શરદી અને કફ માટે રામબાણ ઈલાજ છે કાવો



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

શરદી અને કફ માટે રામબાણ ઈલાજ છે કાવો, આ રીતે ઘરે જ બનાવો આયુર્વેદિક કાવો

જીભ ઉપર પારખી શકાતાં તમામ સ્વાદનું મિશ્રણ એટલે કાવો. કાવો અનેક હઠિલા રોગોનો રામબાણ ઇલાજ છે. કાવો એ આયુર્વેદીક પીણું છે. જે અનેક પ્રકારની ઔષધીઓ તેમજ મસાલાઓથી બનાવવામાં આવે છે. કાવો બનાવવા માટેની દરેક વસ્તુઓ ભારતીય રસોડામાં સરળતાથી મળી આવે છે. આ ઉપરાંત કાવો કફ અને શરદી માટે પણ અક્સીર ઈલાજ માનવામાં આવે છે. કાવો શિયાળામાં અનેક પ્રકારની શારીરિક તકલીફોથી બચાવે છે. પરંતુ શું તમે જાણો છો કે શરીરને અત્યંત ઉપયોગી એવો કાવો કઈ રીતે બનાવવામાં આવે છે? આવો જાણીએ


આવી છે રીત

પાણીઃ 2 કપ
આદુઃ 1″
લવિંગઃ 4

મરીઃ 5-6
તુલસીઃ પાંચથી છ પાન
મધઃ અડધો કપ (સ્વાદ મુજબ)અથવા લીંબુ

તજઃ 2

આ રીતે બનાવો સ્વાદિષ્ટ કાવો

સ્ટેપ1: કાવો બનાવવા માટે સૌ પ્રથમ ગરમ પાણી ઉકેળો.

સ્ટેપ2: આદુ, તજ, લવિંગ, કાળા મરી વગેરેનો ભૂકો કરીને તેને પેસ્ટ બનાવો.

સ્ટેપ3: ક્રશ કરેલી આ દરેક વસ્તુમાં તુલસીનો રસ ઉમેરો. તુલસીનો રસ ઉમેરી ધીમી આંચ પર 20 મિનિટ સુધી પકાવો.

સ્ટેપ4: હવે આ મિક્સચરને એક ગ્લાસમાં નાખો. ગ્લાસમાં નાખતી વખતે તેમાં મધ અથવા લીંબુના ટીપા જરુરીયાત અનુસાર મેળવો.

આવા છે ફાયદાઓ

આદુઃ આદુમાં એન્ટી વાઈરલ પ્રોપર્ટીઝ હોય છે. જે કફ અને શરદી માટે અસરકારક છે.

તુલસીઃ તુલસી એક પ્રકારની ઔષધીનું કામ કરે છે. જે શરીરમાં લાળનું પ્રમાણ ઘટાડે છે. તે શરીરની ઈમ્યુનિટી પણ વધારે છે.

કાળા મરીઃ કાળા મરી એન્ટી માઈક્રોબેયલ પ્રકૃતિ ધરાવે છે. જે શરીરમાં કફને ઓગાળે છે.

મધઃ મધ એ શરીરની ગરમી વધારે છે. આ ઉપરાંત તે ઈમ્યુનિટી વધારવાનું પણ કામ કરે છે.

લવિંગઃ લવિંગમાં એન્ટિસેપ્ટીક પ્રકૃતિ હોય છે. જે ગળાના ઈન્ફેક્શનથી બચાવે છે.

શરદી, ઉધરસ, કફ, ગેસ, પિતવાયુ, અપચો જેવા હઠીલા દર્દો માટે કાવો અક્સીર ઇલાજ ગણવામાં આવે છે.

સાઈડ ઈફેક્ટ

-વધારે આદુ ઉમેરવાથી છાતિમાં બળતરા થઈ શકે છે.
-ઉપવાસ કરીને પછી કાવો પીવાથી ઉબકા થઈ શકે છે.
-કાવામાં વધારે પ્રમાણમાં કાળા મરી ઉમેરવાથી પેટમાં અગ્નિ તેમજ છાતિમાં બળતરા થઈ શકે છે.

આરોગ્ય વિષયક અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો

Subscribe to receive free email updates:

Related Posts :