BEET ROOT JUICE USE AND BENEFITS
બીટના આયુર્વેદિક અને ઔષધિય ઉપયોગ, સેવન, ગુણ અને ફાયદા
બીટઑક્સીજન વધારી લોહીની કમી દૂર કરવા ઉપરાંત 50થી વધુ રોગોનો કાયમી સફાયો કરતો અસરકારક ઉપચાર છે આનું સેવન..
બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ડૉક્ટરથી લઇને ઘરમાં વૃદ્ધ દાદા દાદીનું માનવું છે કે બીટનો જ્યુસ, અથવા એને સલાડના રૂપમાં ખાવાથી હંમેશા જવાન મહેસૂસ કરો છો. તેની અંદર ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન હોય છે તથા તેની અંદર ખૂબ જ નહિવત માત્રામાં ચરબી હોય છે.
આથી તેનું જ્યુસ બનાવી તેનું સેવન સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. બીટ પ્રાકૃતિક સુગરનો સૌથી સારામાં સારો સ્ત્રોત માનવામાં આવે છે. તો આજે અમે તમને જણાવીશું બીટના ફાયદાઓ વિશે.
બીટમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ રહેલું છે. જેના કારણે શરીરમાં સ્નાયુઓમાં વધુ સારી રીતે કાર્ય કરે છે. શરીરમાં પોટેશિયમના અભાવને કારણે નબળાઈ, ખંજવાળ અને થાક દૂર થાય છે.
જો તમારા શરીરમાં કોલેસ્ટેરોલનો સ્તર વધી જાય છે તો બીટનો રસ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.બીટ એનિમિયાથી પીડિત લોકો માટે એક વરદાન તરીકે કામ કરે છે.
ગર્ભવતી મહિલાઓ માટે પણ બીટ ખુબ ફાયદામાં છે. બીટમાંથી ઉચ્ચ માત્રામાં ફોલિક એસીડ પ્રાપ્ત થાય છે. આ પોષક તત્વ ગર્ભવતી મહિલાઓ અને તેમના ન જન્મેલા બાળક માટે ખુબ જ ફાયદાકારક છે.
કારણ કે, તેનાથી ન જન્મેલા બાળકના મેરુદંડ બનવામાં મદદ કરે છે. આ ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી મહિલાઓ તે ખુબ જ ઉર્જા આપે છે.
જો આપણને ખુબ થાક લાગતો હોય તો બીટથી પણ થાક ઓછો થાય છે. બીટથી એનર્જી વધે છે. તેના નાઈટ્રેટ તત્વ ધમનીઓને વિસ્તારવામાં મદદ કરે છે.
ALSO READ::
સરકારી યોજનાઓની જાણકારી | આરોગ્યની કાળજી રાખવાની રીતો
જેનાથી શરીરના દરેક અંગોમાં ઓક્સિજન વ્યવસ્થિત રીતે પહોંચાડી દે છે. અને તેનાથી શરીરમાં ઉર્જાનું પ્રમાણ વધે છે. આ ઉપરાંત તેમાં આર્યન હોય છે. જે શક્તિ વધારવાનું કામ કરે છે.
બીટના પાંદડાનો રસ થોડા દિવસો સુધી લગાતાર રીતે માથા પર લગાવવાથી માથામાં પડેલી ટાલ દુર થાય છે.
બીટના પાંદડામાં હળદર ભેળવીને તેને વાટીને માથા પર લગાવવાથી માથાના વાળ ખરતા બંધ થાય છે અને જેના લીધે ટાલ પણ મટે છે. ઘણીવાર માથાની દેખભાળ નહિ રાખવાથી માથામાં ઊંદરી, ખોડો અને વાળ ન ધોવાથી રૂચી અને માથામાં જૂ અને લિખો પણ દુર થાય છે.
બીટમાં વિટામીન અને મિનરલ્સ હોય છે જેમાં વિટામીન સી પણ છે જેના લીધે મોતીયોની બીમારી દુર કરવામાં પણ બીટ ખુબ જ ફાયદાકારક છે.
