સાવધાન: ગેસ સિલિન્ડર લેતા પહેલા આ અચૂક ચેક કરજો નહીંતર..
HOW TO KNOW EXPIRED DATE OF GAS CYLINDER | EXPIRE DATE OF GAS CYLINDER BOTTLE INFORMATION
શું તમને ખબર છે કે તમારા રાંધણ ગેસના સિલિન્ડરની પણ એક્સપાયરી ડેટ હોય છે??
જો નથી જાણતા તો અમે તમને બતાવીએ કે તેની એક્સપાયરી ડેટ ક્યાં હોય છે અને તેને કેવી રીતે ચેક કરી શકાય..
એક્સપાયરી ડેટ વાળો સિલિન્ડર ખતરનાક હોય છે. જેથી તમારા ઘરે આવનારા સિલેન્ડરની એક્સપાયરી ડેટ ચેક કરી લો આ રીતે.
સિલેન્ડરના ટેગ પર A-22, B-24 અથવા C-23, D-21 લખેલું હોય છે.
ચારેય અક્ષરોને મહિનાઓના વહેંચવામાં આવ્યા છે.
સમયસર ટેસ્ટિંગ કરવામાં ન આવે તો અકસ્માત થઈ શકે છે.
ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ એમ ત્રણ જ કંપનીઓના એલપીજી સિલેન્ડરમાં 3 ટેગ લાગેલા હોય છે.
જેમાંથી બે ટેગ પર સિલિન્ડરનું વજન અને ત્રીજા ટેગ પર કેટલાક નંબર લખેલા હોય છે. આ હકિકતમાં સિલિન્ડરની એક્સપાયરી ડેટ હોય છે.
આવો જોઈએ કેવી રીતે સિલેન્ડરની એક્સપાયરી ડેટ ચેક કરી શકાય...
સિલેન્ડરના ટેગ પર A-22, B-24 અથવા C-23, D-21 લખેલું હોય છે.
આ ચારેય અક્ષરોને મહિનાઓના વહેંચવામાં આવ્યા છે...
A નો અર્થ છે કે જાન્યુઆરીથી માર્ચ
B એટલે એપ્રિલથી જૂન
C એટલે જુલાઈથી સપ્ટેમ્બર
D એટલે ઓક્ટોબરથી ડિસેમ્બર
A, B, C અને D અંકો પછી લખવામાં આવેલી સંખ્યા એક્સપાયરી વર્ષ હોય છે.
ઉદા: જો ટેગ પર D-22 લખ્યું છે તો સિલિન્ડર ડિસેમ્બર 2022ના રોજ એક્સપાયર થઈ જશે.
દરેક એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવા માટે એક સમય નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે એક્સપાયરી આવી જાય પછી તેનું પરિક્ષણ કરવામાં આવે છે.
અને જો આ ટેસ્ટમાં તે નિષ્ફળ જાય તો તેનો ઉપયોગ કરવાનું ટાળવામાં આવે છે. નવા સિલિન્ડરનું ટેસ્ટિંગ 10થી 15 વર્ષમાં કરવું પડે છે. જૂના સિલિન્ડરનું પરીક્ષણ દર પાંચ વર્ષે કરવું જરૂરી છે.
ક્યાં થાય છે ટેસ્ટિંગ???
ગેસ સિલિન્ડર પ્લાન્ટમાં સિલિન્ડરનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. ઘણી વાર લોકો વર્ષો સુધી સિલેન્ડર વાપરતા નથી ત્યારે તેનું ટેસ્ટિંગ કરાવવું ખુબ જરુરી છે. જો તેનું સમયસર ટેસ્ટિંગ કરવામાં ન આવે તો અકસ્માત થઈ શકે છે.
આવી અવનવી જાણકારી માટે જોતા રહો આ વેબસાઈટ.