YouTube થી કમાણી કરનારા લોકો માટે માઠા સમાચાર, કંપનીએ નિયમમાં કર્યા આ ફેરફાર



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

YouTube થી કમાણી કરનારા લોકો માટે માઠા સમાચાર, કંપનીએ નિયમમાં કર્યા આ ફેરફાર



YouTubeથી કમાણી કરનારાઓ માટે હવે મુશ્કેલી ઉભી થવાની છે. કંપનીએ પોતાના પાર્ટનગર પ્રોગ્રામમાં ફેરફાર કર્યા છે. તે અનુસાર હવે ચેનલ અથવા ક્રિએટરે રૂપિયા કમાવવા માટે વધારે સબ્સક્રાઈબર્સ મેળવવા પડશે. એટલું જ નહીં એજ ચેનલને જાહેરાત મળશે જેની પાસે ઓછામાં ઓછા 1000 સબ્સક્રાઈબર્સ હશે અને 12 મહિનામાં ઓછામાં ઓછા 4,000 કલાકના વીડિયો ચેનલ પર જોવામાં આવ્યા હોય.


ઉલ્લખનીય છે કે, આ પહેલા કંપનીએ મિનિમમ વ્યૂઝ 10 હજાર રાખ્યા હતા, એટલે કે અત્યાર સુધી 10 હજાર વ્યૂઝ પૂરા થવા પર જાહેરાત મળતી હતી. યુટ્યૂબે પોતાની બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે, 20 ફેબ્રુઆરી છેલ્લી તારીખ હશે. એટલે કે જે ચેનલના વીડિયોને 4 હજાર કલાકના વ્યૂઝ નહીં મળે અને 1,000 સબસ્ક્રાઈબર્સ પૂરા નહીં હોય તેને 20 ફેબ્રુઆરી પછી જાહેરાત નહીં મળે.


યુટ્યૂબે આ પગલું લોગલ પોલની એક તાજેતરની ઘટના બાદ ઉઠાવ્યું છે. થોડા સમય પહેલા યુ-ટ્યૂબર અને ક્રિએટર લોગન પોલે એક સુસાઈડ વીડિયો પોસ્ટ કરી દીધો હતો, જેમાં ડિસ્ટર્બ કરનારું કન્ટેન્ટ હતું. આ વીડિયોમાં જાપાનના એક ફોરેસ્ટમાં ડેડ બોડી બતાવી હતી.


હજારો લોકો યૂટ્યૂબના પાર્ટનર પ્રોગ્રામ દ્વારા દર વર્ષે હજારો રૂપિયા કમાય છે, પરંતુ યુટ્યીબના આ નિયમ બાદ ઘણા ક્રિએટર્સને રૂપિયા કમાવવામાં મુશ્કેલી પડશે. સાથે જ નવા ક્રિએટર્સને પણ પોતાની ચેનલ શરૂ કરવામાં મહેનત કરવી પડશે.


યુટ્યૂબના કહેવા મુજબ, કંપનીએ આ પ્રતિબંધ એટલા માટે લગાવ્યા છે કે જેથી કંપની ક્રિએટર્સ પર નજર રાખી શકે, કે શું ક્રિએટર્સ કંપનની ગાઈડલાઈનને ફોલો કરે છે કે નહીં.


Subscribe to receive free email updates: