રાશન કાર્ડ ધારકો માટે ‘Mera Ration app’ લોન્ચ કરવામાં આવી.



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

રાશન કાર્ડ ધારકો માટે ‘Mera Ration app’ લોન્ચ કરવામાં આવી.



કેન્દ્ર સરકારની તરફથી રાશન કાર્ડ ધારકો માટે ‘Mera Ration app’ લોન્ચ કરવામાં આવી

આ એપની મદદથી તમને રાશન લેવામાં સરળતા રહેશે

વે તમારે રાશન લેવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. તમે ઘરેબેઠા તમારા મોબાઈલ દ્વારા જ રાશન બુક કરાવી શકો છો. કેન્દ્ર સરકારની તરફથી રાશન કાર્ડ ધારકો માટે ‘Mera Ration app’ લોન્ચ કરવામાં આવી છે. આ એપની મદદથી તમને રાશન લેવામાં સરળતા રહેશે. મેરા રાશન એપ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વન નેશન વન રાશન કાર્ડ યોજનાનો હિસ્સો છે. જાણો કેવી રીતે ઘરેબેઠા તમે રાશન બુક કરાવી શકો છો.

​​​​​​​મેરા રાશન એપ ડાઉનોલડ કરો

સૌથી પહેલા Google Play Store પર જવું.

ત્યારબાદ સર્ચ બોક્સમાં મેરા રાશન એપ સર્ચ કરો

મેરા રાશન એપને ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરો

મેરા રાશન એપને ઓપન કરો.

તમારા રાશન કાર્ડની ડિટેઈલ દ્વારા રજિસ્ટ્રેશન કરો.

પણ વાંચો:: વિવિધ સરકારી યોજનાઓની જાણકારી


મેરા રાશન એપના ફાયદા-

પ્રવાસી લોકોને સૌથી વધારે ફાયદો થશે

આ એપથી રાશનની દુકાન અંગે સચોટ જાણકારી મળશે

રાશન કાર્ડ હોલ્ડર્સ તેમના સૂચનો શેર કરી શકે છે

રાશન લેવા સંબંધિત તમામ જાણકારી મળશે

કાર્ડ હોલ્ડર્સ મળતા અનાજ વિશેની જાણકારી જાતે મેળવી શકશે

તમામને સરળતાથી રાશન ઉપલબ્ધ થશે.

તમારી નજીકની દુકાન વિશે પણ જાણકારી મળશે
મેરા એપ રાશન એપની મદદથી યુઝર્સ ટેપ કરીને નજીકની વ્યાજબી કિંમતની દુકાન વિશે જાણકારી મેળવી શકશે. તે સિવાય યુઝર્સ તેમની યોગ્યતા અને તાજેતરમાં કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનની ડિટેઈલ પણ જોઈ શકશે. અત્યારે આ એપ હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. તે ઉપરાંત સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ એપથી એ જાણકારી પણ મળશે કે ક્યારે અને કઈ દુકાનમાંથી રાશન લીધેલું છે. ​​​​​​​

કયા લોકોને ફાયદો મળશે?
આ ઓફર બાદ, ફૂડ સેક્રેટરી સુધાંશુ પાંડેના જણાવ્યા પ્રમાણે, નવી મોબાઈલ એપનો હેતુ NFSAના લાભાર્થીઓ, ખાસ કરીને પ્રવાસી લાભાર્થીઓ, ફેર પ્રાઈઝ શોપ અથવા રાશન દુકાનના ડીલરો અને અન્ય શેરહોલ્ડરો વચ્ચે ONORC સંબંધિત સેવાઓ સુવિધાજનક બનાવવાનો છે.

નવી દિલ્હી: કોરોના વાયરસના (Coronavirus) બીજા વેવને પગલે કેન્દ્ર સરકારે (Central Government) ગરીબ પરિવારોને મફત અનાજ (Free Ration) આપવા ફરી એકવાર મોટો નિર્ણય જાહેર કર્યો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ના યોજના (PM Gareeb Kalyan Ann Yojana) હેઠળ હવે રેશનકાર્ડ ધારકો મે અને જૂન મહિનામાં વ્યક્તિ દીઠ 5 kg કિલો વધુ ચોખા-ઘઉં લઈ શકશે.

80 કરોડ લોકોને મળશે લાભ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટિ્‌વટ કર્યું હતું કે, કોરોનાની વધતી અસરને ધ્યાનમાં રાખીને રૂ. 26,000 કરોડથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ બે મહિના માટે 5 કિલો અનાજ આપવાના નિર્ણય અંગે હું અભિનંદન પાઠવું છું. આનાથી દેશના આશરે 80 કરોડ લોકોને ફાયદો થશે. મોદી સરકાર આ આફતમાં દરેક પગલાની જનતાની સાથે ઉભી છે.

कोरोना के बढ़ते प्रभाव को देखते हुए ₹26,000 करोड़ से प्रधानमंत्री गरीब कल्याण योजना के अंतर्गत दो महीने तक 5 किलो अनाज देने के निर्णय पर @narendramodi जी का अभिनंदन करता हूँ। इससे देश के करीब 80 करोड़ लोगों को लाभ मिलेगा। मोदी सरकार इस आपदा में हर कदम देशवासियों के साथ खड़ी है।

— Amit Shah (@AmitShah) April 23, 2021
રાજ્યોએ આર્થિક પેકેજની કરી માંગ
પીએમ નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે ઘણા રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસે આર્થિક પેકેજની માંગ કરી રહ્યા છે. શુક્રવારના તમામ રાજ્યો સાથે થયેલી મીટિંગમાં ઘણા મુખ્યમંત્રીઓએ આ માંગ કેન્દ્ર સમક્ષ રાખી હતી. તેમણે કહ્યું કે, કોરોનાથી બચવા માટે કડક પ્રતિબંધો લગાવી રહ્યા છીએ. જેનાથી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચ્યું છે અને લોકોની સામે ભૂખનું સંકટ ઉભુ થઈ રહ્યું છે. આ કારણે કેન્દ્રએ આજથી ફ્રી અનાજની જાહેરાત કરી છે.

Subscribe to receive free email updates: