ધોરણ-6 પાઠ્યપુસ્તક પ્રમાણે 2.4 2 – આહારના ઘટકો



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

 ધોરણ-6 પાઠ્યપુસ્તક પ્રમાણે 2.4 2 – આહારના ઘટકો


વિષય વસ્તુ


ત્રુટિજન્ય રોગો


પ્રસ્તાવનાઃ

આપના વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ વ્યાયામ, રમતગમત અને શારીરિક પ્રવૃત્તિના સમયે ભાગ ન લેતા જણાયા હશે. કેટલાક વિદ્યાર્થીઓની શાળામાં અનિયમિત હાજરીનું કારણ તેમની શારીરિક માંદગી જણાતી હશે કે કેટલાક વિદ્યાર્થીઓ વારંવાર થાક અનુભવતા જણાયા હશે. ક્યારેક આપ લંગડી, કબડ્ડી કે દોડની સ્પર્ધાના સમયે વિદ્યાર્થીઓને એનર્જી માટે ગ્લુકોઝનું પીણું, ગ્લુકોઝના બિસ્કીટ કે કેળા, ચીકુ જેવા ફળો આપ્યા હશે. આવું શા માટે કરતા હોઇએ છીએ. આ બધી બાબતો તેના શરીરમાં શક્તિની ઉણપ દૂર કરવા માટેની છે. શું તમને એવું જણાય છે કે આવું થવાનું કારણ પૂરતા પૌષ્ટિક ખોરાકની ખામીને લીધે થતું હશે. અહીં આપણે તે બાબતને વિગતથી સમજવાનો પ્રયાસ કરીએ.

શીખવાનો હેતુઃ

હું શિક્ષક તરીકે મારા વર્ગના વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહારના કારણે થતા ત્રુટીજન્ય રોગોનો પરિચય કેવી રીતે આપીશ ?


હું વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહારના પરિચય સાથે ત્રુટીજન્ય રોગોથી રક્ષણ મેળવવાના ઉપચારની સમજ કેવી રીતે આપીશ ?


અધ્યયન નિષ્પત્તિ:

સમતોલ આહાર માટેના ખાદ્ય પદાર્થની સમજ મેળવે.


પૂર્વ તૈયારીઃ

વિદ્યાર્થીઓની રોજિંદા જીવનના ખોરાકની માહિતીની વિગત.

પાઠ્યપુસ્તકમાં આપેલ પ્રવૃત્તિ 2.1, 2.2 અને 2.3 અંતર્ગત આપેલ માહિતીની વિદ્યાર્થીઓ સાથે સમૂહ ચર્ચા કરો. આ માહિતીને લગતી નાનકડી પ્રવૃત્તિ, ક્રિયાત્મક કે લેખિત મૂલ્યાંકન કસોટીની રચના કરો. આવું કરવાથી શીખવવાની મુખ્ય બાબત માટે વિદ્યાર્થીઓમાં જરૂરી સહાયક માહિતી કેળવાશે.


ગામની આજુબાજુ ઉગતી અને અન્ય શાકભાજી, ફળ અને ખાદ્ય પદાર્થની સામગ્રીની સૂચી કરાવો.

શાકાહારી-બિન શાકાહારી પદાર્થોની ઓળખ આપો.


પાઠ્યપુસ્તકમાં આપેલ ચાર્ટની વિસ્તૃત માહિતી વિદ્યાર્થીને આપો.


વિદ્યાર્થીઓને કદી ના જોયેલા શાકભાજી, ફળ અને ખાદ્ય પદાર્થના ચિત્રો કે વાસ્તવિક સામગ્રીનું નિદર્શન કરાવો.

પોષણ અને સ્વાસ્થ્ય લગતી વિશેષ જાણકારી માટે નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.


વિષયવસ્તુની સમજ/વ્યાખ્યાઃ

દરેક પ્રકારના ખાદ્ય પદાર્થો કોઇને કોઇ પ્રકારનું પોષક તત્વ આપીને પોષણ પૂરુ પાડતા હોય છે. જેનાથી શરીરનો યોગ્ય વિકાસ થતો હોય છે. પરંતુ કેટલીક વ્યક્તિઓમાં એકજ પ્રકારનો ખોરાક લેવાથી કે પૌષ્ટિક આહારની ઉણપના લીધે કોઇ પ્રકારનો ત્રુટિજન્ય રોગ થતો હોય છે. આ રોગનું મૂળ કારણ કૂપોષણ છે. પોષણક્ષમ આહાર માટે કેટલાક ખાદ્ય પદાર્થો આપણી આસપાસ ઉપલબ્ધ છે. દા.ત. કેળુ. આ ફળ દરેક જગ્યાએ સહેલાઈથી મળી રહે છે એટલે કેળાના ફળને લઇને આ બાબતને સમજીએ.

વિષયવસ્તુની સમજ અને વ્યાખ્યા સ્પષ્ટ કરતી તબક્કાવાર પ્રવૃત્તિઃ

    એક કેળું લઇ તેમાં રહેલા વિવિધ પોષક તત્વોની ઓળખ વિદ્યાર્થીઓને આપો. કેળુ ખાવાથી મળતા પોષક તત્વોથી થતા ફાયદાઓની ચર્ચા કરો.


    કેળું ખાવાથી થતા ફાયદાઓ માટે ઇન્ટરનેટ, પુસ્તક કે અન્ય સ્ત્રોતથી વાચન, ફોટોગ્રાફ્સ કે વીડિયો સામગ્રી મેળવી એકત્ર કરો.


    નજીકના સરકારી કે ખાનગી હેલ્થ સેન્ટરમાંથી ડોક્ટર કે નર્સને વર્ગમાં બોલાવી તેની પાસે પ્રશ્નોત્તરી દ્વારા અને વિવિધ ખાદ્ય સામગ્રીનું નિદર્શન કરાવી આ બાબતની સૂંપૂર્ણ જાણકારી આપવી.


પ્રવૃત્તિનો વીડિઓ જોવા માટે અહીં ક્લીક કરો

પોષણના અભાવે થતા રોગો વિશે પ્રશ્નોત્તરીના માધ્યમે ચર્ચા કરવી.


સામાન્ય ફળ, કઠોળની ચર્ચા કરવી.


પાઠ્યપુસ્તકમાં આપેલી માહિતીના આધારે કયા-કયા ખાદ્ય પદાર્થોમાંથી કયા પ્રકારના પોષક તત્વો મળે છે તેનો ચાર્ટ તૈયાર કરાવો.

વર્ગમાં વિવિધ ખાદ્ય પદાર્થોનું નિદર્શન કરાવો. વિદ્યાર્થીઓ તેમાંથી પોતાને ગમતા ખાદ્ય પદાર્થોના ચિત્રો દોરે અને તેના પર ચાર-પાંચ વાક્યો લખે તેવી સૂચના આપો.


ઉપર વિભાગ-7 માં આપેલ વીડિયો વિદ્યાર્થીઓને દર્શાવો અને તેને સંબંધિત પ્રશ્નોત્તરી કરો.


આપના વર્ગમાં કૂપોષણના કારણે શૈક્ષણિક પ્રક્રિયા પર કઇ-કઇ અસરો પડે છે તે નોંધો.


બાળકોને જો ગામમાં હોય તો અથવા ફોટા દ્વારા કેળાના ઝાડનું નિદર્શન કરાવો.


કેળું તો એક ફળ છે પણ કેળાના ઝાડની રોજીદા જીવનમાં કયાં ઉપયોગમાં લેવામાં આવે છે તેની વાત સંક્ષિપ્તમાં કરો.


એ જ પ્રમાણે બાળકોને કહો કે તેમના ઘરમાં કયા પ્રકારના કઠોળ ખાવામાં આવે છે તેની વિગત મંગાવો અને તેના સાચા કઠોળ ચોંટાડીને અથવા તેના ફોટા સાથે ચાર્ટ વર્ગમાં બાળકો દ્વારા બનાવીને મુકો અને કયું કઠોળ કે શાકભાજી કે ફળ ખાવાથી ત્રુટિજન્યરોગો નિવારી શકાય છે તેની વિગત લખો.


Download PDF

Subscribe to receive free email updates: