અભણ માણસ ( ગુજરાતી વાર્તા )



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

- અભણ માણસ  ( ગુજરાતી વાર્તા )

એક શહેરના મધ્યભાગમાં બેકરીની એક દુકાન હતી. બેકરીની અમુક વસ્તુઓ બનાવવા માટે એને માખણની જરુર પડતી હતી.આ માખણ બાજુમાં આવેલા ગામડામાંથી એક ભરવાડ પાસેથી ખરીદવામાં આવતું હતુ.
www.kamalking.in

એકદિવસ બેકરીના માલિકને એવુ લાગ્યુ કે માખણ જેટલુ મંગાવ્યુ એના કરતા થોડું ઓછુ છે. એણે નોકરને બોલાવીને માખણનું વજન કરવાની સુચના આપી. નોકર માખણનું વજન કરીને લાવ્યો. માખણનું વજન 900ગ્રામ હતું. એકકીલો માખણ ખરીદવામાં આવેલું પણ તેના બદલે 100 ગ્રામ ઓછુ માખણ મળતા વેપારીને બહુ ગુસ્સો આવ્યો.

વેપારીએ નક્કી કર્યુ કે આવુ કેટલા દિવસ ચાલે છે તે જોવુ છે એણે ભરવાડને માખણ ઓછુ હોવા વિષે કોઇ વાત ન કરી. રોજ માખણ ઓછુ જ આવતુ હતું. થોડા દિવસ સુધી આ જોયા બાદ વેપારીએ ભરવાડની સામે કોર્ટમાં છેતરપીંડીની ફરીયાદ કરી. કોર્ટ દ્વારા કેઇસની સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે ન્યાયધીશે ભરવાડને પુછ્યુ ,

" તમારી સામે જે આરોપ મુકવામાં આવ્યા છે તેના બચાવમાં તમારે કોઇ રજુઆત કરવી છે કે કોઇ વકીલ રોકવા છે ? " www.kamalking.in

ભરવાડે હાથ જોડીને કહ્યું... " જજ સાહેબ,

હું તો ગામડામાં રહેતો સાવ અભણ માણસ છું. માખણનું વજન કરવા માટે મારા ઘરમાં વજનીયા નથી. અમે ગામડાના માણસો નાના પથ્થરના વજનીયા બનાવીને જ વસ્તુ આપીએ. પણ અમારા આ પથ્થરના વજનીયા વેપારીના વજનીયા કરતા વધુ વજનદાર હોય બસ એટલી મને ખબર છે. www.kamalking.in

જજે સામે પ્રશ્ન પુછ્યો ,

" તો પછી રોજ 100 ગ્રામ માખણ ઓછુ કેમ આવે છે ? " 

"ભરવાડ કહે... સાહેબ એનો જવાબ તો આ વેપારી જ આપી શકશે. કારણ કે હું રોજ એમને ત્યાંથી એક કીલો બ્રેડ ખરીદુ છું અને એમની પાસેથી ખરીદેલી બ્રેડને જ વજનીયા તરીકે ઉપયોગ કરીને એમને એક કીલો માખણ આપુ છું."
www.kamalking.in

સાહેબ હુ તો પથ્થર રાખીને વજન કરતો હતો મને થયું કે પથ્થરના વજનીયા એક કિલો ગ્રામ કરતા ઓછા હશે તો ના હક મને પાપ લાગશે. આથી હુ બેકરી પરથી એક કિલો ગ્રામ બ્રેડ ખરીદ કરતો હતો.

મિત્રો , આપણા સમાજમા ઘણા લોકો બીજા કરતા ઓછું મળે ત્યારે રાડારાડી કરવા લાગે છે ખરેખર તો એ વ્યક્તિને વિચાર કરવાની જરૂર છે કે મેં બીજાને શું આપ્યું  છે ? આપણે બીજાને જેવું આપ્યું હશે એવું જ પાછું મળશે.
FOR MATERIAL GENERAL KNOWLEDGE CURRENT AFFAIRS OLD EXAM PAPERS NEW JOB RESULT ETC PLEASE VISIT WWW.KAMALKING.IN

- આભાર મિત્રો

Subscribe to receive free email updates: