લીલી હળદર ના છે અદભૂત ફાયદાઓ.
મિત્રો તમે આજ સુધી સૂકી દળેલી હળદર ના ફાયદા જાણ્યા હશે અને તેનો રોગ ઉપચાર માં ઉપયોગ પણ કર્યો હશે. પણ આજે આપણે લીલી હળદર ના ફાયદા અને તેનો રોગ ઉપચાર માં ઉપયોગ વિશે જાણીશું.
🔷 લીલી હળદર ના ગુણધર્મો
👉 આયુર્વેદ ના મતે હળદર ઉષ્ણ, વાયુનાશક, યકૃતઉત્તેજક, ક્રાંતિવર્ધક, વર્ણસુધારાક છે. તે શરદી, કફ, રક્તદોષ, પ્રમેહ, સોજો, પાંડુરોગ, પીનસ, અભિરુચિ, રક્તચાપ વગેરેમાં ઉપયોગી છે.
🔷 લીલી હળદર માંથી મળતા તત્ત્વોનું પૃથુક્કરણ
પાણી – 13.1 %, પ્રોટીન – 6.3 %, ચરબી – 5.1 %, ખનીજ પદાર્થ – 3.5 %, કાર્બોદિત પદાર્થ – 69.4 %,
ફોસ્ફરસ – 0.28 %, લોહ – 18.6 મિ.ગ્રામ/100ગ્રામ,
કેલ્શિયમ – 0.15 %,
🔷 લીલી હળદર નો ઉપયોગ
👉 લીલી હળદર ને વાટીને તેનો રસ કાઢવો. તેનો રસ બે થી ત્રણ ચમચી રસ સીધો જ અથવા થોડા પાણીમાં મેળવીને લઈ શકાય છે.
🔷 લીલી હળદર ના ફાયદા
👉 ચામડી ના રોગો માટે હળદર ખૂબજ ગુણકારી છે.
👉 લીલી હળદર ના ઉપયોગ થી સ્ત્રીઓ ને ધાવણની શુદ્ધિ થાય છે.
👉 લીલી હળદર નો રસ સવાર સાંજ અડધી ચમચી લેવાથી કફ દૂર થાય છે. લીલી હળદર કફનાશક છે.
👉 લીલી હળદર નો રસ અથવા સૂકી હળદર નો પાઉડર દૂધમાં નાખીને સૂતી વખતે લેવામાં આવે તો શરદી-સળેખમ અને ઉધરસ માં સારો ફાયદો થાય છે.
👉 લીલી હળદર નો રસ માખણ કે દહીંમાં મેળવી ને ત્વચા પર રબ કરવાથી ત્વચા મુલાયમ બને છે અને સફેદ બને છે.
👉 લીલી હળદર નો રસ સવારે નવશેકા પાણી સાથે લેવાથી શરીર માં રહેલા ખરાબ ટોક્સિન બહાર નીકળી જાય છે.
👉 લીલી હળદર ના સેવનથી સ્ત્રીઓ ને ધાવણ ની શુદ્ધિ થાય છે.