*૨૦૨૦માં...મોદી સાહેબના રાજમાં ભારતે કેવી જબરદસ્ત ઇન્ફરમેશન ક્રાંતિ કરી હશે ! એક કલ્પના...*
*બકાએ પિઝા-હટમાં ફોન કર્યો.*
*'હલો, મારા ઘરે એક પિઝા મોકલો.'*
*સેલ્સમેન કહે 'જરા, તમારો આધાર કાર્ડ નંબર આપશો ?'*
www.kamalking.in
*બકાએ નંબર આપ્યો. સામેથી જવાબ આવ્યો 'ઓકે,*
*તમે બકાભાઈ ચકાભાઈ ચતુરવેદીયા છો,*
*હરેકૃષ્ણ સોસાયટીમાં સાતમા નંબરના મકાનમાં રહો છો.*
*તમારા ઘરનો ફોન નંબર ફલાણો છે, ઓફીસનો નંબર ફલાણો છે, મોબાઇલ નંબર ફલાણો છે અને ઇમેઇલ એડ્રેસ ફલાણું છે. રાઇટ ?'* www.kamalking.in
*બકો છક થઇ ગયો. 'તમને મારી આટલી બધી વિગત શ્રી રીતે ખબર છે ?'*
*સેલ્સમેન : 'અમે આધાર સિસ્ટમથી જોડાયેલા છીએ.*
*'તમારે કઇ ટાપઇનો પિઝા જોઈએ છે ?'*
*બકાએ કીધું 'મોઝરેલા ડબલ-ચીઝ'*
*સેલ્સમેન કહે છે 'આપને માટે આ સારી પસંદગી નથી.'*
*બકો :'કેમ ?'*
*સેલ્સમેન : 'તમારા મેડિકલ રીપોર્ટના હિસાબે તમને હાઇ બ્લડપ્રેશર અને હાઇ કોલોસ્ટ્રોલ છે.'*
*બકો : 'તો તમારી શું સલાહ છે ?'*
www.kamalking.in
*સેલ્સમેન : 'તમે ઓછી ફેટવાળો વેજ-હોકિન પિઝા મંગાવો. એ તમારા માટે યોગ્ય છે.'*
*બકો : 'કઇ રીતે ?'*
*સેલ્સમેનઃ 'ગયા અઠવાડીયે તમે નેટ પરથી વેજ લો-ફેટ પિત્ઝામાં સર્ચ કર્યું હતું.'*
*બકો ખુશ થઇ ગયો : 'રાઇટ ! તો તમે ત્રણ મોટા વેજ-લો ફેટ- હોકિન પિઝા મોકલી દો.'*
*સેલ્સમેન : 'ઓકે. તમે પેમેન્ટ શી રીતે કરશો ?'*
*બકોઃ 'ક્રેડિટ કાર્ડથી.'*
*સેલ્સમેન : 'તમારી ક્રેડિટ કાર્ડની લિમીટ પતી ગઈ છે. તમારે તમારી બેન્કને ઓલરેડી ૧૮,૯૫૪ રૃપિયા ચૂકવવાના બાકી છે.*
*ગયા વરસે તમે જે હોમલોનના હપ્તા નથી ચૂકવ્યા એનો દંડ આમાં સામેલ નથી.'*
*બકો 'ચિંતા ના કરો. હું એટીએમથી પૈસા કાઢીને તમારા ડિલીવરી બોયને રોકડા આપી દઈશ.'*
*સેલ્સમેનઃ 'તમે એવું નહિ કરી શકો કારણ કે તમારા એટીએમ કાર્ડના ઓવરડ્રાફ્ટની લિમિટ પણ પતી ગઈ છે.*
*હવે તો તમે અહીં જાતે તમારી બાઇક નંબર જીજેસી ૧ ૩૧૫૪ લઇને આવો અને રોકડા ચૂકવો તો જ પિઝા મળી શકશે.'*
www.kamalking.in
*બકો :'હદ થઈ ગઈ !*
*તમને મારા બાઈકનો નંબર પણ ખબર છે ?* *અચ્છા છોડો.* *ત્રણ પિઝા જોડે ત્રણ કોક ફ્રી મળશે ને ?'*
*સેલ્સમેન : 'સોરી સર. તમારું બ્લડ-શુગરલેવલ પણ બહુ વધારે છે માટે આ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.* *વળી, તમે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સના છેલ્લા બે હપ્તા પણ નથી ભર્યા.* *આ સંજોગોમાં વીમા કંપની તમારો હેલ્થ ક્લેઇમ ઝટ પાસ નહિ કરે,*
*પછી અમારો વાંક નહિ કાઢી શકો...'*
*બકો :'તારી તો હમણાં કહુ એ...'*
*સેલ્સમેનઃ 'માનનીય બકાશ્રી, તમારી ભાષા પર કાબુ રાખશોજી !* *૧૨ નવેમ્બર ૨૦૧૭ના રોજ અને ૨૧ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ પોલીસમેનને ગાળો દેવાના અપરાધમાં તમારા ઉપર ૫૦૦-૫૦૦ રૃપિયાનો દંડ થઈ ચૂકયો છે..'*
*બકો બેહોશ...*
*સેલ્સમેન : 'આધાર-કાર્ડ આધારિત કૉલ-સેવાનો ઉપયોગ કરવા બદલ ધન્યવાદ!'...*
CREATED BY:
WWW.KAMALKING.IN