ગણિત વિષય એક મજાનો વિષય: કમલ કિંગ ચૌધરીની કલમે



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ગણિત વિષય એક મજાનો વિષય: કમલ કિંગ ચૌધરીની કલમે

હમણાં જ ધોરણ 10 નું પરીણામ ઓનલાઈન જાહેર થયું..
જાણવા મળ્યું કે પરીણામ ઘણું ઓછું છે..

વાત કરીએ ગણિત-વિજ્ઞાન વિષયની..

કેટલાક બાળકો 100 માંથી 100 વાળા હશે તો કેટલાકને ધારણા પ્રમાણે અપેક્ષિત ગુણ મળી શકયા ન હોય એવુ બન્યું હોય..

ઉદાહરણ તરીકે:

એક જ શહેર કે ગામમાંથી બે વિધ્યાર્થીઓની વાત કરીએ કે જે એક જ શાળામાં એક જ વર્ગમાં ભણે છે અને એક જ શિક્ષક પાસે ટ્યુશન પણ જાય છે,

તેમ છતાં બન્ને ના ગુણમાં ફરક હોઈ શકે આવુ કેમ???

1) દરેક બાળકની ગ્રહણ શક્તિ અલગ અલગ હોઈ શકે.

2) દરેક બાળકની યાદ શક્તિ અલગ અલગ હોઈ શકે.

3) દરેક બાળકની જ તે વિષયમાં રસ રુચિ અલગ અલગ હોઈ શકે.

4) દરેક બાળકનો ધોરણ 5 થી 9 નો ગણિત વિષયનો પાયો કાચો-મધ્યમ-પાકો હોઈ શકે.
(આ ખાસ મહત્વની વાત છે, એટલે નાનપણથી જ ગણિત વિષયમાં બાળકે ધ્યાન આપવાની વધુ જરૂર છે.)

5) સમજણ શકિતના આધારે પ્રશ્ર્નો થોડા ફેરવીને પુછાય તો બાળક એને સમજી શકે અને એને ઉકેલી શકે એ રીતે શરૂવાતથી મહેનત કરવી જોઈએ.
(પ્રાથમિક શાળામાં પણ એકમ કસોટીઓ લેવાય છે જેમાં પ્રશ્ન એવા પુછાય છે કે બાળક જે તે મુદ્દો સમજેલ હોય તો જ એનો ઉત્તર લખી શકે, આ પધ્ધતિ થી તૈયારી કરવામાં આવે તો ધોરણ 10 માં ગણિત-વિજ્ઞાન વિષયમાં ધારણા પ્રમાણે અપેક્ષિત પરીણામ મેળવી શકાય છે)

6) ગુરુ તો તમામ બાળકોને એક જ સમાન શીખવે છે તેમ છતાં બાળકની શિખવાની ભિન્ન ક્ષમતાના કારણે અલગ અલગ પરીણામ આવી શકે છે.

છેલ્લે ગણિત શિક્ષક તરીકે એક ખાસ વાત,

- ટ્યુશન વગર પણ કેટલાય બાળક એવા હોય છે જે 100 માંથી 100 ગુણ મેળવતાં હોય છે

-અને ટ્યુશનમાં ભારેખમ ફી ભરીને ભણવા છતાં પણ કેટલાક બાળકોને નાપાસ કે ઓછું પરીણામ હાંસલ થતું હોય છે.

કહેવાનો અર્થ એક જ છે કે બાળકે તમામ વિષયોમાં ગોખણપટ્ટીથી દુર રહી સમજણ શકિત વધારવી પડશે.

આ બાબતે હાલ ગુજરાત શિક્ષણ વિભાગ અને તેને સંલગ્ન તમામ સંસ્થાઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, શિક્ષકો, શાળાઓ સતત પ્રયત્નશીલ છે.

એટલે તમામ વાલી મિત્રોએ પણ આ બાબતે ખુબ જ ચિંતન કરવું જરૂરી છે.

-કમલ કિંગ ચૌધરી
ગણિત શિક્ષક
M.Sc.B.Ed. (ગણિત)
દિયોદર, બનાસકાંઠા
www.kamalking.in

___________________________

Subscribe to receive free email updates: