ખાલી 1 જ દિવસમાં પેશાબમાં બળતરા અને કિડની સ્ટોન થી રાહત અપાવશે આ ચમત્કારિક પાન.
દોસ્તો આપણા આયુર્વેદમાં એવી ઘણી વસ્તુઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ કરીને આપણે ડોકટર પાસે ગયા વિના ઈલાજ કરી શકીએ છીએ. વળી તેનાથી લાંબા ગાળે આડઅસર પણ થતી નથી. આવી જ એક ઔષધિ પથ્થરચટ્ટા છે. જેના પાન કોઈ દવા કરતા ઓછા નથી અને તેની મદદથી તમે ઘણી બીમારીઓનો ઈલાજ કરી શકો છો.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને પથ્થર ચટ્ટાના પાનથી કંઈ બીમારીઓ દૂર કરી શકાય છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, તેના વિશે વાત કરવા જઈ રહ્યા છે. તમને કહી દઈએ કે તમે પથ્થરચટ્ટાનો ઉપયોગ કરીને પેશાબનો વિકાર, બળતરા, કીડીની સ્ટોન વગેરે સમસ્યાઓ દૂર કરી શકો છો.
આર્યુવેદ અનુસાર પથ્થરચટ્ટાનો ઉપયોગ પથરી દૂર કરવા સિવાય શરીરને ડિટોકસ કરવા માટે થાય છે. તેના રેચક ગુણ મળી આવે છે, જે કબજિયાત અને ગેસની સમસ્યા પણ દૂર કરી શકે છે. તો ચાલો આપણે હવે પથ્થરચટ્ટાનો ઉપયોગ કરવાથી થતા લાભ વિશે જાણીએ.
કીડીની સ્ટોન (પથરી)થી રાહત :- પથ્થરચટ્ટાના પાન કિડની માં રહેલી પથરી બહાર કાઢવા માટે કામ કરે છે. આ માટે સૌથી પહેલા 40થી 50 મિલિલીટર પથ્થરચટ્ટાનો ઉકાળો તૈયાર કરી લો. હવે તેમાં 500 મિલિગ્રામ શિલાજિત અને 2 ગ્રામ મધ મિક્સ કરી લો. હવે આ ખાસ ડ્રીંક નું દિવસમાં થોડુંક થોડુંક કરીને વે વખત સેવન કરવી પડશે. તેનાથી તમારી કિડનીમાં રહેલી પથરી બહાર આવી જશે.
મૂત્ર વિકાર દૂર કરવા માટે :- જો તમારા પેશાબમાં બળતરા થઇ રહી છે અથવા અન્ય કોઈ પેશાબ બિકરનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે પથ્થરચટ્ટાનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે સૌથી પહેલા 5 મિલીલીટર પથ્થરચટ્ટાના પાનનો ઉકાળો બનાવી લો. હવે તેમાં 2 ગ્રામ મધ મિક્સ કરી લો. હવે તમે તેને દિવસમાં બે વખત સેવન કરી શકો છો. તેનાથી ખાસ કરીને પુરુષોને મૂત્ર વિકારમાં લાભ થશે.
હાઈ બ્લડ પ્રેશર કાબુમાં આવી જાય છે :- જો તમે હાઈ બ્લડ પ્રેશરના પીડિત છો તો પથ્થરચટ્ટાનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે તમારે પથ્થરચટ્ટાના પાનનો અર્ક તૈયાર કરીને દિવસમાં બે થી ત્રણ વખત તેનું સેવન કરવું પડશે.
ઇન્ફેક્શન થવા પર લાભકારી :- ઇન્ફેક્શન થવા પર પથ્થરચટ્ટા ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે સૌથી પહેલા પથ્થરચટ્ટાના પાનનો ઉકાળો બનાવી લો. હવે 40થી 50 ગ્રામ ઉકાળો લઈને તેમાં 2 ગ્રામ મધ મિક્સ કરીને તેનું સેવન કરો શકો છો. આ જાદુઈ ઉકાળાનું સેવન મહિલાઓ બેથી ત્રણ વખત કરી શકે છે.
લ્યુકેમિયા થી રાહત :- જો તમે લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સરનો સામનો કરી રહ્યા છો તો પણ પથ્થરચટ્ટાનો ઉપયોગ કરી શકાય છે. આ માટે તમારે પથ્થરચટ્ટાનો અર્ક તૈયાર કરીને તેનું સેવન કરવું જોઈએ. દીવસમાં તેનું બેથી ત્રણ વખત સેવન કરવાથી કેન્સરના કોષોનો નાશ થાય છે.