ગ્રેજ્યુઈટી એટલે શું? | WHAT IS GRATUITY
ગ્રેજ્યુઈટી વિશે અહીં સમજુતી આપવામાં આવેલ છે જે તમારા માટે ઉપયોગી થશે.
કેન્દ્ર સરકાર કર્મચારીઓ માટેની ગ્રેચ્યુટી પેમેન્ટના નિયમોમાં ફેરફારની વિચારણા કરી રહી છે. આ અંતર્ગત સરકાર કર્મચારીઓ માટેની ગ્રેચ્યુટી પેમેન્ટની સમયમર્યાદા 5 વર્ષથી ઘટાડીને 1થી 3 વર્ષ કરવાની વિચારણા કરી રહી છે.
ગ્રેચ્યુઇટી એ રકમ હોય છે જે સંસ્થા અથવા એમ્પ્લોયર વતી કર્મચારીને ચૂકવવામાં આવે છે. પરંતુ આ માટે તેણે ઓછામાં ઓછા પાંચ વર્ષ નોકરી કરવી જરૂરી છે.
સામાન્ય રીતે, જ્યારે કોઈ કર્મચારી નોકરી છોડી દે છે, નોકરીમાંથી તેને કાઢી મૂકવામાં આવે અથવા તેને નિવૃત્ત કરવામાં આવે ત્યારે તેને આ રકમ આપવામાં આવે છે.
કર્મચારીનું મૃત્યુ થઈ જાય તો 5 વર્ષ પહેલાં ગ્રેચ્યુઇટી મળી જાય છે.
આ સિવાય, કોઈ કારણસર કર્મચારીનું મૃત્યુ થાય અથવા માંદગી કે અકસ્માતને લીધે તેની નોકરી છૂટી જાય તો તેને અથવા તેના નોમિનીને ગ્રેચ્યુટીની રકમ મળે છે.
ગ્રેચ્યુઇટી પેમેન્ટ એક્ટ 1972ના નિયમો અનુસાર ગ્રેચ્યુઇટીની રકમ મહત્તમ 20 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે.
ગ્રેચ્યુઇટી પેમેન્ટ એક્ટ 1972
કર્મચારીઓના હિતોની સુરક્ષા માટે વર્ષ 1972માં 'ગ્રેચ્યુઇટી પેમેન્ટ એક્ટ' લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ, ખાણકામ ક્ષેત્ર, કારખાનાઓ, ઓઇલ ફીલ્ડ્સ, વન વિસ્તારો, કંપનીઓ અને બંદરો જ્યાં 10 અથવા તેથી વધુ કર્મચારીઓ કાર્યરત હોય એવા અન્ય તમામ ક્ષેત્રોમાં કાર્યરત કર્મચારીઓને આવરી લેવામાં આવે છે.
ગ્રેચ્યુએટી અને પ્રોવિડન્ટ સંપૂર્ણપણે અલગ છે. ગ્રેચ્યુઇટીમાં સંપૂર્ણ નાણાં એમ્પ્લોયર દ્વારા ચૂકવવામાં આવે છે, જ્યારે પ્રોવિડન્ટ ફંડમાં કર્મચારી પાસેથી પણ થોડા પૈસા લેવામાં લેવામાં આવે છે.
આ કાયદા હેઠળ કઇ સંસ્થા આવે છે?
એવી કોઈપણ સંસ્થા જ્યાં છેલ્લા 12 મહિના દરમિયાન કોઇપણ એક દિવસ 10 કે તેથી વધુ કર્મચારીઓ કામ કરતા હોય તે કંપનીને ગ્રેચ્યુઇટી પેમેન્ટ એક્ટ હેઠળ આવરી લેવામાં આવે છે. એકવાર તે એક્ટ હેઠળ આવી જાય પછી ભલે કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 10 કરતાં ઓછી થઈ જાય તો પણ તે આ એક્ટ માટે કાયમ રહે છે.
આ એક્ટ હેઠળ કર્મચારીઓ 2 કેટેગરીમાં વહેંચાયેલા છે.
ગ્રેચ્યુઇટી પેમેન્ટ એક્ટ 1972 અંતર્ગત કર્મચારીઓને પ્રાપ્ત થતી ગ્રેચ્યુઇટીની રકમ અંગે ફોર્મ્યૂલા નક્કી કરવા માટે કર્મચારીઓને બે કેટેગરીમાં વહેંચવામાં આવે છે.
પ્રથમ વર્ગમાં તે કર્મચારીઓ સામેલ છે જેઓ આ એક્ટના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે, જ્યારે બીજી કેટેગરીમાં એક્ટની બહારના કર્મચારીઓ આવે છે.
ખાનગી અને સરકારી ક્ષેત્રમાં કામ કરતા બંને કર્મચારીઓને આ બે કેટેગરીમાં આવરી લેવામાં આવ્યા છે.
બીજી કેટેગરી હેઠળ, એમ્પ્લોયર (કંપની અથવા સંસ્થા) જે ગ્રેચ્યુઇટી એક્ટના કાર્યક્ષેત્ર હેઠળ આવતા નથી તે પણ ઇચ્છે તો તેના કર્મચારીઓને ગ્રેચ્યુઇટીનો લાભ આપી શકે છે.
ગ્રેચ્યુઇટીની ગણતરી કેવી રીતે થાય છે?
કેટેગરી 1- એ કર્મચારીઓ જે ગ્રેચ્યુઇટી પેમેન્ટ એક્ટ 1972 હેઠળ આવે છે.
વર્ગ 2 – એ કર્મચારી કે જેઓ ગ્રેચ્યુઇટી પેમેન્ટ એક્ટ 1972 હેઠળ નથી આવતા.
ગ્રેચ્યુઇટીની ગણતરી કેવી રીતે થાય છે?
◾કેટેગરી 1 માટે ગ્રેચ્યુઇટીની ગણતરી માટેની ફોર્મ્યૂલા: (15 x અગાઉનો પગાર x કામ કરવાનો સમયગાળો)/26
▪️છેલ્લો પગાર = મૂળ પગાર + મોંઘવારી ભથ્થું + વેચાણ પર કમિશન (જો મળ્યું હોય તો). આ ફોર્મ્યુલામાં કર્મચારીને મહિનાના 26 કાર્યકારી દિવસો ગણીને સરેરાશ 15 દિવસની ચૂકવણી કરવામાં આવે છે.
▪️જોબનો સમયગાળો = જોબના છેલ્લા વર્ષમાં જો તે 6 મહિના ઉપર કામ કરે છે તો તે સંપૂર્ણ વર્ષ તરીકે ગણવામાં આવશે. ઉદાહરણ તરીકે, 5 વર્ષ અને 7 મહિના નોકરી કર્યા બાદ તેને સંપૂર્ણ 6 વર્ષ માનવામાં આવશે.
▪️ઉદાહરણ- F લિમિટેડમાં 5 વર્ષ 8 મહિના નોકરી કર્યા બાદ મિસ્ટર કિશોર જોબ છોડી દે છે. નોકરી છોડવાના છેલ્લા મહિના દરમિયાન તેનો મૂળ પગાર દર મહિને રૂ .13000 હતો. આ કિસ્સામાં ફોર્મ્યૂલા મુજબ, તેની ગ્રેચ્યુઇટીની રકમ નીચે મુજબ હશે.
▪️કેટલી ગ્રેચ્યુઇટી મળશે:
13,000x6x15/26 = 45,000 રૂપિયા
◾કેટેગરી 2 માટે ગ્રેચ્યુઇટીની ગણતરી માટેની ફોર્મ્યૂલા: (15 x અગાઉનો પગાર x કામ કરવાનો સમયગાળો)/30
▪️છેલ્લો પગાર = મૂળ પગાર + મોંઘવારી ભથ્થું + વેચાણ પર કમિશન (જો કોઈ હોય તો). આ ફોર્મ્યુલામાં, એક કર્મચારીને મહિનાના 30 કાર્યકારી દિવસો ગણીને સરેરાશ 15 દિવસની રકમ ચૂકવવામાં આવે છે.
▪️નોકરીનો સમયગાળો = આવા કર્મચારીઓ માટે નોકરીના છેલ્લા વર્ષમાં 12 મહિનાથી ઓછો સમયગાળો ઉમેરવામાં નથી આવતો. ઉદાહરણ તરીકે, જો કર્મચારી 5 વર્ષ અને 7 મહિના સુધી કામ કરે તો તે ફક્ત 5 વર્ષ તરીકે ગણવામાં આવશે.
▪️ઉદાહરણ- G લિમિટેડ કંપનીમાં 5 વર્ષ 8 મહિના કામ કર્યા પછી મિસ્ટર પ્રિયાંશ નોકરી છોડી દે છે. નોકરી છોડવાના છેલ્લા મહિના દરમિયાન તેનો મૂળ પગાર દર મહિને 13,000 રૂપિયા હતો. આ કંપની એક્ટના કાર્યક્ષેત્રમાં આવતી નથી. આવી સ્થિતિમાં ફોર્મ્યૂલા અનુસાર મિસ્ટર પ્રિયાંશની ગ્રેચ્યુઇટીની રકમ નીચે મુજબ હશે.
▪️કેટલી ગ્રેચ્યુઇટી મળશે:
13000x5x15/30 = 32,500 રૂપિયા
◾કર્મચારીનું મૃત્યુ થવાની સ્થિતિમાં ગણતરી:
કર્મચારીના મૃત્યુના કિસ્સામાં નોકરીના સમયગાળાના આધારે ગ્રેજ્યુઈટી ચૂકવવામાં આવે છે, જેમાં મહત્તમ 20 લાખ રૂપિયા સુધીની રકમ આપવામાં આવી શકે છે.
◾નોકરીનો સમયગાળો ગ્રેજ્યુઇટી રકમ:
1 વર્ષથી ઓછોમૂળ પગારની બમણી1 વર્ષથી વધારે પરંતુ 5 વર્ષથી ઓછોમૂળ પગારની 6 ગણી5 વર્ષથી વધારે પરંતુ 1 વર્ષથી ઓછીમૂળ પગારની 12 ગણી 11 વર્ષથી વધારે પરંતુ 20 વર્ષથી ઓછી મૂળ પગારની 20 ગણી 20 વર્ષ કરતાં વધુ નોકરી દર 6 મહિનાની નોકરી માટે મૂળ પગારની અડધી રકમ...
આ માહિતી અંગ્રેજીમાં વાંચવા માટે અહીં ક્લિક કરો
ઉપરોક્ત માહિતી કર્મચારીઓને મદદરૂપ થવાના હેતુથી રજુ કરેલ છે અને ફકત સમજુતી માટે જ છે. ખરેખર જે તે વખતે લાગુ પડતા પરીપત્રો, ઠરાવો, જીઆર જ આખરી ગણાશે.
આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે.