જાગો …. વાલીઓ …….જાગો…



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

💥💥💥💥💥💥
*જાગો …. વાલીઓ …….જાગો…*

હમણાં જ H.S. C. (Science) નું પરિણામ જાહેર થયુ. તેમજ ટૂંક સમય માં S.S.C અને H.S.C  (સામાન્ય પ્રવાહ) નું જાહેર થશે..ત્યાર બાદ કેટલીક મોટી ખાનગી શાળા ની *મોટી મોટી જાહેરાતો આવે છે.....*

*અમારી શાળા માં...*

● 99.99 PR સાથેબોર્ડ *પ્રથમ….*
● 99.98 PR બોર્ડ *દ્વિતીય….*
● 99.97 PR બોર્ડ *તૃતીય….*
● *99.90 PR સાથે TOP 10માં....*

પરંતું વાસ્તવિકતા એ છે કે....
● 99.99 PR વાળા બધા વિદ્યાર્થી *પ્રથમ* ગણાય નહીં.
● 99.98 PR વાળા *બધાં દ્વિતીય* ગણાય નહીં.
● 99.97 PR વાળા બાધા તૃતીય ગણાય નહીં……
● 99.90 PR વાળા ટોપ 10 મા ન પણ હોય....

કારણ કે  ….

◆ 99.99 PR વાળા બાધા વિદ્યાર્થી નાં *માર્ક્સ એકસમાન હોતા નથી….*
◆99.98 PR વાળા બાધા વિદ્યાર્થી નાં *માર્ક્સ એકસમાન હોતા નથી…*.
◆ 99.97 PR વાળા બાધા વિદ્યાર્થી નાં *માર્ક્સ એકસમાન હોતા નથી…*.

કેવી રીતે…???  તો જાણો…

હાલ જે રિઝલ્ટ જાહેર થાય છે તેમાં ટકા નાં બદલે PR દર્શાવામાં આવે છે PR નાં આધારે હોશિયાર-નબળા ની સરખામણી ન થાય. *તેથી જ બોર્ડ દ્રારા પણ TOP 10 વિદ્યાર્થીઓ નાં નામ ની યાદી જાહેર કરવામાં આવતી નથી….*

🎯🎯🎯
PR ની ગણતરી નીચે મુજબ થાય….

ધારો કે કુલ 5,00,000 વિદ્યાર્થી પરીક્ષા આપે છે અને 4,00,00 વિદ્યાર્થી પાસ થાય છે. તો *99.99 PR વાળા લગભગ ઓછા મા ઓછાં 40 વિદ્યાર્થી હોય* આ બધાના માર્ક્સ સરખા હોતા નથી. જેમકે

👉  પ્રથમ વિદ્યાર્થી ને 650/700 માર્ક્સ હોય તો PR 99.99 થાય.

👉 દ્વિતીય વિદ્યાર્થી ને 649/700 હોય તો પણ PR 99.99 થાય.

👉 જો ત્રીજા સ્થાન પર 645/700 વાળા 4 વિદ્યાર્થી હોય તો પણ બધાના 99.99 PR થાય….
આવુ 40 વિદ્યાર્થી સુધી થાય.
🎯 જો 41 મા વિદ્યાર્થી ને 635/700 માર્ક્સ હોય તો પીઆર *99.98 થાય. તેથી તેં દ્વિતીય કહેવાય નહીં તેનાથી 40 વિદ્યાર્થી આગળ છે….*

☺ 99.90 PR વાળા વિદ્યાર્થી ટોપ 10 માં ગણાય નહીં …. પરંતું  ટોપ 0.10% માં ગણાય. એટ્લે કે જો 4,00,000 વિદ્યાર્થી પાસ થાય તો *ટોપ 400 માં આવે,*

જો 1,00,000 વિદ્યાર્થી પાસ થાય તો ટોપ *100 માં આવે….*

આમ છતા શાળા ઓ આવી જાહેરાત આપે છે કારણ કે તેં *જાણતા ન હોય અથવા જાણતા હોવાં છતા આંખ મિચામણ કરી*  વિદ્યાર્થી – વાલી ને આકર્ષવા માંગે છે…....

Subscribe to receive free email updates: