તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે?: તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ? તમારી જાણ બહારના નંબર માટે આ રીતે ફરિયાદ કરો



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે?: તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ? તમારી જાણ બહારના નંબર માટે આ રીતે ફરિયાદ કરો

HOW MANY MOBILE SIM CARD REGISTERED ON YOUR ID? CHECK THIS WAY EASILY.


ટેલિકોમ વિભાગે સિમ કાર્ડ યુઝર્સ માટે નવું નોટિફિકેશન જાહેર કર્યું છે

9થી વધારે સિમ તમારા નામે રજિસ્ટર્ડ હોય તો KYC કરાવવું જરૂરી

તમે ભલે એક કે બે સિમ કાર્ડનો ઉપયોગ કરતા હો, પરંતુ શું તમને ખબર છે કે તમારા IDથી કેટલા સિમ રજિસ્ટર્ડ છે? આ સવાલનો જવાબ તમને નથી ખબર તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ટેલિકોમ વિભાગના નવા નિયમ પ્રમાણે એક ID પર 9 જ સિમ એક્ટિવેટ કરી શકાશે.

જમ્મુ-કાશ્મીર, આસામ સહિત ઉત્તર-પૂર્વનાં રાજ્યો માટે આ લિમિટ 6 સિમની છે. 9થી વધારે સિમ તમારા નામે રજિસ્ટર્ડ હોય તો તમારે KYC કરવું જરૂરી છે. સિમ વેરિફાય થયેલું નહિ હોય તો એ ડિએક્ટિવ થઈ જશે.

ટેલિકોમ વિભાગે 7 ડિસેમ્બરે નોટિફિકેશન જાહેર કર્યું છે. એ મુજબ ગ્રાહકોને સિમ વેરિફાય કરવા માટે 60 દિવસનો સમય મળશે.

ઈન્ટરનેશનલ રોમિંગ યુઝર્સ, બીમાર અને વિકલાંગ ગ્રાહકોને વધારે 30 દિવસનો સમય મળશે. નવું નોટિફિકેશન જાહેર થયા બાદ જો તમે એ જાણવા માગતા હો કે તમારા IDથી કેટલાં સિમ રજિસ્ટર્ડ છે તો અમે તમને એની પ્રોસેસ જણાવીશું.

કેટલાં સિમ એક્ટિવ છે એ જાણવું જરૂરી.

તમારા નામે રજિસ્ટર્ડ એવું સિમ એક્ટિવ છે, જેનો ઉપયોગ તમે ન કરી રહ્યા તો તમારે નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. આ સિમ કાર્ડનો ઉપયોગ ગેરકાયદે એક્ટિવિટી માટે કરવામાં આવે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

આ રીતે રજિસ્ટર્ડ સિમની સંખ્યા જાણો

ટેલિકોમ વિભાગે TAFCOP (ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન)એ પોર્ટલ તૈયાર કર્યું છે. tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર દેશમાં એક્ટિવ મોબાઈલ નંબરનો ડેટાબેઝ અપલોડ થયેલો છે. પોર્ટલના માધ્યમથી સ્પૅમ અને ફ્રોડ કોલ્સ કન્ટ્રોલ કરી શકાય છે. તમારા નામે કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે એ માત્ર 30 સેકન્ડમાં જાણી શકો છો..

ચેક કરવા માટે અહીં ક્લિક કરો

સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ::

ચેક કરવા માટે અહીં ક્લિક કરો

સૌપ્રથમ tafcop.dgtelecom.gov.in પોર્ટલ ઓપન કરો.

અહીં બોક્સમાં મોબાઈલ નંબર અને OTPથી લોગ-ઈન કરો.

તમારા IDથી એક્ટિવ સિમ કાર્ડના તમામ મોબાઈલ નંબરનું તમને લિસ્ટ જોવા મળશે.

આ લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમારી જાણ બહારનો છે તો એને તમે રિપોર્ટ કરી શકો છો.

એના માટે નંબર સિલેક્ટ કરી 'This is not my number' સિલેક્ટ કરો.

ઉપરના બોક્સમાં આપેલા IDમાં લખેલું નામ સબમિટ કરો.

હવે નીચે આપેલા Report બોક્સ પર ક્લિક કરો.

ફરિયાદ કર્યા બાદ એક ટિકિટ ID રેફરન્સ નંબર પણ મળશે.

Subscribe to receive free email updates: