SCE ના અમલીકરણ માં આવતી મુશ્કેલીઓ અને તેનું સમાધાન
વિષય વસ્તુ
પ્રસ્તાવના:
વર્ગખંડમાં વિદ્યાર્થીના મૂલ્યાંકનની વાત છે ત્યારે આપણે એ ન ભૂલવું જોઈએ કે વિદ્યાર્થી જયારે શાળામાં પ્રવેશ મેળવે છે તે દિવસથી જ તે શિક્ષકનું મૂલ્યાંકન કરવું શરૂ કરી દે છે. આ મૂલ્યાંકન તે આપના વ્યવહારની રીતભાત જોઈને જ કરે છે. બસ આ જ રીતે શિક્ષકે પણ હંમેશાં તેની નજર સામે રહેતા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન SCE માં કરવાનું રહે છે. અહીં આપણે SCE ના પત્રક કઈ રીતે ભરવા તેની વાત નહિ પરંતુ મૂલ્યાંકન કરવા માટેની અલગ અલગ પદ્ધતિઓ વિષે જાણીશું અને વર્ગખંડમાં તેનો કઈ રીતે ઉપયોગ કરવો તેની વાત કરીશું.
શીખવાનો હેતુ:એક શિક્ષક તરીકે હું શૈક્ષણિક ખામીઓ દૂર કરવા માટે શૈક્ષણિક નિષ્પત્તિઓનું અવલોકન અને મૂલ્યાંકન કરવા માટેની પદ્ધતિઓને કઈ રીતે અમલમાં લાવીશ?
એક શાળાની અંદર પ્રવેશતાં એક મોટું બોર્ડ જોવા મળ્યું. ખૂબજ વ્યવસ્થિત રીતે લખાણ હતું. અહી લખેલું હતું કે શાળામાં ભણતા આપના પાલ્ય, પુત્ર-પુત્રી કયા ધોરણમાં છે. કઇ બાબતો સિદ્ધ થયેલી તેમાં જોવા મળે છે ?આ બાબતનું મહત્વ શું છે? શાળામાં આવતાં જતાં તમામ શાળા પરિવારને તથા શાળામાં આવતા સૌને શાળાનું તથા તેમના બાળકોનું સતત મૂલ્યાંકન કરવાની તક મળી રહે તે હેતુથી આ બોર્ડ મૂકવામાં આવ્યું હતું . શાળા કયા સ્તરે છે તેની અહીં જાણકારી મળી શકે છે .
સ્કુલ આઉટકમ કે લર્નિંગ આઉટકમ એ બીજું કશું નહીં. સરકાર તથા સમુદાયની અપેક્ષાઓ છે. આ અપેક્ષાઓ સુધી પહોચવાનો શાળાનો ધ્યેય હોવો જોઇએ. આ મૂલ્યાંકનની કેટલીક માર્ગદર્શિકાઓ સરકારશ્રી દ્વારા આપવામાં આવી છે. કટેલીક બાબતોમા શિક્ષકની આગવી સૂઝ કામ લાગે છે. આ બાબતો શાળાની પ્રક્રિયાના સૂચકો આપણી શાળાકીય પ્રવૃત્તિઓનો ઝડપ અને દિશા નક્કી કરે અને સતત પ્રતિપોષણ પૂરું પાડે છે.
આપ SCEના પત્રકો કયા આધારે ભરો છો?
આ આધારના પ્રકાર ક્યા છે?
શું તે બાળકોના યુનિટ ટેસ્ટના પરિણામ, બાળકોના પ્રોજેક્ટની ફાઈલ, બાળકોના સર્વાંગી વિકાસની માહિતી છે કે અન્ય કોઈ આંકડાકીય કે બિનઆંકડાકીય માહિતી છે?
ઉપરના પ્રશ્નોના જવાબ જાણતા આપને ખ્યાલ આવશે કે SCEના પત્રકો ભરવા માટે આપની પાસે આધાર(આંકડાકીય કે બિનઆંકડાકીય) હોવો જરૂરી છે. આ માહિતી ઊભી કરવાની પ્રક્રિયા ચોક્કસ હોવી જોઈએ. આનાથી શાળાકીય પરિણામોનું મૂલ્યાંકન કરવું ખૂબ જ સરળ બની જાય છે. આ પત્રકો અને ગુણોત્સવના રીપોર્ટ કાર્ડની સરખામણી અને ખરાઈ કરી શકાય. માહિતી ભેદ જોવા મળે તો તેના કારણ અને યોગ્ય ઉપચારાત્મક પગલાં ભરી શકાય. મૂલ્યાંકનની વિવિધ પધ્ધતિઓ જ શાળાને ગુણવત્તાલક્ષી સિદ્ધિ તરફ લઇ જઈ શકે છે.
આપ પણ આપની શાળા કક્ષાએ પોતાની મોનીટરીંગ અને મૂલ્યાંકન માટેની પદ્ધતિઓ વિકસાવી શકો છો. અહીં આપણી જ સરકારી શાળાના શિક્ષકો દ્વારા અપનાવવામાં આવેલ મુલ્યાંકનની કેટલીક પદ્ધતિઓ વિષે જાણીએ: ( અહીં આપવામાં આવેલી તમામ પદ્ધતિઓ શિક્ષકો દ્વારા કરવામાં આવેલી છે. એજ્યુકેશનલ ઇનોવેશન્સબેંક પ્રોજેક્ટ, આઈ.આઈ. એમ, અમદાવાદ દ્વારા ચાલતા શિક્ષકોના ચર્ચા મંચમાં તેમને આપેલાં જવાબ અહીં મૂકવામાં આવ્યાં છે. આપ આ ચર્ચા મંચ વિશેની વધુ માહિતી અહીંથી જાણી શકો છો: http://www.inshodh.org/discussion-forum)
યુનિટ પૂર્ણ થતાં ઓનલાઈન અથવા તો યુનિટમાંથી પ્રશ્નો કાઢીને તેની ઝેરોક્ષ કાઢીને બાળકોની ટેસ્ટ લેવામાં આવે છે. જેથી બાળકો સરળતાથી એકમનું પુનરાવર્તન કરે છે. યુનિટ ટેસ્ટનું મૂલ્યાંકન ઝડપથી અને ઓછા સમયમાં થાય તે હેતુથી ટેસ્ટ OMRના સ્વરૂપે લેવામાં આવે છે. (દેસાઈ જીગરભાઈ-બનાસકાંઠા- 7383911647, વણકર પ્રકાશભાઈ-સાબરકાંઠા- 9427884557, મુનિયા રાજેશભાઈ-દાહોદ- 9726768616, બોલણીયા વિજયભાઈ-સુરેન્દ્રનગર- 9979703541,.)
વર્ગખંડમાં એકમ પૂર્ણ થયા બાદ તેનું પુનરાવર્તન બાળકો રમતગમતની સાથે કરી શકે તે હેતુ સહ તેમને ગ્રુપ બનાવી પ્રશ્નોતરી, kbc , બોલો કોણ, પ્રશ્નચિઠ્ઠી પેટી જેવી રમત રમાડીને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. (પટેલ આયેશાબેન-અમદાવાદ- 8000233268, આચાર્ય નિશીથભાઈ-અમદાવાદ- 9662359321, વાઘેલા ગીતાબેન-ગાંધીનગર- 9979769560, અમીતભાઈ મોરી-સુરેન્દ્રનગર- 8866655861, મનસુરી આકીબહુસેન અમદાવાદ - 7878711192, રસિકભાઈ પટેલ - અમદાવાદ- 9687835010)
સ્પર્ધાત્મક પરીક્ષાના યુગમાં બાળકો તેનાથી અવગત થાય તે માટે યુનિટ ટેસ્ટ કમ્પ્યુટર પર E-LEARNING, લર્નિગ ડિલાઇટ, ફ્લેશ ક્વિઝ ક્રિએટર વગેરે સોફ્ટવેરની મદદથી ટેસ્ટ અને મૂલ્યાંકન કરવામાં આવે છે. (દીપકભાઈ-જામનગર- 9898296367, કારેલીયા પ્રેમજીભાઈ-જામનગર- 9898791013, પ્રવીણભાઈ મકવાણા-ભાવનગર- 9428619809, પટેલ મિતુલભાઇ-પાટણ- 9724641090, રમેશભાઈ જાદવ-રાજકોટ- 8866606379)
યુનિટ ટેસ્ટ બુક જેમાં દરેક બાળકોની ટેસ્ટ લેવાય છે જેમાં દરેક વિદ્યાર્થીને માર્ક્સ આપવામાં આવે છે . માર્ક્સ અપાયા બાદ વાલીની સહી પણ લેવામાં આવે છે જેથી વાલીઓ પણ બાળકોની સ્થિતિ જાણી શકે. (તોરલબેન-ભુજ- 9879424976)
બાળકો પોતાની જાતે એકમ કસોટીનું મૂલ્યાંકન ઘરે બેઠા બેઠા કરી શકે તે હેતુથી શિક્ષક તરફથી જેના વાલી પાસે એન્ડ્રોઇડ મોબાઈલ છે તેમને “UKCapp” ઇન્સ્ટોલ કરીઆપવામાં આવે છે અને જે વિદ્યાર્થી પાસે મોબાઈલ ના હોય તે શાળામાં આવીને કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે છે.(ચૌહાણ નીરવભાઈ-ભાવનગર)
ગુણોત્સવના પરિણામ આધારિત ધોરણ- 6 થી 8ના વિદ્યાર્થીઓને વાંચન અને વિષય પ્રમાણે જે ગુણ મળે છે, તેનો અભ્યાસ કરીને ક્યા બાળકને ક્યા વિષયમાં મહેનત કરવાની જરૂર છે .તે શોધવામાં આવે છે અને તે પ્રમાણે તે વિદ્યાર્થીઓને ઉપચારાત્મક શિક્ષણઆપવામાં આવે છે. વિષય પ્રમાણે મળેલ પરિણામનું વિશ્લેષણ કરીને ક્યા વિષયમાં વિદ્યાર્થીઓની સિદ્ધિ ઓછી છે તે વિષયના શિક્ષક દ્વારા મહેનત કરી ગુણવત્તા સુધારવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓની પ્રેકટીસ માટે ઉપરોક્ત પરિણામના આધારે પ્રેકટીસના પ્રશ્નો દ્વારા શૈક્ષણિક સિદ્ધિ તપાસવામાં આવી રહી છે. આ રીતે શાળાના શૈક્ષણિક રીતે ઓછી સિદ્ધિ હાંસલ કરી હોય તેવા વિદ્યાર્થીઓ ધીમે ધીમે સારી સિદ્ધિ તરફ જઇ શક્યાં છે. (મનોજભાઈ સુથાર, 9099206800, જીલ્લો: બનાસકાંઠા, ઉત્પલકુમાર કુલકર્ણી, 9898365955, જીલ્લો: બનાસકાંઠા, પરમાર અશોક મોહનલાલ, 9427249362, જિલ્લો:કચ્છ)
શાળામાં ચાલતી વિવિધ અભ્યાસને અનુલક્ષીને પ્રવૃત્તિઓ જેવી કે ક્વિઝ સ્પર્ધા દ્વારા, વિજ્ઞાનને સરળતાથી સમજવા માટે બાળકો જાતે પ્રયોગો કરીને અવલોકન, તારણ મેળવે અને ગણિત જેવા અઘરા લાગતા વિષયને રસપ્રદ બનાવવા ગણિતને વ્યવહારુ ઉપયોગી બનાવીને સમજણઆપવી, ગણિતની ટૂંકી રીતો દ્વારા બાળકોને સમજણ અને ગમ્મત સાથે સમજાવવાં. દરરોજ પ્રાર્થના સભામાં અભ્યાસને લગતું જ્ઞાન પીરસવું, દિન વિશેષની માહિતી પૂરી પાડવી, આજનો શબ્દ દરરોજ લખીને બાળકોને ઉત્સાહ પૂરો પાડવો અને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડીને કસોટી લેવામાં આવે. વૈજ્ઞાનિકોની માહિતી, જીવન પરિચય વિશે ખ્યાલ આપવો. આ બધી માહિતી શાળાના બ્લોગ અને youtube પર અપલોડ કરેલી છે. (નિરવભાઈ ગૌતમભાઈ ચૌહાણ, 9586116776, જિલ્લો-ભાવનગર)
ગુણોત્સવ કાર્યક્રમમાં થયેલાં મૂલ્યાંકનની માહિતીની સંપૂર્ણ વિગતોનો રેકોર્ડ શાળામાં તથા દરેક વર્ગશિક્ષક પોતાની ફાઇલ પણ રાખે છે. જેથી જે તે વર્ગ અન્ય શિક્ષક પાસે આવે ત્યારે તે વર્ગની તમામ માહિતી તેમજ બાળકોની સિદ્ધિઓ, મૂલ્યાંકનોની નોંધ, ઉપચારાત્મક કાર્યની વિગતોની તે વર્ગ સંભાળનાર શિક્ષકને ખ્યાલ આવે.દરેક બાળક જે પ્રગતિ કરે તેની નોંધ તે બાળકોની પ્રોફાઇલમાંકરવામાં આવે છે. સંપૂર્ણ પોર્ટફોલિયોતૈયાર થતાં બાળકોની સારી - નરસી બાબતો જાણી શકાય છે. (લક્ષ્મીનારાયણ જયંતીલાલ પટેલ, 9714455702, સોહમકુમાર ઠાકોર, 8000962233, જીલ્લો: પાટણ, સુતરીયા નિધિ મહેશભાઈ, 9825542629, જીલ્લો: અમરેલી)
ગુણોત્સવની માહિતી સરળતાથી મળે તે માટે ધોરણ મુજબના ડેટાની હાર્ડકોપી ને સોફટકોપી તૈયાર કરી વર્ગશિક્ષકને આપવામા આવી છે. SMC ના સભ્યો તેમજ વાલીઓને આની વેબસાઇટની માહિતી તેમજ ઊપયોગ કરવાની રીત સમજાવવામાં આવી. ગુણોત્સવનું પરિણામ દરેક બાળકને આપવામાં આવે છે.(જયેશભાઈ પટેલ, 9638649495, જીલ્લો: અરવલ્લી)
અમે ગુણોત્સવની માહિતી સાચવવા માટે શાળાના દરેક કમ્પ્યુટરમાં ગુણોત્સવનું હોમ પેજ બનાવવામાં આવેલું છે. જેમાં એક કમ્પ્યુટરમાં ગુણોત્સવના પરિપત્રો અને ડીટેઈલ રાખવામાં આવે છે.બીજા દરેક કમ્પ્યુટરમાં સ્ટડીઝ મટીરીયલ રાખવામાં આવે છે. જેમાં બાળકોને જયારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરે છે. દરેક બાળકની નોટમાં પ્રશ્નબેંક બનાવવામાં આવી છે. દરેક બાળકનૉ ડેટા સાચવવા તેમના નામની ફાઈલ બનાવી છે. તેમના ટેસ્ટ પેપરના ફોટા પાડી વોટ્સએપ ગૃપમાં મૂકાય છે. બધા ડેટાની માસ્ટર કોપીની કમ્પ્યુટરમાં પણ સાચવણી કરાય છે. (હિરેનકુમાર સંઘાણી, 9904994294, જીલ્લો: બોટાદ)
એક સૉફ્ટવેર બનાવ્યું છે જેમાં બાળકની મહિતી નાખવાથી બાળકની અલગ અલગ માહિતી મળે છે. ટેસ્ટની પ્રિન્ટ નીકળતા તેમાં બાળકની ટોટલ માહિતી આવે છે. જેથી બાળકને તેના પર નામ કે રોલ નંબર, આધાર ડાયસ ,આધાર કાર્ડ લખાઈને આવે છે. (અલ્પેશભાઈ ચૌધરી, 9429287953 જીલ્લો: બનાસકાંઠા)
"ચાણક્ય ઇનોવેશન એકેડમી" એવું ગૃપ બનાવ્યું છે જેની અંતર્ગત બધા શિક્ષકો સાથે મળી સમસ્યાઓના સમાધાન મેળવીએ છીએ. સતત મૂલ્યાંકન કરવાથી શાળાના બાળકોની ગુણવત્તામાં સુધારો જોવા મળે છે. વર્ષ દરમિયાન એકમ ટેસ્ટ લેવામાં આવે છે અને તમામ ટેસ્ટનો સંગ્રહ કરી તેના પર ચર્ચા કરવામાં આવે છે. (દેવાંગીબેન બારૈયા-જામનગર-9429272564)
શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યના મૂલ્યાંકન માટે અમુકવિષયના સમગ્ર એકમના તમામ મુદ્દાઓને આવરી લેતી મલ્ટિમિડિયા ફ્લેશ યુનિટ ક્વિઝનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી બાળકો રિશેષના સમય દરમ્યાન કમ્પ્યુટર પર બેસીને પોતાની મેળે અભ્યાસ, મૂલ્યાંકન તેમજ ઉપચારાત્મક એમ ત્રણેય કાર્ય એકસાથે કરેછે. (પંકજભાઈ પરમાર-જામનગર-9978457656)
ન્યુઝપેપર અથવા મેગેઝીનમાં આવતી શૈક્ષણિક માહિતીને એકમ સંદર્ભે પૂરક સાહિત્ય તરીકે ઉપયોગ કરવાની સમજ આપવામાં આવી તેથી બાળકો એકમ સંદર્ભે પૂરક સાહિત્ય જાતે શોધતાં થયાં . (મનિષકુમાર સુથાર-ખેડા-9099172177)
કોઈપણ વિષયના અઘરા મુદ્દા સમજાવવા માટે પ્રશ્નોત્તરીને સાપ-સીડી સ્વરૂપે બનાવવી બીજા એકમને ઊભી-આડી ચાવીમાં ગોઠવવી..જેવી રમતો વર્ગમાં રમાડવામાં આવે છે. તેથી બાળકોને સરળતાથી અને થોડા સમયમાં સમજાવી શકાય છે.(પ્રણાલીબેન મહેશ્વરી-અમદાવાદ-9429606070),(ચેતનાબેન પટેલ-અમદાવાદ-9998967213)
શાળામાં દર મહિને એસ.એમ.સી. સભ્ય અને વાલીની હાજરીમાં ધોરણ પ્રમાણે અને જનરલ નોલેજના આધારે ઓનલાઈન-ઓફલાઈન ક્વિઝનુંત્રણ સ્તરે આયોજન કરવામાં આવે છે. આના પરિણામે બાળકો અને વાલીઓ શિક્ષણ પ્રત્યે જાગૃત થયાં . (વિજયસિંહ રાઠોડ-કચ્છ-9427384547),(પ્રવિણભાઈ ઠાકોર-પાટણ-9016933048)
શાળામાં એકમ શીખવ્યા બાદ ચર્ચા અને એકમ અનુરૂપ લેખન કરાવવામાં આવે છે. બીજા દિવસે બાળકોની મૌખિક કસોટીનું આયોજન કરવામાં આવે છે. તેથી બાળકો લાંબો સમય યાદ રાખતાં થયાં અને બાળકોના અક્ષરો પણ સુધર્યા. (ચિરાગકુમાર પટેલ-પંચમહાલ-9427657144)
વિદ્યાર્થીની પ્રોફાઇલ બનાવવી જેમાં વિદ્યાર્થીના રસના વિષયો, તેની નિયમિતતા, તેનું સામાન્ય જ્ઞાન, શારીરિક સ્વાસ્થ્ય, વિદ્યાર્થીની વિશિષ્ટતાઓ, નબળાઈઓ,ગત વર્ષની હાજરી, ઈતર પ્રવૃતિમાં લીધેલ ભાગ,મળેલ પ્રોત્સાહન વગેરે. જેવી તમામ બાબતોનો સમાવેશ કરવો.
પ્રગતિપત્રક, પ્રવૃત્તિ આધારિત પત્રક,રમત આધરિત પત્રક તથા અભ્યાસ આધારિત પત્રક તૈયાર કરીને શાળાના તમામ વિદ્યાર્થીની માહિતી અને તેનું મૂલ્યાંકન સહેલાઈથી કરી શકાય.
શાળામાં સાપ્તાહિક તથા માસિક આયોજન તૈયાર કરવું અને તે અનુસાર કાર્ય કરવા.
ધો.૬,૭,૮ નું સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક સરળતાથી બનાવવા માટે શિક્ષક દ્વારા બનાવવામાં આવેલ સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટે નીચેની લીંક પર ક્લીક કરો: http://www.edusafar.com/2015/11/sce-std-678-shruti-font.html
અહીં આપે જોયું ઘણા શિક્ષકો પોતાની જરૂરિયાત મુજબ sce માં બાળકોના મૂલ્યાંકન માટે અલગ અલગ પદ્ધતિઓ અપનાવી રહ્યાં છે આપ પણ આપની શાળામાં આ પદ્ધતિઓ અપનાવી શકો છો અથવા તો આપની જરૂરિયાત મુજબની પ્રવૃત્તિઓ વિકસાવી શકો છો. SCE મુજબ બાળકોનું મુલ્યાંકન કોઈ અઘરી બાબત નથી જો થોડા વાર્ષિક અને સત્ર મુજબનું આયોજન કરી અને પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે તો .
આશા છે કે આપને આ ટોપીકમાં આપવામાં આવેલી માહિતી વર્ગખંડની સમસ્યાઓના સમાધાન માટે ઉપયોગી બની રહેશે. ચાલો, કેટલાક સરકારી શાળાના જ શિક્ષકો દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિઓ અને તેના પરિણામ વિષે જાણીએ.