પગની એડીથી લઈને માથાની ચોટી સુધી બધા જ રોગો દૂર કરવાનું કામ કરે છે આ 100 ટકા અસરકારક ચૂર્ણ.
સામાન્ય રીતે તમે આજ પહેલા ત્રિફળા વિશે તો ઘણી વખત સાંભળ્યું જ હશે. તેમાં રહેલા ઔષધીય ગુણધર્મો ને લીધે તેને ઓળખવામાં આવે છે. આર્યુવેદમાં જો કોઈ ઔષધિનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતો હોય તો તે ત્રિફળા છે. આ જડીબુટ્ટી નો ઉપયોગ આર્યુવેદમાં ઘણા સમયથી કરવામાં આવે છે.
હજારો વર્ષોથી તેનો ઉપયોગ કરીને ઘણા લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. તમે તેનો પાવડર સ્વરૂપે અથવા તો બીજા કોઈ સ્વરૂપે ખાઈ શકો છો. વળી તેનાથી કોઈ આડઅસર પણ થઈ શકતી નથી.
તમને જાણીને આશ્ચર્ય થશે કે તેના સ્વાસ્થય લાભોને લીધે તેનો વિદેશમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આજના લેખમાં અમે તમને ત્રિફળા ચૂર્ણ નું સેવન કરવાથી કયા લાભ થાય છે અને કંઈ બીમારીઓ દૂર કરી શકાય છે, તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ઈનવર્લ્ડ જર્નલ ઓફ ફાર્મસી એન્ડ ફાર્માસ્યુિકલ્સ સાયન્સ અનુસાર ત્રિફળા તમારા વજનમાં ઘટાડો કરવા માટે પણ કામ કરી શકે છે. આ એક પાવરફુલ ઔષધિ છે, જે તમારા પેટ અને નાના, મોટા આંતરડાને સાફ કરવા માટે કામ કરે છે. તેનાથી શરીરમાં જામી ગયેલી બધી જ ઔષધિ બહાર નીકળી જાય છે. તો ચાલો આપણે વિગતવાર તેના ફાયદા વિશે જાણીએ.
સામાન્ય રીતે જ્યારે તમે ત્રિફળાનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારી પાચનક્રિયા સારી થઇ જાય છે. જેના લીધે તમે કોઈપણ ખોરાક આસાનીથી પચાવી શકો છો. વળી તેનાથી તમારા શરીરમાં ચરબીના થર પણ જામી શકતા નથી. જે વજન ઓછું કરવા માટે ખૂબ જ જરૂરી છે. જો તમને કબજિયાત, એસિડિટી, ગેસ અને અપચોની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો પણ તમે ત્રિફળાનો ઉપયોગ કરી શકો છો.
એક રિપોર્ટ અનુસાર ત્રિફળા ચૂર્ણ કેન્સરના કોષોને દૂર કરવા માટે પણ કામ કરે છે. હકીકતમાં તેમાં એવા પોષક તત્વો મળી આવે છે, જે કેન્સર કોષના ગ્રોથને અટકાવે છે અને તમારા પેટને એકદમ સાફ રાખે છે. આનાથી તમારા પેટના કેન્સર થવાનો ભય એકદમ ઓછો થઈ જાય છે. તેમાં પાવરફુલ એન્ટી ઓક્સિડન્ટ હોય છે, જેમ કે ગાર્લિક એસિડ અને પોલીફેનલસ વગેરે… જેનાથી આપણે કેન્સરના કોષોથી બચી શકીએ છીએ.
ત્રિફળામાં એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે, જે તમારા શરીરમાં રક્ષણાત્મક તરીકે કામ કરે છે. આ ફ્લેવોનોઈડ્સ, પોલીફેનોલ્સ, ટેનીન, સેપોનીન વગેરે છે, જે તમને ઓક્સિડેટીવ સ્ટ્રેસમાંથી રાહત આપી શકે છે.
જેનાથી તમારા શરીરને મુક્ત રેડિકલથી સુરક્ષિત કરી શકે છે અને બળતરા જેવા ક્રોનિક રોગોથી પણ સુરક્ષિત કરી શકે છે. ત્રિફળાનું નિયમિત સેવન તમને ડાયાબિટીસ, કેન્સર અને હૃદયની બીમારીઓથી બચાવી શકે છે.
તેમાં મળી આવતા એન્ટી ઓક્સિડન્ટ ત્વચા માટે પણ એકદમ કારગર માનવામાં આવે છે. ઘણા લોકો ત્રિફળા નો ઉપયોગ પોતાની સ્કિન પર કરતા હોય છે. જે તમારી સ્કિન સમસ્યાઓ જેમ કે ખીલ, ડાઘ વગેરેથી રાહત અપાવે છે અને તમારા સ્કિન સેલ નું રક્ષણ કરે છે.
ત્રિફળાનું સેવન કરવાથી માનસિક સ્થિતિ માં પણ સુધારો થાય છે. ઘણા અધ્યનોમાં સાબિત થયું છે કે ત્રિફળા તમને ચિંતા અને તણાવથી રાહત આપવા માટે કામ કરે છે. જે તમારા મૂડને પણ સુધારવા માટે કામ કરે છે. તમે ત્રિફળાનો ઉપયોગ પાણી સાથે અથવા તો મધ અને તજ સાથે મિક્સ કરીને સેવન કરી શકો છો.