પ્રોજેક્ટ માર્ગદર્શિકા



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

પ્રોજેક્ટ માર્ગદર્શિકા


પ્રિય સહભાગીઓ,


અભિનંદન. તમે આ સ્વ-વિકાસ કાર્યક્રમના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છો. અમે ઇચ્છીએ છીએ કે આ સરળ અને વ્યવસાયિક સ્વ-વિકાસની નવીન પહેલથી અનુભવેલ શિક્ષણને તમે મજબૂત બનાવો. અમે આને "પ્રોજેક્ટ મોડ્યુલ" કહીએ છીએ. આ કાર્યક્રમના હેતુઓ માટે, પ્રોજેક્ટ એટલે એક એવી ક્રિયાત્મક સંશોધન પ્રવૃત્તિ કે જે તમે વિજ્ઞાન અને ગણિતના ચિંતન પ્રશ્નોના જવાબો આપ્યા પછી મેળવેલ ફીડબેક (અમારું મંતવ્ય) પર આધારિત હોય. તમે ગણિતમાં ૧૫ અને વિજ્ઞાનમાં ૧૫ પ્રશ્નોના જવાબો આપ્યા છે. પછી તમને તે ૧૫-૧૫ પ્રશ્નો પર ફીડબેક મળ્યો. અમુક પ્રશ્નોના તમે જે જવાબો આપ્યા હતા તે કદાચ અમારાં જવાબોથી અલગ હશે, અને તમને આપવામાં આવેલ કારણો ઉપયોગી લાગ્યા હશે. આ પ્રશ્નોમાંથી એક પસંદ કરો જેનો ફીડબેક તમને ઉપયોગી લાગ્યો હોય. હવે, વર્ગખંડમાં અમલીકરણ માટે આ પ્રશ્ન અને ફીડબેક સંબંધિત, પ્રોજેક્ટ (એક પ્રવૃત્તિ) વિકસાવો. અહીં તમારી પાસે તમને ઉપયોગી થાય તેવી રીતે પ્રોજેક્ટની/પ્રવૃત્તિની રચના કરવાની આઝાદી છે. (કૃપા કરીને અલગથી આપવામાં આવેલ વર્ગખંડમાં ક્રિયાત્મક સંશોધન વિશેની નોંધ વાંચો)

તમારો પ્રોજેક્ટ પૂરો થયા પછી તમારે એક પાનાંનો અહેવાલ મોકલવાનો છે. દરેક અહેવાલનું પાંચ સહભાગીઓ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે અને અહેવાલના લેખકને(આપને) ફીડબેક મોકલવામાં આવશે. એટલે કે, દરેક સહભાગીને પાંચ અહેવાલોનું મૂલ્યાંકન કરવાનું કહેવામાં આવશે. મૂલ્યાંકન માટેનું માળખું આ નોંધના અંતે આપવામાં આવેલ છે.

પગલું ૧
તમારા ખોટા જવાબો માટે તમને ફીડબેકથી કેટલી મદદ મળી છે તે જણાવો 
પગલું ૨ 
લક્ષ્ય નક્કી કરવા માટે જે પ્રશ્નનો ફીડબેક ઉપયોગી હતો તેવો એક પ્રશ્ન પસંદ કરો અને તમે કેવી રીતે વર્ગખંડમાં ક્રિયાત્મક સંશોધન કરશો તેની પદ્ધતિ નક્કી કરો. 
પગલું 3
મહત્તમ બે અઠવાડિયાના સમયગાળા સુધી વર્ગખંડ એક્શન સંશોધન પ્રોજેક્ટ વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે કરો અને પછી એક અહેવાલ બનાવી મોકલી આપો. તમે ગુજરાતી અથવા અંગ્રેજીમાં અહેવાલ બનાવી શકો છો. પ્રોજેક્ટના અહેવાલમાં પ્રોજેક્ટનું શીર્ષક અને ચાર અન્ય ભાગો હોવા આવશ્યક છે: પ્રોજેક્ટનો ધ્યેય, અપનાવવામાં આવેલ પદ્ધતિ, પ્રોજેક્ટના પરિણામ અને ચિંતન. કુલ લંબાઈ એક પૃષ્ઠ જેટલી હોવી જોઈએ, અથવા આશરે ૫૦૦ શબ્દો હોવા જોઈએ. તમે કૅપ્શન ધરાવતા મહત્તમ ત્રણ ફોટા ઉમેરી શકો છો. નોંધ: ફોટાઓ સહભાગી-મૂલ્યાંકનનો ભાગ રહેશે નહીં.

વધુમાં, તમને વાંચવા અને મૂલ્યાંકન કરવા માટે બીજા પાંચ પ્રોજેક્ટ્સ મળશે. જ્યારે અમે તમને પ્રોજેક્ટ્સ મોકલીશું, ત્યારે અમે તમને SMS દ્વારા જણાવીશું કે મૂલ્યાંકન કરીને પાછા આપવા સમય સીમા કઈ છે. એકવાર અહેવાલના તમામ પાંચ મૂલ્યાંકન કરો આ કાર્ય પૂરું કર્યા પછી, અહેવાલના લેખકને (શિક્ષક) ફીડબેક આપવામાં આવશે.

પ્રોજેક્ટના અહેવાલના મુલ્યાંકન માટેનું માળખું 

તમારાં અહેવાલનું માળખું અને સહભાગી-મૂલ્યાંકનકારોએ મૂલ્યાંકન દરમ્યાન શું જોવાનું છે તે નીચેના કોષ્ટકમાં આપવામાં આવ્યું છે.

 

ગુણવત્તાના ધોરણો

 

અહેવાલમાં સુધારાની જરૂર છે

લક્ષ્ય મુજબનો અહેવાલ

અહેવાલ શ્રેષ્ઠ છે

ધ્યેય

ધ્યેય સ્પષ્ટ રીતે દર્શાવેલા નથી

ધ્યેયો સ્પષ્ટપણે જણાવેલા છે અને શીખવા-શીખવવાસાથે સંબંધિત છે

ધ્યેયો સ્પષ્ટપણે અંકિત કરેલા છે, શીખવા=શીખવવા સાથે સંબંધિત છે અને  ક્રિયાત્મક સંશોધનની માહિતી આપે છે.

પદ્ધતિ

માહિતીના માત્ર એક કે બે સ્ત્રોત

હાલના વર્ગખંડમાંથી પૂરતા પ્રમાણમાં માહિતીના સ્ત્રોતો

હાલના વર્ગખંડમાંથી ઘણાં માહિતીના સ્ત્રોતો (કેસ સ્ટડી) અથવા અન્ય સંબંધિત સ્રોતો સાથે સરખાવેલા ઘણી માહિતી(દા.ત. ગયા વર્ષનો વર્ગ, શાળામાં, બીજો વર્ગ, રાજ્યની માહિતી)

પરિણામ

પરિણામો યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યા નથી

પરિણામો સારા વર્ણન અને ગ્રાફ, વગેરે દ્વારા દર્શાવવામાં આવ્યા છે

પરિણામોમાંથી ચાવીરૂપ   તારણો નીકળે છે. સારા વર્ણન અને ગ્રાફ, વગેરે દ્વારા સ્પષ્ટ અને સચોટ રૂપે જાણકારીનું પ્રદર્શન

ચિંતન

શીખવા-શીખવવાને બાબતે પોતાના વર્ગખંડ સબંધિત કોઈ ચર્ચા નથી

વર્ગખંડમાં પરિણામોની પોતાના શીખવા-શીખવવા પર કેટલી અસર થાય છે તે વિષે ચર્ચે છે

પરિણામો વર્ગખંડમાં પોતાના શીખવા-શીખવાની બાબતે કેટલા અસર કરે છે અને શીખવાની પદ્ધતિ માટેની (એટલે કે, અન્ય વર્ગખંડ, શાળાઓ, જીલ્લા, વગેરે) અસરો બાબતે ચર્ચા કરે છે. ભવિષ્યના સંશોધન પ્રશ્નોને પણ ઓળખે છે.

સ્ત્રોત: આ કોષ્ટક મેટીટેલ, જી. (૨૦૧૨) માંથી લેવામાં આવ્યું છે. ધી વ્હોટ, વ્હાય એન્ડ હાઉ ઓફ કલાસરૂમ એક્શન રિસર્ચ (CAR). જર્નલ ઓફ ધી સ્કોલરશીપ ઓફ ટીચિંગ એન્ડ લર્નિગ, ૨(૧), ૬-૧૩.https://scholarworks.iu.edu/journals/index.php/josotl/article/view/1589. માંથી લેવામાં આવ્યું છે.

સ્ત્રોત:
મેટીટેલ, જી. ધી વ્હોટ, વ્હાય એન્ડ હાઉ ઓફ કલાસરૂમ એક્શન રીસર્ચ. જર્નલ ઓફ ધી સ્કોલરશીપ ઓફ ટીચિંગ એન્ડ લર્નિગ, ૨(૧), ૬-૧૩. //scholarworks.iu.edu/journals/index.php/josotl/article/view/1589 માંથી લેવામાં આવ્યું છે. 
નીચે આપેલ વિગતો ઉપર જણાવેલ લેખમાંથી લેવામાં આવેલ છે. મૂળ અંગ્રેજી લેખ માટે ઉપર જણાવેલ લિંક જુઓ.

ધી વ્હોટ, વ્હાય એન્ડ હાઉ ઓફ કલાસરૂમ એક્શન રીસર્ચ ?
વર્ગખંડ ક્રિયાત્મક સંશોધન એટલે શું, કેમ અને કેવી રીતે?

વર્ગખંડ ક્રિયાત્મક સંશોધન એટલે શું?

તમારા પોતાના વર્ગોમાં શું સૌથી શ્રેષ્ઠ કામ કરશે જેથી તમે વિદ્યાર્થીમાં શીખવાનું સ્તર સુધારી શકો, એ શોધવા માટેની પદ્ધતિ એટલે વર્ગખંડ ક્રિયાત્મક સંશોધન. આપણે સામાન્યપણે સારા શિક્ષણ/શીખવવા બાબતે ઘણું બધું જાણીએ છીએ, પરંતુ દરેક શિક્ષણની સ્થિતિ સામગ્રી, સ્તર, વિદ્યાર્થીઓની કુશળતા અને શીખવાની શૈલીઓ, શિક્ષકની કુશળતા અને શીખવવાની શૈલીઓ અને અન્ય ઘણા પરિબળોની દ્રષ્ટિએ અનન્ય છે. વિદ્યાર્થીઓમાં શિક્ષણને વધારવા માટે, એક શિક્ષકે એ શોધવાનું છે કે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં કઈ શૈલી શ્રેષ્ઠપણે કામ કરે છે.
શિક્ષણ વિશેનું જ્ઞાન સુધારવા માટે ઘણી રીતો છે. ઘણા શિક્ષકો શિક્ષણ પર વ્યક્તિગત પ્રતિભાવની પદ્ધતિ અપનાવે છે; એટલે કે, વર્ગખંડમાં શું કામ કરે છે શું નથી કરતું તેની પર ધ્યાન આપે છે અને તેઓ શિક્ષણને વધારવા માટે તેમની શિક્ષણની વ્યૂહરચનાઓ કેવી રીતે બદલી શકે તે વિશે વિચાર કરે છે. કેટલાક લેખકોએ આવા પ્રતિભાવને વધારવા માટે ઉપયોગી પગલાં આપ્યા છે. કેટલાક શિક્ષકો (મોટાભાગના શિક્ષણ પ્રાધ્યાપકો) શિક્ષણ અને અધ્યયન પરના ઔપચારિક પ્રયોગાત્મક અભ્યાસો કરે છે, જેનાથી આપણા જ્ઞાનમાં ઉમેરો થાય છે. એક તરફ વ્યક્તિગત રીફ્લેક્શનથી લઈને બીજી બાજુ ઔપચારીક શૈક્ષણિક સંશોધન સુધીમાં કાર (CAR) એક પ્રવાહના કેન્દ્રમાં બંધબેસે છે. વ્યક્તિગત રીફ્લેક્શન કરતાં CAR વધુ વ્યવસ્થિત અને માહિતી-આધારિત છે, પરંતુ ઔપચારિક શૈક્ષણિક સંશોધન કરતાં તે વધુ અનૌપચારિક અને વ્યક્તિગત છે. CAR માં શિક્ષક તેમના પોતાના વર્ગખંડના પ્રશ્ન અથવા સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉદાહરણ તરીકે, શું ભાષણ આપવા કરતાં ભૂમિકા ભજવવાની(રોલ પ્લે) પદ્ધતિથી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના ખ્યાલો વધારે સારી રીતે સમજવામાં મદદ મળે છે? કયા ખ્યાલો/વિભાવનાઓ વિદ્યાર્થીઓ માટે સૌથી ગૂંચવણભરી છે?

વર્ગખંડ ઍક્શન સંશોધન વ્યવસ્થિત, છતાં ઓછું ઔપચારિક હોય છે. પ્રેકટીશનરો દ્વારા પોતાના એક્શનની માહિતી આપવા સંશોધન કરવામાં આવે છે. CAR નો ધ્યેય તમારા પોતાના વર્ગખંડમાંમાં તમારા પોતાના શિક્ષણને સુધારવાનો છે. પરંપરાગત સંશોધનની જેમ, CARના તારણોનું અન્ય પરિસ્થિતિઓ માટે સામાન્યીકરણ કરવાની કોઈ આવશ્યકતા નથી, વર્ગખંડમાં એક્શન સંશોધનના પરિણામ તમારાં જ્ઞાનમાં ઉમેરો કરી શકે છે. અનૌપચારિક સંશોધન પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં વર્ગખંડ એક્શન સંશોધન વ્યક્તિગત રીફ્લેક્શનથી પણ આગળ જાય છે, જેવી કે ટૂંકી સાહિત્ય સમીક્ષા, જૂથ તુલના અને માહિતી એકત્રીકરણ અને વિશ્લેષણ. બહુવિધ માહિતી સ્રોતોનો ઉપયોગ કરવાથી માન્યતા પ્રાપ્ત થાય છે.

વર્ગખંડ ક્રિયાત્મક સંશોધન શા માટે કરવું?

સૌપ્રથમ, વર્ગખંડ એક્શન સંશોધન તમારા શિક્ષણને સુધારવાનો એક ખૂબ જ અસરકારક રસ્તો છે. મધ્ય સત્રમાં વિદ્યાર્થીઓની સમજણનું મૂલ્યાંકન કરવાથી તમે બાકીના સત્ર માટે સૌથી વધુ અસરકારક વ્યૂહરચનાઓનું આયોજન કરી શકો છો. વિવિધ શિક્ષણ વ્યૂહરચનાઓની વિદ્યાર્થીઓની અધ્યયન નિષ્પત્તિઓની સરખામણી કરવાથી તમને જાણવા મળે છે કે કઈ શિક્ષણ તકનીકો કોઈ એક ચોક્કસ પરિસ્થિતિમાં શ્રેષ્ઠપણે કામ કરે છે. કારણ કે તમે તમારા પોતાના શિક્ષણની અસર પર સંશોધન કરી રહ્યાં છો, તમે આપોઆપ તમારી પોતાની શિક્ષણની શક્તિ અને નબળાઈઓ, તમારા વિદ્યાર્થીઓનું વિશિષ્ટ કૌશલ્ય સ્તર, વગેરે ધ્યાનમાં લો છો. શિક્ષણ અંગેના નિર્ણયોની દ્રષ્ટિએ તમારા તારણો તાત્કાલિક વ્યવહારુ મહત્વ ધરાવે છે.

બીજું, CAR તમારા શિક્ષણની અસરકારકતાનું દસ્તાવેજીકરણ કરવાનું એક સાધન પૂરું પાડે છે. CAR થી પરિણમતા ટૂંકા અહેવાલોને તમારા શિક્ષણના રેકોર્ડમાં સામેલ કરી શકાય છે.
ત્રીજું, CAR શિક્ષણ વિશે નવેસરની ઉત્તેજના આપી શકે છે. ઘણાં વર્ષો પછી, શિક્ષણ એકધારું બની જતું હોય છે. CAR નવો પડકાર પૂરો પાડે છે, અને CAR પ્રોજેક્ટ્સના પરિણામો ઘણી વખત શિક્ષકોને તેમની વર્તમાન વ્યૂહરચનાઓ બદલવા માટે સંકેત આપે છે.
તમે વર્ગખંડ ક્રિયાત્મક સંશોધન કેવી રીતે કરો છો?

વર્ગખંડ ક્રિયાત્મક સંશોધન સામાન્ય વૈજ્ઞાનિક મોડેલ જેવા જ પગલાંઓ અનુસરે છે, પણ વધુ અનૌપચારિક રીતે. CAR પદ્ધતિઓ માને છે કે સંશોધક, સૌ પ્રથમ એક વર્ગખંડ શિક્ષક છે અને સંશોધન માટે વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપરવટ પ્રાધાન્ય લેવાની મંજૂરી નથી. CAR પ્રક્રિયા સાત પગલાંની પ્રક્રિયા તરીકે વિચારી શકાય છે.

પગલું પહેલું: પ્રશ્ન અથવા સમસ્યાને ઓળખો. આ પ્રશ્ન તમારા વર્ગખંડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે સંબંધિત હોવો જોઈએ. ઉદાહરણ તરીકે, શું અલગ પ્રકારના એસાઈન્મેન્ટથી વિદ્યાર્થીની સમજમાં વધારો થશે? શું સહકારી શિક્ષણ જૂથોમાં વધારે સમય કાઢવાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્તરે ખ્યાલો સમજવામાં મદદ મળશે? સામાન્ય મોડેલ કદાચ એવું હોઈ શકે "વિદ્યાર્થીના શિક્ષણ પર “x” ની શું અસર છે?".

CARનો ધ્યેય નિર્ણય લેવાની જાણ કરવાનો હોવાથી, પ્રશ્ન અથવા સમસ્યા શિક્ષક નિયંત્રણ હેઠળની કંઈક વસ્તુ તરફ જોવા જોઈએ, જેમ કે શિક્ષણ વ્યૂહરચનાઓ, વિદ્યાર્થીના એસાઈન્મેન્ટ અને વર્ગખંડ પ્રવૃત્તિઓ. તમે જેમાં બદલાવા ઇચ્છતા હો એ બાબતમાં સમસ્યા હોવી જોઈએ. જો તમારાં તારણો પર કામ કરવાનો કોઈ ઇરાદો ન હોય તો CAR પ્રોજેક્ટ કરવાનો કોઈ અર્થ નથી. 

પગલું બીજું: સાહિત્યની સમીક્ષા કરો

તમે જે મુદ્દા પર વિચાર કરો છો તે વિષે કશું છાપેલું સાહિત્ય ઉપલબ્ધ હોય તો શોધવાનો પ્રયાસ કરો.

પગલું ત્રીજું: સંશોધનની વ્યૂહરચના બનાવો

એક CAR અભ્યાસની સંશોધન રચનામાં ઘણા પ્રકારો હોઈ શકે છે, જેમકે, પૂર્વ-પશ્ચાત પરીક્ષણ ડિઝાઇનથી લઇને સમાન વર્ગોની તુલના કે એક વર્ગ અથવા વિદ્યાર્થીની વર્ણનાત્મક કેસ સ્ટડી સુધીનું કંઈ પણ. પ્રમાણાત્મક અને ગુણાત્મક, બંને પદ્ધતિઓ યોગ્ય છે. ઓછામાં ઓછી ત્રણ પ્રકારની માહિતી એકત્રિત કરો (જેમ કે વિદ્યાર્થીનું પરીક્ષણ પ્રદર્શન, શિક્ષકનું મૂલ્યાંકન અને વિદ્યાર્થીના વર્તનનું નિરીક્ષણ). જો બધી માહિતી સમાન તારણો તરફ નિર્દેશ કરે છે, તો તમારા તારણોને મજબૂત માની શકાય.

પગલું ચોથું: માહિતી એકત્રિત કરો

તમે પગલાં ૩ માં સ્પષ્ટ કરેલ માહિતી એકત્રિત કરો

પગલું પાંચમું: માહિતીને અર્થસભર બનાવો

વ્યવહારુ મહત્વ ધરાવતાં તારણો માટે, તમારી માહિતીનું વિશ્લેષણ કરો. પ્રમાણાત્મક માહિતીનું સરળ વિશ્લેષણ સામાન્ય રીતે પૂરતું થઇ રહેશે. વારંવારની ઘટનાઓ માટે સહાયક પુરાવાઓ ટાંકીને નિરીક્ષણો અને મુલાકાતોના સ્વરૂપમાં એકત્રિત કરવામાં આવેલી માહિતીનું વિશ્લેષણ કરી શકાય છે.

પગલું છઠ્ઠું: પગલાં લો

તમારી શિક્ષણ વ્યૂહરચનાઓ વિશે નિર્ણયો લેવા માટે તમારા તારણોનો ઉપયોગ કરો. ક્યારેક તમને લાગશે કે એક વ્યૂહરચના સ્પષ્ટપણે વધુ અસરકારક છે, જેથી તે સ્પષ્ટ પસંદગી તરફ દોરી જાય છે. અન્ય સમયે, વ્યૂહરચના સમાન રીતે અસરકારક સાબિત થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં, તમે પસંદ કરેલ વ્યૂહરચના અથવા તમારા વિદ્યાર્થીઓ જે પસંદ કરે તે તમે વાપરી શકો છો.

પગલું સાતમું: તમારા તારણો શેર કરો.

તમે તમારા તારણોને ઘણી રીતે સહભાગીઓ સાથે શેર કરી શકો છો.

Subscribe to receive free email updates: