શું તમે બરફના ફાયદા જાણો છો? ના જાણતા હોય તો જાણી લેજો. આ ઉનાળામાં બહુ કામ લાગશે.



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

શું તમે બરફના ફાયદા જાણો છો? ના જાણતા હોય તો જાણી લેજો. આ ઉનાળામાં બહુ કામ લાગશે.


મિત્રો, અત્યારે ગરમી ની સીઝન ચાલુ થઈ ગઈ છે તો ઠંડુ ખાવાની કે પીવાની મજા આવી જાય છે. જો પાણી ઠંડુ ના હોય તો તરસ ભાગતી જ નથી તેવું લાગે છે. જો ગરમી બહું હોય તો બરફ ખૂબ જ કામ આવે છે. ગરમીમાં બરફ વગર ચાલે જ નહિ. બરફ ગરમીમાં ઠંડક નો અહેસાસ કરાવે છે.


ઉનાળામાં તો પાણી જાણે ગરમ કર્યું હોય તેવું માટલી માં ગરમ થઇ જાય છે પરંતુ તમે તેમાં બરફ નાખીને પીવો તો પાણી પીવાની મજા આવી જાય છે. કેટલાક લોકો તો નાવા ના પાણી માં પણ બરફ નાખીને સ્નાન કરતા હોય છે. ઉનાળામાં તો લોકો શેરડીનો રસ પિતા હોય તો તેમાં પણ બરફ નાખીને પીતા હોય છે બરફ વાળો રસ પીવાની ખૂબ જ મજા પડતી હોય છે.

ઉનાળો આવે એટલે કેટલાક મિત્રો ને શરીર પર ઝીણી ઝીણી અળાયો નીકળતી હોય છે તો તમે બરફ નો ટુકડો લઈ શરીર પર જે જગ્યાએ અળાયો હોય ત્યાં હળવા હાથે ઘસો તો અળાયો બેસી જશે અને તેના લીધે આવતી ખંજવાળ પણ મટી જશે.

કેટલાક ને ઉનાળો શરૂ થાય તો ચહેરા પર ઓઇલી ત્વચા હોય એવું લાગે છે તો તમે બરફ નો ટુકડો કપડાં માં વીંટાળીને ચહેરા પર હળવા હાથે ઘસો તો ત્વચા એકદમ મુલાયમ થઈ જશે અને ગ્લો પણ આવશે. બરફ મિત્રો આપણ ને અનેક રીતે ઉપયોગી છે. ઉનાળામાં કોઈ મહેમાન આવ્યા હોય તો લીંબુ અને ફુદીનાની સિકનજી માં બરફના નાના નાના ટુકડા નાખીને આપો તો મહેમાન પણ ખુશ થઈ જશે.

ખેતરમાં કામ કરતા મિત્રો ને કાંટો વાગ્યો હોય તો તે જગ્યાએ પેલા બરફ ઘસો કાંટો વાગ્યો હોય તે ભાગ સુન્ન થઈ જશે પછી સોય કે સેપ્ટિપિંન વડે કાંટો કાઢો જેથી કાંટો ઝડપથી નીકળી જશે અને દુખાવો પણ થશે નહી.

ઉનાળામાં ક્યાંક જઈને આવ્યા હોય તો માથું બઉ જ દુખતું હોય છે તો તમે બરફ ના ટુકડાને રૂમાલ માં વીંટાળી ને માથા પર ઘસો કાતો મૂકી રાખો તો માથા માં ઠંડક થઈ જશે અને દુખાવો પણ મટી જશે. મિત્રો તમે નઈ જાણતા હોય કે ઉલટી થતી હોય તો બરફ નો નાનો ટુકડો મોમાં મૂકી ધીમે ધીમે ચૂસવાથી ઉલટી થતી બંધ થઈ જશે.

શરીર પર કોઈ જગ્યાએ વાગ્યું હોય અને દુખતું હોય કે લોહી નીકળતું હોય તો બરફ નો ટુકડો લઇ હળવા હાથે ઘસો તો લોહી નીકળતું બંધ થઈ જશે અને દુખાવો પણ ગાયબ થઈ જશે. મિત્રો અમુક ને ઉનાળો આવે એટલે પગ ના તળીયા માં વાઢીયા પડે છે અને સતત દુખાવો થાય છે, તો તમે બરફ નો ટુકડો સવાર સાંજ ઘસવાથી દુખાવો મટી જાય છે.

જો મિત્રો તમે ઈન્જેકશન લીધું હોય કે કોઈ રસી લીધી હોય તો ત્યાં બરફ ઘસવાથી દુખાવો થશે નઈ અને લોહી જામ પણ થશે નહી. જો શરીર નો કોઈ ભાગ દાઝી ગયો હોય તો ત્યાં તરત જ બરફ ઘસવાથી બળતરા થશે નહી અને ફોલ્લા અને દાગ પણ થશે નહી.

જો મિત્રો તમને એમ લાગતું હોય કે તમારા ચહેરા પર સતત સોજો રહ્યા કરે છે તો બરફ નો ઉપયોગ કરવો તમારા માટે લાભદાયક રહેશે, જે જગ્યાએ સોજો લાગતો હોય તે જગ્યાએ હળવા હાથે ધીમે ધીમે બરફ નો ટુકડો ઘસો તો થોડીજ વાળ માં સોજો દૂર થઈ જશે. ઘણા મિત્રો ને આંખ ની નીચે કાળા કુંડાળા જેવા દાગ હોય છે તેવા

મિત્રો દરરોજ બરફ નો ટુકડો તે જગ્યાએ ઘસવાથી થોડાક જ દિવસ માં દાગ દૂર થશે, તેની સાથે સાથે આંખ માં ઠંડક પણ થશે. કેટલાક મિત્રો બીમાર હોય તો કડવી દવા ખાતા પેલા મોઢું બગાડતા હોય છે, તેવા મિત્રો એ દવા ખાતા પેલા બરફ નો નાનો ટુકડો લઇ મોમાં થોડી વાર ચૂસી પછી દવા ખાઓ તો તમને દવા કડવી લાગશે નહી.

Subscribe to receive free email updates: