન કિંગ અને તેથી જ તેને રસોડાનો રાજા એટલે કિચન કિંગ મસાલા કહેવામાં આવે છે. તે આપણા શાકના સ્વાદને વધારવા માટે એક પરફેક્ટ મસાલો છે.

KITCHEN KING MASALA MAKING METHOD
KITCHEN KING MASALA MAKING PROCESS METHOD


બજારના મસાલામાં સ્વાદમાં થોડો અલગ હોય છે પરંતુ તમે પણ સ્વાદિષ્ટ અને એકદમ ઓથેન્ટિક કિચન કિંગ મસાલો ઘરે બનાવી શકો છો. આના માટે તમારે ફક્ત કેટલાક આખા મસાલાને પીસીને બનાવવાનો છે. તો ચાલો આજની આ રેસિપીમાં જાણીએ તેની સામગ્રી અને તેને બનાવવા રીત અને સ્ટોર કરવાની ટિપ્સ.

જાણી લો કે કિચન કિંગ મસાલા શું છે? કિચન કિંગ મસાલાને તમામ મસાલાઓનો રાજા કહેવામાં આવે છે કારણ કે તે 2 કે 3 નહીં પણ લગભગ તમામ મસાલાઓનો ઉપયોગ કર્યા પછી તે બનેલો હોય છે. ભારતીય ભોજનમાં તેનો સૌથી વધારે ઉપયોગ થાય છે.

તમે તેને પુલાવ, દાળ અને બીજી કોઈપણ પ્રકારના શાકમાં ઉમેરીને તેનો સ્વાદ ડબલ કરી શકો છો. તમે તેને તમારા મુજબ બનવી શકો છે. તમે તેને લસણ અને ડુંગળી વગર પણ બનાવી શકો છો અને ઉમેરીને પણ બનાવી શકો છો. તો ચાલો જાણીયે કિચન કિંગ મસાલો બનાવવા માટે જરૂરી સામગ્રી

કિચન કિંગ મસાલા બનાવવા માટે તમારે 15-16 મસાલાની જરૂર પડશે. તેમાં ઘણા આખા છે અને કેટલાક પીસેલા પણ છે. ધ્યાન રાખો કે તમે આ માટે જે પણ મસાલા લઈ રહ્યા છો તે બધા એકદમ તાજા હોવા જોઈએ. આ માટે તમારે જરૂરી સામગ્રી નીચે મુજબ છે.

સરકારી યોજનાઓની માહિતી માટે અહીં ક્લિક કરો

1 ચમચી જીરું, 1 ચમચી શાહી જીરું, 1 ચમચી સૂકા ધાણાના દાણા, 1 ચમચી પીળી રાઈ, 1/2 ચમચી મેથીના દાણા, 1 ચમચી વરિયાળી, 1 ચમચી ચણાની દાળ, 12-15 કાળા મરી, 8-10 લવિંગ, 1/2 નાની ચમચી જાવિત્રી, 6 લીલી ઈલાયચી, 4 મોટી ઈલાયચી, 2-3 તજ, 3 ચક્રફુલ, 6-7 લાલ સૂકા મરચા, 1 ટીસ્પૂન જાયફળ પાવડર, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી સૂકા આદુનો પાવડર (સૂંઠ) અને 1 સંચળ.

કિચન કિંગ મસાલો બનાવવાની રીત :

મસાલો બનાવવા માટે બધા મસાલા ભેગા કરીને પેનમાં ગરમ કરો અને તેમાં સૂકા લાલ મરચાંને શેકતી વખતે 3-4 મિનિટ સુધી સતત હલાવતા રહો. તેનો રંગ ઘાટો થઈ જાય પછી તેને બહાર કાઢીને બાજુ પર રાખો.

હવે એ જ પેનમાં ચણાની દાળને ધીમી આંચ પર ધીમા તાપે સોનેરી થાય ત્યાં સુધી શેકીને બાજુ પર રાખો. એ જ પેનમાં જીરું, શાહી જીરું, વરિયાળી, ધાણા, મેથીના દાણા અને પીળી રાઇને ધીમી આંચ પર ત્યાં સુધી શેકી લો જ્યાં સુધી તેમાંથી સુગંધ આવવા લાગે. પછી તેને પેનમાંથી બહાર કાઢીને રાખો.

સરકારી નોકરી ભરતીના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પછી કાળા મરી, વરિયાળી, લીલી ઈલાયચી, કાળી ઈલાયચી, તજ, લવિંગ અને જાવિત્રીને ધીમી આંચ પર સુગંધ આવે ત્યાં સુધી શેકીને બાજુ પર રાખો. હવે બધા શેકેલા મસાલાને સંપૂર્ણપણે ઠંડા થવા દો. હવે તમે ગ્રાઇન્ડરમાં સૂકી શેકેલી બધી સામગ્રી ઉમેરીને સારી રીતે પીસી લો.

Easy Area – Land Measure ApkSignature Creator
Online Map Gujarat All Village MapBest Eye Test App
Read Along Best Mobile ApplicationVehicle Owner Details
Recover Deleted Contact NumbersPassport Size Photo Resizer
Avast Antivirus Scan & Remove VirusGoogle Fit Android App

એકવાર પીસી લીધા પછી તેમાં જાયફળ પાવડર, હળદર પાવડર, સૂકા આદુનો પાવડર અને સંચળ ઉમેરીને ફરી એકવાર મસાલાને પીસી લો. તો તૈયાર છે તમારો તાજો કિચન કિંગ મસાલો. હવે આ મસાલાથી તમે દરેક વાનગીનો સ્વાદ બમણો કરી શકો છો. હવે જાણી લો કિચન કિંગ મસાલાને યોગ્ય રીતે સ્ટોર કેવી રીતે કરવો.

હેલ્થ ટિપ્સ (આરોગ્યની જાણકારી) માટે અહીં ક્લિક કરો (ટચ કરો)

જ્યારે તમે આ મસાલો બનાવી લો તો તરત જ તેને એરટાઈટ કન્ટેનર અથવા જારમાં ભરીને સ્ટોર કરો અને તેને ઓરડાના તાપમાને એક મહિના સુધી રાખો. જો તમે એક મહિનામાં બધા મસાલાનો ઉપયોગ નથી કરી શકતા તો થોડા મસાલાને રસોડામાં રાખીને બાકીના ને ફ્રિજમાં રાખો. આનાથી મસાલો લાંબા સમય સુધી તાજો રહે છે અને બગડશે નહીં.

તમે વધારે પ્રમાણમાં આ મસાલાને બનાવીને સરળતાથી 1 વર્ષ સુધી ફ્રીઝ કરી શકો છો. હવે આ રીતે તમે પણ બધા માટેનો એક જ મસાલો બનાવી લો અને લાંબા સમય સુધી સ્ટોર કરી લો. જો તમારી પાસે થોડી સામગ્રી ના પણ હોય તો પણ તમારી પસંદગી અનુસાર વધુ કે ઓછા કરીને મસાલો બનાવી શકો છો.

અમને આશા છે કે તમને કિચન કિંગ મસાલો બનાવવાની આ રેસિપી ગમી હશે.

Subscribe to receive free email updates: