વર્ગખંડમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ
વિષય વસ્તુ
પ્રસ્તાવના:
આજે દરેક ક્ષેત્રમાં ઇન્ફોર્મેશન કોમ્યુનીકેશન ટેકનોલોજીને મહત્વ આપવામાં આવેલું છે. શિક્ષણકાર્ય દરમિયાન અનેક બાબતો/મુદ્દાઓ એવા આવે છે કે એ સીધેસીધું આપણે સમજાવી શકતાં કે દર્શાવી શકતાં નથી.જેમકે તોફાન, પિરામીડ, બ્રહ્માંડની રચના, પ્રાણીકોષ, વનસ્પતિકોષ વગેરે.આ સૂચી ઘણી લાંબી થઇ શકે છે. અને એક વિષય શિક્ષક તરીકે આપ જાણતા પણ હશો જ કે ક્યા મુદ્દામાં સીધેસીધું નિદર્શન શક્ય બનતું નથી. આજે વાત કરીએ તો આપણી પ્રાથમિક શાળાના ઘણા એવા શિક્ષકો છે જે શિક્ષણમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યાં છે.
શીખવાનો હેતુ:
૧. હું એક શિક્ષક તરીકે મારા વર્ગખંડમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરીશ?
૨. હું એક શિક્ષક તરીકે IT અંગેની જરૂરી માહિતી મેળવવા માટે કયા સંશાધનોનો ઉપયોગ કરીશ અને કોની મદદ લઈશ?
૩. હું એક શિક્ષક તરીકે વર્ગખંડમાં IT ના મહત્તમ ઉપયોગ માટેનું આયોજન કઈ રીતે કરીશ?
ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વર્ગખંડમાં વ્યાપક પ્રમાણમાં ઉપયોગ સરકારી પ્રાથમિક શાળાઓમાં ક્યાં સુધી વધી ગયેલ છે તે નીચેના ઉદાહરણ દ્વારા સમજીએ.
૨૦૧૬ માં શ્રી. ગૌસ્વામી બળદેવપુરી સાહેબ, જૂનાગઢના શિક્ષક દ્વારા ધો.- ૮ થી ૧૨ ના ગણિત વિષયના શિક્ષકો માટે “વર્ગખંડમાં ICT ના ઉપયોગ”નો ફ્રી (આ વર્કશોપમાં રસ ધરાવતા શિક્ષકો સ્વેચ્છાએ જોડાય છે, તેમને કોઈપણ પ્રકારનું TADA આપવામાં આવતું નથી)નું આયોજન કરવામાં આવ્યું. શ્રી મોવાણ પ્રા. શાળા,તા.જામખંભાળીયા,જી.દેવભૂમિ દ્વારકાના શિક્ષક ચંદનભાઈ રાઠોડે આ વર્કશોપમાં ભાગ લીધો. આ વર્કશોપમાં PPT કેવી રીતે બનાવવી? બ્લોગ કેવી રીતે બનાવી ઓપરેટ કરવો? ઇ-કન્ટેન્ટનો વર્ગખંડમાં કેવી રીતે ઉપયોગ કરવો? યુ-ટ્યુબ પર ચેનલ કેવી રીતે બનાવવી? વગેરે IT ને લગતા મુદ્દા પર સવિસ્તાર માર્ગદર્શન આપવામાં આવે છે. વર્કશોપના અંતે ચંદનભાઈને વિચાર આવ્યો કે, જે રીતે બળદેવપુરી સાહેબે માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શિક્ષકો માટે ICT ના ફ્રી વર્કશોપનું આયોજન કર્યું છે તે જ રીતે પોતે પણ પ્રાથમિક શાળાના શિક્ષક માટે આવી વર્કશોપનું આયોજન કેમ ના કરી શકે? વર્કશોપ પૂર્ણ થયા બાદ શિક્ષક એકબીજાને મદદરૂપ થાય તે માટે વ્હોટસેપ પર વર્કશોપ પ્રમાણે ગૃપ બનાવ્યાં છે. આ ગ્રુપમાં શિક્ષક મિત્રો ICT ને લગતા પ્રશ્નો પૂછે છે અને જે શિક્ષક જવાબ જાણતો હોય તે પોતાનો અભિપ્રાયનું આદાન-પ્રદાન કરે છે. વ્હોટસેપ ગ્રુપની માહિતીનો વર્ગખંડમાં ધો. ૫ થી ૮ ના બાળકો ગણિત-વિજ્ઞાન વિષય જુદા જુદા વીડિઓ, તેમજ વિવિધ ક્વીઝ માટે થાય છે તેમજ ઘણા શિક્ષક પોતાની જાતે ઈ-સાહિત્ય, PPT, PDF તેમજ વીડિઓ પોતાની જાતે બનાવીને વર્ગખંડમાં વાપરતા થયાં છે.ચંદનભાઈ જેવા જ બીજા ૮ શિક્ષકમિત્રો જે આવા વર્કશોપ હેન્ડલ કરી શકે એમ હતા તેનું એક ગ્રુપ બનાવ્યું જેમાં બલદેવપરી, પંકજ પરમાર, નિકુંજ સવાણી, દેવરાજ પરમાર, કલ્પેશ ચોટલીયા, કિશોર પરમાર, દીપ પાઠક, દેવાતભાઈ આંબલીયા શામેલ છે. જે જીલ્લામાં ૧૦૦+ શિક્ષકોનું જૂથ આ વર્કશોપ કરવા માંગતું હોય ત્યાં ૯ માંથી ૩-૪ શિક્ષક તજજ્ઞ તરીકે પોતાના સ્વખર્ચે જઈને વર્કશોપનું આયોજન કરતા થયાં . આવી રીતે નવેમ્બર ૨૦૧૭ સુધીમાં ૭ (દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી, મોરબી, ખેડા, અમદાવાદ અને ભાવનગર) જીલ્લામાં ૮ જેટલા વર્કશોપ (ગૃપમાં) તેમજ ૩ જેટલા વર્કશોપ ભાવનગરના B.Ed. અને P.T.C કોલેજના વિદ્યાર્થીઓ માટે ચંદનભાઈ દ્વારા યુટ્યુબથી કનેક્ટ થઈને કરેલા છે. જુદા જુદા વર્કશોપ દ્વારા અંદાજે ૯૦૦ થી ઉપર શિક્ષક મિત્રોએ ભાગ લીધો છે.
એક સરકારી શાળાના શિક્ષકો જો સ્વખર્ચે આટલા ઉત્સાહ સાથે સાથી શિક્ષકો માટે આ પ્રકારના વર્કશોપનું આયોજન કરી શકતાં હોય તો આપણે વિચારી શકીએ છે કે વર્ગખંડમાં ટેકનોલોજીના ઉપયોગનો તેમનો અનુભવ કેટલો અસરકારક રહ્યો હશે. ચંદનભાઈ રાઠોડની કેસ સ્ટડી નીચે વિગતવાર આપેલી છે. આપ વધુ માહિતી માટે તેમનો સંપર્ક કરી શકો છો.
ઇનોવેશન ફેર ૨૦૧૮ માં રાજ્ય કક્ષાએ પણ ૫૦ ટકા થી વધુ ઇનોવેશન શિક્ષણમાં ટેકનોલોજી માટેના જોવા મળ્યાં હતાં. તેમના અમુક ઇનોવેશન જે આપને મદદરૂપ થઇ શકશે. તે આપ નીચે આપેલી લીંકમાં વાંચી શકશો.
આઈટીના વર્ગખંડમાં ઉપયોગ સંદર્ભે એક ચોક્કસ આયોજનની જરૂર પડે છે.આ આયોજનને આધારે શિક્ષણ કાર્યને અસરકારક અને બાળકેન્દ્રિત બનાવી શકાય છે.આ પ્રકારના આયોજન માટે આપ નીચે આપેલા ફોર્મેટનો ઉપયોગ કરી શકો છો.
ક્રમ
ધોરણ
વિષય
પાઠ્યક્રમ
પાઠ/પ્રકરણનો મુદ્દો
મુદ્દા માટે ઉપયોગમાં લેવાનું સાહિત્ય (ફોલ્ડરનું નામ કે લીંક)
ફોટા
PDF/WORD ફાઈલ
ઓડીઓ
વિડીઓ
આપે વર્ગખંડમાં જે પણ વિષય ભણાવવાનો હોય અને તેનું જે પણ સાહિત્ય આપ ઉપયોગમાં લઇ રહ્યાં હોય, તેની આ પ્રમાણેની સૂચિ બનાવવાથી આપનું વર્ગકાર્ય ખૂબ જ સરળ બની જાય છે. અહીં વિષય શિક્ષક તરીકે ધ્યાનમાં લેવું જરૂરી છે કે આપ વિદ્યાર્થીઓ માટે જે પણ સાહિત્યનો ઉપયોગ કરો તે ગુણવત્તાયુક્ત હોવું જરૂરી છે. વિષયવસ્તુને સંલગ્ન હોવું જરૂરી છે અને વિદ્યાર્થીઓને જોવામાં અને સમજવામાં મજા આવે તેવું અને સરળ હોવું જરૂરી છે. આપ ઉપર આપેલા ફોરમેટમાં આપની જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકો છો.
આ ઉપરાંત મૂલ્યાંકન માટે પણ ક્વીઝ બનાવવી, કોઈ રમતનું નિર્માણ કરવું, એપ્લીકેશનનો ઉપયોગ વગેરે થઇ શકે છે.
ઉદાહરણ:
આ માટે નીચે કેટલીક લીંક આપેલી છે. આ લીંક ઉપરથી આવી તમામ આઈટી રીલેટેડ બાબતો જાણી શકાય છે.શિક્ષણમાં ઉપયોગી એવી અનેક બાબતો આપણને અહીંથી સરળ રીતે ઉપલબ્ધ છે. આ માટે નીચે આપેલા કોષ્ટકનો અભ્યાસ કરીએ.
ક્રમ
બ્લોગ
વેબસાઈટ
1
http://prerana2015.blogspot.in/
2
3
https://niravchauhan1981.blogspot.in/
4
http://vigyan-vishwa.blogspot.in/
5
6
https://vishalvigyan.blogspot.in/
7
www.timbineshprimaryschool.com
8
9
http://jayeshtalati80.blogspot.in/
10
11
12
http://jitugozaria.blogspot.in/
13
www.liyaprimaryschool.blogspot.in
14
http://edushareworld.blogspot.in/
15
16
http://thuvarvadgam.blogspot.in/
17
18
www.pragnaabhigamsafar.blogspot.com
19
https://ramajirotatar1971.blogspot.in/
20
http://tejasmehta4.blogspot.in/
ક્રમ
એપ
યુ-ટ્યુબ
1.
https://play.google.com/store/apps/developer?id=Kaushik+Motivaras
https://www.youtube.com/channel/UCePRcaUlOblNeJJ3VwZOJOA
2.
https://play.google.com/store/apps/developer?id=NARESH+DHAKECHA
https://www.youtube.com/channel/UCD107CSd1NRAeJ8h7ys8WNw?sub_confirmation=1
૩.
https://play.google.com/store/apps/dev?id=5784531331957625852
https://www.youtube.com/channel/UCp7MiUL8371qo7jXLkzDIvA
https://www.youtube.com/channel/UCJTph7vpqi66lw2kWFWPi5g
https://www.youtube.com/channel/UCcEJPgHOBxr3yZNhSSoVtRg/featured
આપ આપની શાળાનો કે વ્યક્તિગત બ્લોગ બનાવી શકો છો.આજે ગુજરાતમાં ૨૦૦ કરતાં વધારે શિક્ષકો અને ૩૦૦ કરતાં વધારે શાળાના બ્લોગ છે. આઈટીના ઉપયોગ દ્વારા તૈયાર થયેલું કામ માત્ર એક જ ક્લિક વડે સમગ્ર વિશ્વ સામે મૂકી શકાય છે.એ જ રીતે સમગ્ર વિશ્વમાં થતું કામ એક જ ક્લિક કરીને આપણે જોઈ,જાણી કે સમજી શકીએ છીએ.આપણા રાજ્યમાં નવા નદીસર પ્રાથમિક શાળાના શ્રી રાકેશ પટેલ અને જૂનાગઢ જીલ્લાના શ્રી પુરણ ગોંડલીયાને નેશનલ આઈસીટી એવોર્ડ આવા જ નવતર કામ માટે મળેલો છે.
પાટણ જીલ્લાની વાત છે. શિક્ષકનું નામ મૌલિક પટેલ.શાળાનું નામ સંડેર પ્રાથમિક શાળા. આ શાળા પાટણ તાલુકામાં આવેલી છે.તેમણે એક બગડેલા ટીવીને રીપેર કરાવ્યું. સાથે વેબ કેમેરાનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ પોતે જ પોતાને ટીવીમાં જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી. ટીવીમાં પોતાને જ જોવા માટે બાળકો એ કશુંક અભિવ્યક્ત કરવું પડતું હતું. આ વિદ્યાર્થીઓની અભિવ્યક્તિ ધીરે ધીરે નીખરવા લાગી. ધીરે ધીરે ગ્રામજનો આ કાર્યમાં જોડાયાં . એક સમય એવો આવ્યો કે આ શાળાના વિદ્યાર્થીઓ સ્થાનિક ન્યુઝ ચેનલમાં ન્યુઝ રીડર તરીકે કામ કરતા થયાં . આઈટી નો ઉપયોગ માત્ર કોઈ માહિતી મેળવવા કે કોઈ માહિતીનું આદાન-પ્રદાન કરવા કરતાં આ રીતે સર્વાંગી વિકાસ માટે પણ કરી શકાય તે આ વિગત ઉપરથી જાણી શકાય છે. આપણી શાળામાં પણ આ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સુવિધાઓ માટે આપણે સ્થાનિક વ્યવસ્થા કે પરિસ્થિતિ મુજબ કામ કરી શકીએ છીએ.
આઈટી નો ઉપયોગ એ શિક્ષણને સરળ કે સહજ કરવાનું એક અસરકારક માધ્યમ છે.આઈટી શિક્ષકને સમર્થન કરે છે, સહાયરૂપ છે.આઈટી શિક્ષકનો વિકલ્પ ક્યારેય હોઈ ન શકે એ બાબત અહીં સ્પષ્ટ રીતે સમજાવવી જરૂરી થઈ પડે છે. આજે ગુજરાત સરકાર દ્વારા દૂરવર્તી કાર્યક્રમ હેઠળ પાઠ્યપુસ્તક લેખકો અને તજજ્ઞો દ્વારા એકમનું આયોજન કરી તેને પ્રસારિત કરવામાં આવે છે.આમ આઈટીનો ઉપયોગ શિક્ષણને અસરકારક બનાવવા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
આશા છે કે આપને આ ટોપીકમાં આપવામાં આવેલી માહિતી વર્ગખંડની સમસ્યાઓના સમાધાન માટે ઉપયોગી બની રહેશે. ચાલો, કેટલાક સરકારી શાળાના જ શિક્ષકો દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિઓ અને તેના પરિણામ વિષે જાણીએ.