◼સામાજિક વિજ્ઞાન◼
◼ધોરણ: 6◼
◼સત્ર: 2◼
🎯પ્રકરણ - 3 મહાજનપદ સમયની શાસનવ્યવસ્થા🎯
📇ઇ.સ. પૂર્વે સાતમી કે છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં કેટલાં મહાજનપદો હતાં ?
✔16
📇રાજતંત્ર રાજ્યવ્યવસ્થામાં કોને પ્રમુખ ગણવામાં આવતો હતો?
✔ રાજાને
📇આમાંથી કયું રાજ્ય રાજતંત્ર રાજ્યવ્યવસ્થા ધરાવતું હતું ?
✔મગધ
📇આમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું ?
✔વૈશાલી
📇આમાંથી કયું રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતું ?
✔મગધ
📇વજ્જીસંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું ?
✔વૈશાલી
📇ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા સંપૂર્ણપણે કોના પર આધારિત હતી ?
✔લોકો પર
📇ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા કયા સ્વરૂપની હતી ?
✔લોકશાહી
📇કોઈપણ દરખાસ્ત ગણરાજ્યોની સભામાં કેટલી વખત રજૂ થતી ?
✔ત્રણ વખત
📇ગણરાજ્યોની સભા ભરાતી તે સ્થળને શું કહેતા ?
✔ સંથાગાર
📇આપણા દેશના લોકો પોતાના શાસકોની પસંદગી શાનાથી કરે છે ?
✔મતદાનથી
📇ઇ.સ. પૂર્વે સાતમી કે છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં મોટાં રાજ્યો કયા નામે ઓળખાતાં હતાં?
✔મહાજનપદ
📇જે રાજ્યમાં લોકો રાજાની પસંદગી કરતા તે રાજ્યને શું કહેવામાં આવતું ?
✔ગણરાજ્ય
📇ગણરાજ્ય સમયમાં ખેડૂતો જમીનની ઊપજનો કેટલામો ભાગ કરરૂપે રાજકોષમાં આપતા ?
✔છઠ્ઠો
📇ગણરાજ્ય સંઘના સભ્યોને મત આપવા માટે શું આપવામાં આવતું ?
✔સળી
📇મગધમાં કઇ બે નદીઓ વહેતી હતી ?
✔ગંગા-સોન
📇ગણરાજ્ય સમયમાં ચિત્રાંકન કરેલા વાસણને શું કહેવાતું ?
✔ચિત્રિત ધૂસરપાત્ર
📇ગણરાજ્યોમાં ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં શાનો ઉપયોગ કરતાં ?
✔લોખંડની કોશનો
📇અલ્હાબાદથી મળેલ ઈંટની દીવાલ આશરે કેટલા વર્ષ પહેલાંની ગણાય છે ?
✔ 2500
📇પ્રજાતંત્ર અને રાષ્ટ્રીય એકતાની વાત આવે ત્યારે કોને યાદ કરવામાં આવે છે ?
✔વજ્જીસંઘના ગણરાજ્યોને
📇માનવી શરૂઆતમાં ભટકતું જીવન શા માટે જીવતો હતો ?
✔ખોરાકની શોધમાં
📇એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા ત્યારે તેઓ કેવી રીતે રહેતા ?
✔સમૂહમાં સાથે રહેતા
📇જ્યાં જ્યાં મોટા સમુદાયો રહેવા લાગ્યા, તે જનસમુદાયો ક્યા નામે ઓળખાવા લાગ્યા ?
✔જનપદ
📇'જનપદ'નો અર્થ શું થાય ?
✔માણસના વસવાટનું એક સ્થાન
📇જનપદોના નામ કોના ઉપરથી પડ્યા ?
✔જનપદની સ્થાપના કરવાવાળાના નામ ઉપરથી
📇કયા કાળમાં અનેક જનપદોનો ઉલ્લેખ જોવા મળે છે ?
✔મહાભારત
📇કઈ સદીમાં ઉત્તર ભારતમાં નાનાં-મોટાં અનેક રાજ્યો હતાં ?
✔ઈ.સ. પૂર્વેની સાતમી કે છઠ્ઠી સદીમાં
📇ઈ.સ. પૂર્વેની સાતમી કે છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં મોટાં રાજ્યો કયા નામે ઓળખાતાં હતા ?
✔મહાજનપદ
📇ઈ.સ. પૂર્વેની સાતમી કે છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં નાનાં રાજ્યો કયા નામે ઓળખાતાં હત ા ?
✔જનપદ
📇મહાજનપદોમાં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા સ્થાપિત હતી ?
✔2
📇વૈશાલીમાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું ?
✔લિચ્છવી
📇કપિલવસ્તુમાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું ?
✔શાક્ય
📇મિથિલામાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું ?
✔વિદેહ
📇કુશીનારામાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું ?
✔મલ્લ
📇મહાજનપદના સમયમાં કોની વચ્ચે અવારનવાર સંઘર્ષ થતો ?
✔મગધ અને વજ્જિસંઘ વચ્ચે
📇કેટલી જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા માટે સંઘરાજ્ય સ્થાપ્યુ ?
✔આઠ-નવ
📇લિચ્છવી, વજ્જી, જ્ઞાતુક વગેરે જાતિના લોકોએ જે સંઘરાજ્ય સ્થાપ્યું તે કયા નામે ઓળખાતું હતું ?
✔ વજ્જીસંઘનું ગણરાજ્ય
📇ગણરાજ્યના રાજયવહીવટનું સંચાલન કોના દ્વારા થતું હતું ?
✔સભા દ્વારા
📇ગણરાજ્યો રાજ્યવહીવટ માટે કોને પસંદ કરતા હતા ?
✔પ્રમુખને
📇ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને શું ગણવામાં આવતો ?
✔રાજા
📇ગણરાજ્યના પ્રમુખને કઈ સમિતિ રાજયવહીવટમાં મદદ કરતી ?
✔ કાર્યવાહક સમિતિ
📇કોઇપણ રાજ્યના શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે રાજ્યની રાજધાનીની આસપાસ શું કરતા હતા ?
✔ કિલ્લાઓ બંધાવતા
📇યુદ્ધ વખતે ગણરાજ્યોમાં બધા જ નાગરિકો પોતાને શું માનતા ?
✔સૈનિક