Article ‘the’-2



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

*Post no-6 Article ‘the’-2*

_*Binsachivalay & Office Assistant & TET/TAT & Other Competitive Exams:*_

*Angel English Academy દ્વારા Regular English Grammar*

*Article The (ધ/ધી)*

the સરસ અને સરળ રીતે

the વિષે સ્પષ્ટીકરણ

•ઘણા એવું માને છે કે એક વચનની આગળ a/an લાગે અને બહુવચનની આગળ the લાગે.
•બહુવચન ની આગળ the લાગે તે માન્યતા કે સમજણ સદંતર ખોટી છે.
•The ને એક વચન કે બહુવચન સાથે કોઈ સબંધ નથી, એકવચન કે બહુવચન, ગણી શકાય કે ન ગણી શકાય કે વિશેષણ એમ દરેક જગ્યાએ/આગળ the લાગી શકે છે.
•The નો સબંધ ચોક્કસતા/અનન્યતા સાથે છે, એકવચન બહુવચન સાથે નહી

‘The’ ને આપડે ત્રણ વિભાગમાં સમજશું
A.કુદરત દ્વારા સર્જિત ... ની આગળ
B.માનવદવારા સર્જિત ... ની આગળ
C.અન્ય ... ની આગળ

A. અને B આગળ ની Post માં મોકલી દીધા છે હવે આજે જોઈએ…. કે

C. અન્ય ક્યાં ક્યાં નો ઉપયોગ થાય અને અન્ય અપવાદો.વિશેષતાઓ

સંગીત/વાજિંત્રોના નામ આગળ the લાગશે/વપરાશે/આવશે

111.the piano
112.the violin
113.the flute
114.the harmonium

કોઈ અનિશ્ચિત નામ નો પ્રથમ વખત ઉલ્લેખ થાય ત્યારે તેની આગળ a/an લાગે પરંતુ બીજી વખત એજ નામ નો ઉલ્લેખ થાય ત્યારે ત્યાં the લાગી જાય કારણ કે હવે તે ચોક્કસ બની ગયું, આપડે એજ નામનો ઉલ્લેખ/વાત કરી રહ્યા છીએ જે પ્રથમ વાક્યમાં એક વખત આવી ગયું છે.

115.This is a pen. The pen is made in India.
116.This is a book. The book has been gifted me by Kishan sir.
117.That was the apple which was seen by Newton falling down from the tree.
(તે એ સફરજન હતું જે વૃક્ષ પરથી નીચે પડતા ન્યુટને જોયું હતું.)

S.D.(Superlative Degree) વ્યક્ત કરતા વિશેષણોના રૂપ આગળ પણ the લાગે

118.the longest river
119.the highest peak
120.the smallest fruit
121.the most beautiful girl
122.the ugliest animal

જયારે પરસ્પર કોઈ પણ (બે)ની ચોક્કસતા હોય ત્યારે પણ (બંને) તેની આગળ the લાગે.

123.Please, give me the book on the table.
(એજ બુક જે ટેબલ પર છે અને એજ ટેબલ કે જેના પર બુક છે.)
124.The fan in near the door is not working.
(એજ ફેન જે દરવાજા નજીક પર છે અને એજ દરવાજો કે જેની નજીક ફેન છે.)

પોતાના જેવી આખી જાતી વ્યક્ત કરતા અને એકવચન હોય તેવા પક્ષી/પ્રાણી/વૃક્ષો/ફૂલો/ફળો વી. ના નામ આગળ પણ the લાગે. www.kamalking.in

125.The cow is a holy animal.
(ગાય પવિત્ર પ્રાણી છે, અહી કોઈ એક ગાય નહી પરંતુ ગાયની સમગ્ર જાતી)
126.The jackal is a cunning animal.
(શિયાળ લુચ્ચું પ્રાણી છે, અહી કોઈ એક શિયાળ નહી પરંતુ શિયાળની સમગ્ર જાતી)
127.The dog is a faithful animal.
(કુતરો વફાદાર પ્રાણી છે, અહી કોઈ એક કુતરો નહી પરંતુ કુતરાની સમગ્ર જાતી)
128.The camel is a ship of the desert.
(ઊંટ રણનું વાહન/વહાણ છે, અહી કોઈ એક ઊંટ નહી પરંતુ ઊંટની સમગ્ર જાતી)
129.The mango is the king among all fruits.

કોઈપણ ક્ષેત્રમાં તેની મુખ્ય અનન્ય/વિશિષ્ઠ વ્યક્તિ આગળ પણ the લાગે.

130.the captain
131.the manager
132.the principal
133.the head master
134.the Prime Minister
135.the Chief Minister
136.the President

શરીરના અંગોના નામ આગળ the લાગશે

137.Somebody hit me on the head

રાજવંશો/ઐતહાસિક બનાવો ના નામ આગળ the લાગશે
www.kamalking.in

138.the Maurya dynasty
139.the French Revolution

ક્રમવાચક સંખ્યા આગળ the લાગશે

140.the first
141.the second
142.the tenth
143.the last (છેલ્લું) & last એટલે ગયા/ગઈ Ex. last Diwali એટલે ગઈ દિવાળીએ

જયારે કોઈ પણ બેની સરખામણી જેટલા/તેટલા કે જેટલી/તેટલી થી થાય ત્યારે બંને C.D. (Comparative Degree) ના વિશેષણ રૂપ આગળ the લાગશે

144.The more you earn, the more you can spend.
(તમે જેટલું વધારે કમાવો, એટલું વધારે ખર્ચી શકો)
145.The more we read, the more learned we become.
(આપડે જેટલું વધારે વાંચીએ, એટલા વધારે જ્ઞાની બનીએ.)
146.The deeper the roots are, the stronger they would be.
(મુળિયા જેટલા વધારે ઊંડા, એટલા વધારે મજબુત)

જયારે કોઈ વિશેષણ આખી જતી માટે વપરાયું હોય ત્યારે તેની આગળ પણ the લાગે

147.The dead can’t answer.
(મૃતો/મરેલાઓ જવાબ ન આપી શકે)
148.We must help the handicapped
(આપડે શારીરિક ખોડ-ખાપણ ધરાવનારાઓનેમદદ કરવી જોઈએ)
149.The rich can afford anything.
(ધનવાનો ને કઈ પણ પોસાય)

Man & Woman ની આગળ કે છુટા છવાયાપર્વતો આગળ the નહી લાગે.

150.Girnar is situated in Gujarat.
151.Everest is the highest peak.
152.Man is mortal.
153.Woman is also mortal.

Best of Luck!

હવે પછીની પોસ્ટ માં Articles ની પુષ્કળ પ્રેક્ટીસ send થશે
Articles A-An-The ની અગાઉ 5 Post Send કરેલ છે.
FOR MATERIAL GENERAL KNOWLEDGE CURRENT AFFAIRS OLD EXAM PAPERS NEW JOB RESULT ETC PLEASE VISIT WWW.KAMALKING.IN

Subscribe to receive free email updates: