ઘરમાં જ આવી રીતે બનાવો પાચન થવાની ગોળી, ગેસ્ટ્રીક તકલીફ માંથી મડશે છુટકારો
GET NEW JOBS AND MATERIAL, CLICK HERE
સામાન્ય ઇનડાઈજેશન કે ગેસ્ટ્રીક તકલીફ થાય તો ઘરમાં જ રહેલ તૈયાર અને ચટપટી હાજમાં ની ગોળી ખુબ ફાયદાકારક હોય છે. બજારમાં ઘણા નામોથી જેવા મળતી આવી જાતની હાજમાં ની ગોળીઓ જો ઘરમાં જ બનાવીને રાખી લો તો ન માત્ર પૈસાની બચત થશે પણ શુદ્ધતા અને કેમિકલ મુક્ત હોવાની પણ ખાતરી રહેશે.
આયુર્વેદમાં શું છે હાજમાં નો ઈલાજ ?
સાંચી બોદ્ધ અને ભારતીય જ્ઞાન વિશ્વ વિદ્યાલયના આયુર્વેદિક વિભાગના આસીસ્ટન પ્રોફેસર ડૉ. અખીલેશ સિહનું કહેવું છે કે ઘણા આયુર્વેદિક ગ્રંથોમાં હાજમાં માટે ચૂર્ણ કે ગોળીઓ બનાવવાની રીત બતાવેલ છે. તેને ઘરે પણ બનાવી શકાય છે. આ આયુર્વેદિક ગોળીઓ ન માત્ર હાજમાં માંજ ઉપયોગી છે પણ સિગરેટ અને ગુટકા ની ટેવ ની તકલીફને પણ દુર કરે છે. ડૉ. સિહ જણાવે છે કે હાજમાં ની ગોળીઓ ઘેર બનાવવાનો નુસખો સાથે જ તેના ફાયદા …
આગળ જાણો ઘેર કેવી રીતે બનાવવી હાજમાં ની ગોળી
જરૂરી વસ્તુ :
વરિયાળી, સુંઠ, સફેદ મરચું અને આમળા પાવડર – અડધી ચમચી
તજ પાવડર – એક ચમચી
વાટેલી સાકર અને સિંધવ મીઠું – બે-બે ચમચી
પાક્કી આંબલી નો માવો – ત્રણ ચમચી
સફેદ જીરું – ૫૦ ગ્રામ
* મિક્ષ કરવ માટે લીંબુનો રસ
* વાટેલી સાકર ઉપર નાખવા માટે
કેમ બનાવવું :
બધી વસ્તુને ઝીણી વાટીને મિક્ષ કરી લો. તેમાં એટલો જ લીંબુનો રસ ભેળવીને લોટ જેવો ગૂંદીને ગોળીઓ બનાવી શકાય.
સાચવવાની સાચી રીત :
ગોળીઓ બનાવીને તેની ઉપર સાકર છાટો જેથી તે અંદરો અંદર ચોટે નહી. છાયામાં સુકવીને ચોખ્ખા હવા બંધ
ડબ્બામાં મૂકી દો.
ખાવાની સાચી રીત :
ગેસ કે ઇનડાઈજેશન થાય ત્યારે એક ગોળી ખાઈને હુંફાળું પાણી પી લો. સિગરેટની તલપ લાગે ત્યારે એક કે બે ગોળી ચૂસો.
હાજમાંની ગોળીથી શરીરમાં થતા ફાયદા :
આ આયુર્વેદિક ગોળી પેટમાં અટકાયેલી ગેસ ને રીલીઝ કરે છે. પેટ ફૂલવાની તકલીફ દુર થાય છે.
હજમ ન થતું હોય કે ઇનડાઈજેશનની તકલીફ થાય તો આ ગોળી હુફાળા પાણી સાથે લેવાથી ફાયદો થાય છે.
જીવ ગભરાવો કે ઉલટી જેવું લાગે તો એક ગોળી ને મોઢામાં રાખીને ચૂસવાથી ફાયદો થાય છે.
ગેસ કે ઇનડાઈજેશન ને લીધે થતા પેટના દુખાવામાં આ ગોળી હુફાળા પાણી સાથે લેવાથી ફાયદો થાય છે.
સિગરેટ, ગુટકા કે તમ્બાકુ ની તલપ લાગે ત્યારે આ ગોળી મોઢામાં રાંધીને ચૂસવાથી તલપ શાંત થાય છે.
FOR EDUCATION AND JOB RELATED NEWS, VISIT WWW.KAMALKING.IN