આટલું ધ્યાન રાખશો તો ક્યારેય નહીં થાય ન્યુમોનિયા. જાણો ન્યુમોનિયા ના લક્ષણો અને તેના ઘરેલું ઉપાયો.
મિત્રો આજના આ લેખમાં અમે તમને એક બીમારી વિશે વાત કરવાના છીએ જેનું નામ છે નિમોનિયા નિમોનિયા શું છે? શેનાથી થાય છે અને આ બીમારીના લક્ષણો શું છે તેના વિશે આજના આ લેખમાં અમે તમને વાત કરવાના છીએ અને એવા કેટલાક ઘરેલુ ઉપચાર વિશે આપણે જોઈશું.
મિત્રો નિમોનિયા એક ફેફસાની બીમારી છે મિત્રો આ બીમારીમાં ફેફસામાં કફ, શરદી અને ઉધરસ થઈ જાય છે અને આની સાથે સાથે ફેફસામાં સોજો આવી જાય છે મિત્રો ન્યુમોનિયા થવાનું કારણ શું હોય છે તેના વિશે આપણે જાણીશું.
મિત્રો બૅક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે આ બીમારી થતી હોય છે. વાયરસ ફૂગ માઇક્રો પ્લાઝ મા બેક્ટેરિયા આ કારણ થી ન્યુમોનિયા જેવી બીમારી થતી હોય છે મિત્રો કોઈ વ્યક્તિને કોઈ જૂની બીમારી હોય, અમુક વ્યક્તિઓ ધુમ્રપાન કરતા હોય અથવા તો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય આવા લોકોને ન્યુમોનિયા થવાના ચાન્સ વધારે હોય છે.
હવે આપણે ન્યુમોનિયા ની બીમારીના લક્ષણો વિશે વાત કરીશું ન્યુમોનિયા માં વ્યક્તિને તાવ આવતો હોય છે શરીરમાં ઠંડી લાગે અને ઉધરસ આવે છે અને આ ઉધરસ માંથી કફ થવાની શક્યતા છે મિત્રો શ્વાસમાં તકલીફ પડે છે મિત્રો આ બીમારીના કારણે શરીરમાં થાક લાગી જાય છે.
મિત્રો આ બીમારી બે વર્ષથી નાના બાળકને અને ૬૫ વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિને વધારે થાય છે મિત્રો તમને ચાર-પાંચ દિવસથી સતત ખાંસી ને ઉધરસ આવે છે અને કફ ની સમસ્યા વધારે હોય તો તમારે ડોક્ટર પાસે જઈને ચેક કરવું જોઈએ અને આ સમસ્યા હોય તો તમને નિમોનિયા હોઈ શકે છે.
મિત્રો આ ના દેશી ઉપાય વિશે આપણે જોઈશું તો નાસ લેવાથી આ બીમારીમાં ખૂબ જ રાહત મળે છે. મિત્રો થોડું હૂંફાળું પાણી લઇ તેમા થોડુ મીઠું ઉમેરીને તેના કોગળા કરવામા આવે તો આ બિમારી મા રાહત મળે છે. મિત્રો આદુ અને મધની ચા પીવાથી ન્યુમોનિયા ની બીમારી માં ખૂબ જ રાહત મળે છે.
ગરમ પાણીમાં હળદર અને મીઠું નાખી ને તેનું સેવન કરવાથી ન્યુમોનિયા માં ખૂબ ફાયદો થાય છે રાત્રે સૂતી વખતે થોડી મેથી ના દાણા પાણીમાં પલાળી સવારે પીવાથી શરીરમાંથી કફ છૂટો પડે છે અને ન્યુમોનિયા માં રાહત મળે છે. મિત્રો આ બીમારીથી બચવા માટે પ્રોટીન યુક્ત ખોરાક ખાવો ખૂબ જ જરૂરી છે.
જો મિત્રો તમને ન્યુમોનિયા ની બીમારી છે તો તમારી વિટામિન સી થી ભરપૂર એવા ફળોનું સેવન કરવું જોઈએ અને ખોરાકમાં ભરપુર પ્રોટીન યુક્ત ખોરાક ખાવો જોઈએ મિત્રો આ બધા દેશી ઘરેલુ ઉપાયથી તમે ન્યુમોનિયા માં ખૂબ જ રાહત મેળવી શકો છો અને આ બીમારીઓ થતી અટકાવી શકો છો.