અજમાવો આ ઘરેલુ ઉપચાર અને કાયમ માટે કરો ગોઠણના દુખાવાને દૂર.
આ ઘરેલુ ઉપચાર અજમાવો અને કાયમ માટે કરો ગોઠણના દુખાવા દૂર.
હાલના સમય માં દરેક લોકોમાં ખાસ કરીને જોવા મળતી ભયાનક કહી શકાય તેવી બીમારી એ ગોઠણના દુખવા છે. જુવાન લોકોથી માંડીને વૃદ્ધઓ માં પણ જોવા મળે છે. આજકાલ લોકો તેનાથી ખુબજ પરેશાન છે. વાયુ ના વધુ પડતા પ્રકોપ ને કારણે ગોઠણમાં દુખાવા જોવા મળે છે જ્યાં વાયુ વધારે હોય ત્યાં દુખવા વધારે થાય છે. વાયુજન્ય રોગો ને વ્યાધિ કહેવામાં આવે છે. જેના કારણે ગોઠણના દુખાવો થાય છે. જ્યાં ત્રણ કરતા વધારે સાંધા ભેગા થાય તેને સંધિવા કહેવાય છે તેમ શરીરના દરેક સાંધા દુઃખે છે એવું થવાનું કારણ અપરિપક્વ ખોરાક નો રસ અને કાચો ચીકણો પદાર્થ ભેગો થવાથી સાંધામાં દુખવા કરે છે એવું ગોઠણના દુખાવામાં થતું હોવાને કારણે સતત દુખે છે અને સોજો આવે છે.
ગોઠણના દુખાવા થવાનું મુખ્ય કારણ છે વાયુ. વાયુ ઉત્તપન્ન થાય તેવો ખોરાક ખાવાથી વાયુ સાંધામાં ભેગો થાય છે અને દુખાવા થાય છે. વધુ પડતા ખારા રસનું સેવન કરવાથી વાયુ રોગોમાં વધારો થાય છે. વધુ પડતા ઉજાગરા કરવાથી, ઉપવાસ કરવાથી અને વધુ પ્રમાણ માં વ્યાયામ કરવાથી ગોઠણના દુખાવા વધે છે. ઇજા કે પડી જવાથી વાયુનો પ્રકોપ વધે છે જેના કારણે વાયુ વધે છે અને ગોઠણના દુખાવા પણ વધે છે. કફ અને રક્ત માં બદલાવ વાયુ ને કારણે થાય છે. આમગાઉટ નામના રોગ માં પણ દુખાવા થાય છે અને સોજા આવે છે. શરીર માં યુરિક એસિડ નું પ્રમાણ વધવાથી લોહી સાથે ભરી જાય છે જેના કારણે મોટા સાંધાઓમાં દુખાવો થાય છે. તે પરિણામે ગાંઠ બને છે અને તે ભાગ કઠણ બની જાય છે.
સાંધાના દુખાવા માંટે મુખ્ય લક્ષણ નાની ઉંમરે દુખાવા થાય છે ત્યારબાદ ઉંમર વધતા સોજો આવે છે. ગોઠણ પર હાથ મુકવાથી ગરમ લાગે અને ચાલવા બેસવાથી સતત દુખાવા થાય અને સોજો આવે પછી ચામડી લાલ થઈ જાય તો સમજવું ગોઠણના દુઃખવાની શરૂઆત થઈ ગઈ છે એવું થાય તો તરતજ સારવાર કરવી જોઇએ.નહિતર ઓપરેશન કરાવવું પડે છે.
ગોઠણના દુખાવા માટેના ઉપચાર:-
નગોર નામની વનસ્પતિ ના પાનને બાંધીને વ્વરાળીયો શેક કરવાથી દુખાવામાં રાહત થાય છે.સૂંઢ અને મધ ના ચૂર્ણને ચાટવાથી પણ દુખાવા મટી જાય છે હરડે ખાવાથી આમરસ મટે છે અને દુખાવા થતા નથી. ગળો, અશ્વગંધા, સાટોરી ,હળદર વગેરે નું સેવન કરવાથી પણ લાભ થાય છે. મોટી ઉંમરે હાડકા નબળા ન પડે તે માટે ખજૂર, ગાયનું ઘી, લીલા શાકભાજી વગેરે ખાવા જોઈએ. માત્ર કેલ્શિયમ અને વિટામિન મળે તેવું એકલો ખોરાક ન ખાવો જોઈએ.