દાડમ ખાવાથી મળે છે જબરદસ્ત ફાયદા. ગમે તેવા જાડા મટાડે છે દાડમ.
મિત્રો,ફળો એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે પણ આપણને જે ફળ ભાવે તેજ આપણે ખાતા હોઈએ છીએ. નાના બાળકો થી માંડીને વૃધ્ધો પણ દાડમ ના ફળ ને ખાતા હોય છે, દાડમ મીઠું ફળ છે. દાડમ એ એક એવું ફળ છે કે જેના અનેક ફાયદા છે મિત્રો.
દાડમ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ગણા વિટામીન થી પણ ભરપૂર હોય છે. દાડમ ના દાણા એકલાજ નહિ પરંતુ તેના પાન પણ ઔષધ તરીકે ખૂબ જ ઉપયોગી છે. આમ દાડમ ના એક નહી પણ અનેક ફાયદા છે.
સ્વાદરસ દાડમ માં ઝીંક, વિટામિન એ, સી, ઈ અને ફોલિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે.
ઘણા લોકો એવા હોય છે કે જેમને લોહી ની કમી હોય છે, તેવા મિત્રો દાડમ ની સીઝન માં દાડમ નું સેવન કરવું જોઈએ જેથી લોહી ની કમી ઝડપથી દૂર થાય અને નેચરલી લોહી મળી રહે. દાડમ ના પાન પીસીને દાઝ્યા પર લગાવવામાં આવે તો બરતરા દૂર થાય છે, અને આરામ મળે છે.
મિત્રો તમે જાણ્યું હશે કે કદાચ દાડમ હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારી છે.દરરોજ દાડમ નું સેવન કરવાથી હૃદય તંદુરસ્ત રહે છે. જે સ્ત્રીઓ ને ગર્ભધારણ કરવામાં તફલિક પડતી હોય તેમને દાડમની તાજી કળીઓ પીસીને પાણી સાથે મિક્સ કરી ગાળી ને પીવાથી ગર્ભધારણ ક્ષમતામાં વધારો થાય છે.
જે મિત્રો ને દાંત અને પેઢાં માંથી લોહી નીકળતું હોય તેમને દાડમના ફૂલ સૂકવીને તેનો પાવડર બનાવી દિવસ માં 2 થી 3 વાર દાંત સાફ કરવાથી લોહી નીકળતું બન્ધ થશે અને દાંત મજબૂત થશે. દાડમના ગુણ પાચક-ડાયજેસ્ટિવ, રુચિકર પેલેસ્ટેબલ, તૃપ્તિ કરાવે તેવું, બળ વધારે તેવું અને આંતરડામાં થતા વધુ પડતા મ્યુક્સ ને અટકાવે છે.
10 ગ્રામ દાડમ ના પાન લઇ અડધા લીટર પાણી માં ઉકાળી પાણી ઠંડુ થયા બાદ તેના કોગળા કરવાથી મોં ના ચાંદા માં રાહત મળે છે. દરરોજ દાડમના રસ નું સેવન કરવાથી હિમોગ્લોબીન નું સ્તર જાળવી રખાય છે. તેમજ બ્લડપ્રેશર અને પાચનની સમસ્યા સિવાય અન્ય બીમારીનો ભોગ બનેલા વ્યક્તિ માટે પણ દાડમ ખુબજ ફાયદાકારક છે.
દાડમના રસના સેવન થી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સામાન્ય રોગો અને ચેપ થી રક્ષણ આપે છે. એસિડીટી થી છાતીમાં બળતરા થતી હોય તો દાડમ ના રસ માં સાકર નાખીને પીવાથી રાહત મળે છે.
અમુક લોકો લાંબી બીમારી માં પસાર થતા હોય છે દવાઓ ની સાઈડઈફેક્ટ ના કારણે જીભ નો સ્વાદ બગડી ગયો હોય છે, તો દાડમ ના દાણા સાથે કાળી દ્ધાક્ષ,અને સાકર ચાવીને ખાવાથી જીભ ની સ્વાદ પારખવાની ક્ષમતા પાછી આવે છે.
મિત્રો દાડમ ના દાણા નો રસ તો પીવાની ખૂબ જ મજા પડી જાય છે તેનાથી શરીર માં ઠંડક મળે છે. ઝાડા, મરડો, છાતીમાં દુખાવો, હૃદયરોગ, ઉધરસ, અપચો જેવા રોગો ને મટાડવા દાડમ નું બનેલું ચૂર્ણ ખૂબ જ લાભદાયક છે. દાડમના ફળ ની છાલ પાણી માં ઘસીને ચાટવાથી નાના બાળકોને ઉધરસ મટે છે.
મિત્રો આમ દાડમ ને અનેક બીમારી ની અચૂક દવા માનવામાં આવે છે. જો આવી કુદરતની મળેલી ભેટ નો આપણે ઉપયોગ કરીએ તો ઘણા ફાયદા થતા હોય છે.