આંખોની સમસ્યા દુર કરતા અનેક તત્વો આવેલા હોવાથી મોતિયાની સમસ્યામાંથી પણ છુટકારો અપાવી શકે છે. બીટના મૂળને લઈને તેને ઘી સાથે 21 દિવસ સુધી સેવનકરવાથી મસા મટે છે. આ સિવાય બીટનો ઉકાળો કરીને 10 થી 30 મિલી માત્રામાં ભોજન પહેલા 1 કલાકે પીવાથી તથા રાત્રે સુતા સમયે પીવાથી કબજિયાત મટે છે.
બીટ ની અંદર રહેલા વિટામિન અને મિનરલ્સ હૃદયને સ્વાસ્થ્ય રાખવાનું કામ કરે છે. તેથી હૃદયના દર્દીઓ માટે બીટ નુ સેવન એ ખુબ જ લાભકારી છે. હૃદય એ આપણું અભિન્ન અંગ છે તેથી તેને સાફ રાખવા માટે રોજ એક કપ બીટનો રસ પીવો જોઇએ. બીટનું જ્યુસ પીવાથી ઊંચું ટેન્શન અને હાર્ટએટેક જેવી બીમારીનો ખતરો ઓછો થાય છે. સાથે તે લોહીના પરિભ્રમણમાં પણ મદદ કરે છે.
બીટમાં ઉચ્ચ માત્રામાં નાઈટ્રેસ આહારના રૂપમાં ઉપયોગ કરવાથી મગજ સુધી ઓક્સીજન પહોંચવો સરળ બને છે. નાઈટ્ર્સના કારણે રક્ત વાહિકાઓની પહોળાઈ વધે છે અને ઓક્સીજન જરૂરિયાત વાળી જગ્યાઓ સુધી પહોંચે છે અને તેનું પ્રમાણ પણ વધે છે. બીટ મગજમાં ઓક્સિજનનો પ્રવાહ બનાવી રાખે છે જેના લીધે નિયમિત રીતે પરિભ્રમણ કરી શકે છે. બીટમાં કોલીન નામનું પોષકતત્વ હોય છે જે શરીરની યાદશક્તિ તેજ બનાવે છે જેથી પાગલપન જેવી સમસ્યા પણ દુર રહે છે.
જે લોકોને બ્રેસ્ટ કે પ્રોસ્ટેટ કેન્સર હોય છે. તેઓ જો બીટનું સેવન કરે તો તેના ટ્યુમરની વધવાની ગતિ 12.5% ઓછી થઇ જાય છે. જે લોકોને કેન્સર જેવી ગંભીર બીમારી નથી તે લોકો બીટનું સેવન કરી કેન્સરના જોખમને ટાળી શકાય છે. બીટમાં સારી માત્રામાં ફાયબર આવેલુ છે જે પેટ સંબંધી બીમારીઓ જેમકે કબજિયાત, હરસ મસા માટે ફાયદાકારક છે. રાત્રે સુતા પહેલા એક ગ્લાસ બીટનો રસ પીવાથી શરીરની પાચનશક્તિ વધે છે.
ગરમ ચીજ ખાવાથી કે પીવાથી અથવા બીજી ઝેરીલી વસ્તુ ખાવાથી મોઢામાં ચાંદી કે ફોડલીઓ થઈ જાય છે.
આ સમસ્યા દુર કરવા માટે બીટના પાંદડાનો રસ કાઢીને તેનો અથવા તેના પાનને વાટીને તેનો ઉકાળો બનાવીને તે રસ દ્વારા કોગળા કરવાથી દાંતના દુખાવા અને રોગ તેમજ મોઢામાં થયેલી ચાંદી દુર થાય છે.
બીટના રસના 1 થી 2 ટીપા નાકમાં નાખવાથી અડધા કપાળમાં દર્દ કે દુખાવો થતો હોય તો તે નાબુદ થાય છે. આ રોગને મોટા ભાગે આધાશીશી પણ કહેવામાં આવે છે.
બીટને પાણીની અંદર ઉકાળી લઈ અને ત્યારબાદ તેને ગાળી લો. હવે આ પાણીને કોઈપણ જગ્યાએ થયેલા ફોડકામાં બળતરા અથવા તો ખીલની જગ્યાએ ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે ત્વચા સંબંધી આ દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે.