લવિંગ જેટલું નાનું છે એટલા જ ગુણકારી પણ છે જાણો દરેક ઉંમર અને ઘણા બધા ગંભીર રોગોમાં તેનો ઉપયોગ
WWW.KAMALKING.IN
લવિંગ કુદરતે આપેલી એક અનમોલ ભેંટ છે. કેમ કે જેટલુ નાનું છે એટલુ જ ફાયદાકારક પણ છે. તેનો માત્ર આપણા રસોડામાં મસાલા તરેકે ઉપયોગ કરીએ છીએ, પણ તેને ઘણા પ્રકારની બીમારીઓનાં ઈલાજ માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે, અને એના પરિણામ નવાઈ ઉપજાવે તેવા હોય છે. લવિંગ કોઈપણ સીઝનમાં દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક છે પણ શિયાળાની સિઝનમાં તેની ખુબ જરૂરિયાત રહે છે, કેમ કે તેની તાસીર ખુબ ગરમ હોય છે.
લવિંગના તેલની તાસીર ઘણી ગરમ હોય છે, અને તે કારણે તેનો ખુબ ધ્યાન રાખીને ઉપયોગ કરવો જોઈએ. જયારે તમે તમારી ત્વચા ઉપર તેને લગાવો ત્યારે સીધો જ કોઈ વસ્તુ સાથે ભેળવ્યા વગર ન લગાવો.
દાંતમાં થતા દુઃખાવામાં લવિંગનો ઉપયોગ કરવાથી છુટકારો મળે છે અને તે કારણે જ ૯૯ ટકા ટુથપેસ્ટમાં રહેલા પદાર્થો ની યાદીમાં લવિંગ ખાસ કરીને રહેલું જ હોય છે.
ખાંસી અને દુર્ગંધવાળા શ્વાસના ઈલાજ માટે લવિંગ ખુબ અસરકારક છે. લવિંગનો નિયમિત ઉપયોગ આ તકલીફોથી છુટકારો આપાવે છે. તમે લવિંગને તમારા ભોજનમાં કે પછી એમ જ મુખવાસ સાથે ખાઈ શકો છો.
સામાન્ય રીતે થતી શરદીને લવિંગથી જ મટાડી શકાય છે. તમે લવિગના તેલના દસ ટીપા મધ સાથે ભેળવીને દિવસમાં બે થી ત્રણ વખત ઉપયોગ કરીને શરદીને ઠીક કરી શકો છો.
લવિંગમાં મગજના સ્ટ્રેસ ને દુર કરવાનો પણ ગુણ હોય છે. લવિંગને તમે તુલસી, ફુદીનો અને ઈલાયચી સાથે ઉપયોગ કરીને સુગંધિત ચા બનાવી શકો છો અને ધારો તો તે મિક્સ તમે મધ સાથે પણ ઉપયોગ કરીને સ્ટ્રેસથી છુટકારો મેળવી શકો છો.
જો તમે ત્વચા ને લગતી તકલીફો જેવી કે ફોડકી, કાળા ડાઘા અને સફેદ ડાઘા થી પરેશાન છો તો તેનો ઉપાય લવિંગના તેલમાં છુપાયેલા છે. તમારે તેને તમારા ફેશપેકમાં ભેળવી ઉપયોગ કરો કેમ કે તે ખુબ ગરમ હોય છે અને તેને સીધું ત્વચા ઉપર નથી લગાવી શકાતું.
લવિંગનું તેલ અન્ય કોઈપણ તેલની સરખામણીએ સૌથી વધુ એન્ટીઓક્સીડેટ ગુણોથી ભરપુર હોય છે. એન્ટીઓક્સાઈડેંટ સ્વસ્થ ત્વચા અને શરીરને તંદુરસ્ત રાખવામાં ખુબ જરૂરી હોય છે. લવિંગના તેલમાં મિનરલ્સ જેવા પોટેશિયમ, સોડીયમ, ફોસ્ફરસ, આયરન, વિટામીન એ, અને વિટામીન સી વધુ પ્રમાણમાં હોય છે.
લવિંગનું તેલ કોઈ ઝેરી જાનવર કરડે તો, ઝેર ચડે ત્યારે, ઘા ઉપર અને ફંગલ ઇન્ફેકશન ઉપર પણ ઉપયોગ કરવામાં આવે છે.
લવિંગ નાખેલી ચા વાળને ખુબ ફાયદો થાય છે. લવિંગ વાળી ચા ને વાળ કાળા કરવા અને શેમ્પુ કર્યા પછી લગાવવો જોઈએ. તેને ઠંડો કર્યા પછી જ તેનો વાળમાં ઉપયોગ કરવો જોઈએ, તમારા વાળને સુંદર બનાવવામાં તે ખુબ અસરકારક છે.
લવિંગથી વાળનું કન્ડીશનર પણ બનાવી શકાય છે. જો તમારા વાળ જલ્દી જલ્દી વિખાઈ જાય છે લવિંગમાંથી બનેલું કંડીશનર ખુબ અસરકારક છે.
લવિંગના ઉપયોગથી ઉલટી આવવાની તકલીફ, જીવ ગભરાવો અને દિનચર્યામાં રાહત મળે છે. લવિંગના તેલનો આંબલી, થોડી સાકર સાથે પાણી સાથે પીવું જોઈએ.
કેમ બનાવવું કન્ડીશનર : બે ચમચી વાટેલા લવિંગ અને અડધો કપ ઓલીવ ઓઈલ ને મિક્સ કરીને ધીમા તાપે ગરમ કરવું જોઈએ પણ આ મિક્સ ને ઉકાળવાનું નથી. આ મિક્સને આચ થી ઉતારીને ઠંડું કરો. હવે તેને ગાળી લો. અને પેક કેરીને મૂકી દો. જયારે પણ તમે શેમ્પુ કરવા જાવ છો આ મિક્સ નો થોડો ભાગ તમારી હથેળી ની વચ્ચે લઇ લો અને તમારા માથાની ચામડી ઉપર લગાવી દો. તેને ૨૦ મિનીટ સુધી લાગેલું રહેવા દો અને પછી શેમ્પુ કરી લો.
VISIT WWW.KAMALKING.IN