વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી 10 મહત્વની વાતો



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી 10 મહત્વની વાતો

19 નવેમ્બરના રોજ ચંદ્રગ્રહણ થશે, ચંદ્રગ્રહણને અશુભ ઘટના માનવામાં આવે છે. ચંદ્રગ્રહણ દરમિયાન પૂજા પાઠ કે અન્ય મંગળ કાર્યો કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે. ત્યારે આ 10 બાબતો જાણી લો. 

2021નું બીજુ અને છેલ્લુ ચંદ્રગ્રહણ

આ ચંદ્રગ્રહણ સૌથી મહત્વપૂર્ણ છે

19 નવેમ્બરે યોજાશે છેલ્લુ ચંદ્રગ્રહણ

સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ 

19 નવેમ્બરે સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ થવાનું છે. આ ગ્રહણની લાંબી અવધિના કારણે તેને સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ કહેવામાં આવી રહ્યું છે.

ચંદ્રગ્રહણ કઈ રાશિમાં થશે

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ વૃષભ રાશિમાં થશે. રાહુ વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. આ કારણે ગ્રહણની સૌથી વધુ અસર વૃષભ રાશિ પર પડશે.

ચંદ્રગ્રહણનો સમય

હિન્દુ કેલેન્ડર મુજબ ગ્રહણ સવારે 11:34 વાગ્યે શરૂ થશે અને સાંજે 05:59 વાગ્યે સમાપ્ત થશે.

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 

19 નવેમ્બરે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થશે. આગામી ચંદ્રગ્રહણ 16 મે 2022ના રોજ થશે.

કાર્તિક પૂર્ણિમા પર ચંદ્રગ્રહણ

કારતક મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાને કાર્તિક પૂર્ણિમા કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે.

સુતક કાળ

સુતક કાળ 19મી નવેમ્બરે માન્ય રહેશે નહીં. આ ગ્રહણ આંશિક ગ્રહણ હશે, તેથી સુતક કાળ ભારતમાં માન્ય રહેશે નહીં. સૂતકનો સમયગાળો માત્ર સંપૂર્ણ ચંદ્રગ્રહણમાં જ માન્ય રહેશે.

ભારતમાં ક્યાં દેખાશે 

19 નવેમ્બરે ભારતના પૂર્વોત્તર રાજ્ય આસામ, અરુણાચલ પ્રદેશના ભાગોમાં દેખાશે.

વિદેશમાં ક્યાં જોવા મળશે 

19 નવેમ્બરે ચંદ્રગ્રહણ અમેરિકા, ઉત્તરી યુરોપ, પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને પેસિફિક મહાસાગર ક્ષેત્રમાં દેખાશે.

2021 માં કેટલા ચંદ્રગ્રહણ થશે

વર્ષ 2021 માં બે ચંદ્રગ્રહણ થયા. વર્ષનું છેલ્લું અને બીજું ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે થશે.

ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે

ચંદ્રગ્રહણ એ એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના છે. જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડવા લાગે છે, ત્યારે આ સ્થિતિને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. 

Subscribe to receive free email updates: