જો તમે પણ આ ભૂલ કરશો તો તમારી આંખો ખરાબ થઇ શકે છે. આ જાણો આંખો ની સંભાળ બાબતે



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

જો તમે પણ આ ભૂલ કરશો તો તમારી આંખો ખરાબ થઇ શકે છે. આ જાણો આંખો ની સંભાળ બાબતે

FOR NEW JOBS AND EDUCATIONAL UPDATES, VISIT WWW.KAMALKING.IN
આંખોથી તો તમે કુદરતી સોંદર્ય ના બધા રંગોનો આનંદ ઉઠાવી શકો છો. જેને આંખો નથી હોતી તેમને પૂછો તેનું દર્દ. આજના જીવનમાં આપણે આપણી આંખો ઉપર કઈક વધુ પ્રમાણમાં કામ નો બીજો આપી રહ્યા છીએ અને પછી આંખો માં દુઃખાવો રહેવા લાગે છે. છેવટે આપણે કેમ આપણી આટલી મહત્વની આંખો ની સંભાળ નથી રાખતા શું કારણ છે. તેનું કે પછી આપણે આવું આપણી આળસ ને લીધે કરીએ છીએ. બની શકે છે.

આજની ભાગદોડ ભરલી જીંદગીમાં આટલો વધારાનો સમય ન મળતો હોય. કે પછી એ પણ બની શકે છે આંખો ને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તેના વિશેની જાણકારી ન હોય. પરંતુ કારણ કોઈ પણ હોય આજે નહી તો કાલે તમારે તમારી આંખો ની જાળવણી તો કરવી જ પડશે, તો પછી કેમ ન આજે જ તેની શરૂઆત કરી દઈએ જેથી આંખો ની ખરાબ થવાની પરિસ્થીતી ઉભી જ ન થાય.

આંખો અનમોલ છે,આંખોની દેખભાળ કરવી ખુબ જ જરૂરી છે. જો આંખો ન હોય તો રાત અને દિવસ એક સરખા થઇ જાય છે. જેમ આપણે બીજા ભાગોની સાર સંભાળ રાખીએ છીએ તેવી રીતે આંખોની તંદુરસ્તી માટે ધ્યાન રાખવું ખુબ જ જરૂરી હોય છે. પરંતુ ક્યારક ક્યારેક આપણી નાની નાની ભૂલો આંખોને ખરાબ કરી દે છે. નીચે આપેલ એક વિડીયોમાં પણ આપેલું છે આંખોની સુરક્ષા બાબતે

લગાવવું : બહાર નીકળતી વખતે કે બાઈક ચલાવતી વખતે આંખોમાં ધૂળ અને જીવ જંતુ ન પડે, તેનાંથી આંખોમાં ઇન્ફેકશન અને એલર્જી થવાની શક્યતા વધી જાય છે.
આંખો ચોળવી : હાથથી આંખોને ચોળવાથી હાથના બેકરેટીયા આંખોમાં જાય છે. તેનાથી આંખોમાં ઇન્ફેકશન અને એલર્જી થવાની શક્યતા વધી જાય છે.

આંખો ધોવી : દિવસમાં ઓછામાં ઓછું ૨ થી ૩ વખત પાણી થી આંખો નાં ધોઈએ તો આંખોમાં ઇન્ફેકશન થવાની શક્યતા વધી જાય છે. તેનાથી આંખોની રોશની ઉપર અસર થાય છે.

તપાસ ન કરાવવી : જો આંખોમાં ચશ્માં આવ્યા છે તો સતત દુઃખાવો થાય છે. ને તપાસ ન કરાવો તો તેનાથી તકલીફ વધી જાય છે. થોડા થોડા સમયે કોઈ સારા સ્પેશ્યાલીસ્ટ પાસે આંખની તપાસ કરાવતા રહેવું જોઈએ.

સ્ક્રીનને સતત જોતા રહેવું : રોજ કોમ્પુટર, મોબાઈલ, કે ટીવી ના સ્ક્રીનને સતત ધણી ક્લાકો સુધી જોતા રહેવાથી આંખો ખરાબ થવાની શક્યતા વધી જાય છે. તેનાથી બચવા માટે દર ૨૦ મીનીટે આંખોને આરામ આપવો અને સ્ક્રીનથી લગભગ ૨ ફૂટના અંતરે બેસવું.

આઈ મેક અપ ન કાઢવો :
રાત્રે સુતા પહેલા આઈ મેક અપ ન કાઢવાથી તેમાં રહેલા કેમિકલ્સ આંખો ઉપર ખરાબ અસર કરે છે, તેનાથી આંખોમાં ઈરીટેશન,એલર્જી,ઇન્ફેકશન,ખંજવાળ આવવી, ઘાવ વધુ લાલ થઈ જવો આવી તકલીફ થવા લાગે છે.

બીજાના ચશ્માંનો ઉપયોગ કરવો : આંખોમાં નંબર પ્રમાણે જુદા જુદા ચશ્માં બને છે. જો આપને લાંબા સમય સુધી બીજાના ચશ્માં નો ઉપયોગ કરશો તો તેનાથી માથાનો દુઃખાવો, આંખો નું તેજ ઓછું થવા નીશ્ક્યતા વધી જાય છે.

કાજળ લગાવવું :સારું કાજલ ન લગાવો અને એક બીજાનું કાજલ વાપરો તો આંખોમાં ઇન્ફેકશન અને એલર્જી થઇ જાય છે. તેનાથી આંખો ના પાવર ઉપર પણ અસર પડે છે.

એક્સ્પાયર દવાઓ નો ઉપયોગ :

આંખોમાં એક્સ્પાયર આઈ ડ્રોપ નો ઉપયોગ કરવાથી ઇરીટેશન અને એલર્જી જેવી તકલીફ થવા લાગે છે. એટલા માટે જયારે પણ જે આઈ ડ્રોપ લો એક્સ્પાયર તારીખ જરૂર જુઓ.

 
FOR NEW JOBS AND EDUCATIONAL UPDATES, VISIT WWW.KAMALKING.IN

Subscribe to receive free email updates: