પ્રેરણા / ડેટોલના પેક પર જોવા મળશે આ વ્યક્તિની તસ્વીર, જાણો શું છે તેના પાછળનું કારણ
મુકેશ અત્યાર સુધી 50 હજારથી વધુ લોકોને લોહી આપીને તેમનો જીવ બચાવ્યો છે.
ડેટોલના પ્રોડક્ટ પેક પર જોવા મળશે બિહારના મુકેશની તસ્વીર
કોરોનામાં મદદ માટે ડેટોલે આપ્યું ઓવર પ્રોટેક્ટર સન્માન
સોશિયલ વર્ક માટે અમિતભ બચ્ચન પણ કરી ચુક્યા છે તારીફ
કોરોના સંકટની વચ્ચે ધણા લોકોએ ખૂબ જ મદદ કરી છે. બિહારના પટના મુકેશ હિસારિયાએ લોકોની ખૂબ મદદ કરી છે. કોરોના કાળમાં લોકોની મદદ કરવા માટે ડેટોલે મુકેશ હિસારિયાને સન્માનિત કર્યા છે. સમાજસેવા કરવા બદલ મુકેશને બ્લડમેન નામ આપવામાં આવ્યું છે. ડેટોલે તેમને ઓવર પ્રોટેક્ટર સન્માન આપ્યું છે. અમિતાભ બચ્ચન પણ મુકેશના સામાજીક કામોના વખાણ કરી ચુક્યા છે.
આ પહેલા પણ મુકેશને મળી ચુક્યા છે ઘણા સન્માન
બિઝનેસમેન મુકેશ હિસારિયાને 2013માં તેમના કામના કારણે કોન બનેગા કરોડપતિમાં સ્પેશિયલી બોલાવવામાં આવ્યા હતા. મુકેશ અત્યાર સુધી 50 હજારથી વધુ લોકોને લોહી આપીને તેમનો જીવ બચાવ્યો છે. આ ઉપરાંત તે અત્યાર સુધી 488 ગરીબ પરિવારની દિકરીઓના લગ્ન કરાવી ચુક્યા છે. એવા પરિવારો જે પોતાની દિકરીના લગ્ન ન કરવી શકે તેમના માટે મુકેશ સામૂહ વિવાહનું આયોજન કરાવી ચુક્યા છે.
અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, કપિલ શર્મા પણ કરી ચુક્યા છે મહેશના કામના વખાણ
કેબીસીમાં અમિતાભ બચ્ચને મુકેશની પ્રસંશા કરી હતી. સાથે જ બીગ બીએ તેમને એવી બ્લડ બેન્ક બનાવવા માટે કહ્યું હતું જ્યાં પ્રોસેસિંગ ફિસ ન લગાવવામાં આવે. અમિતાભે પ્રોસેસિંગ ફીસની 50 ટકા રકમ પોતાની તરફ અને 50 ટકા ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની તરફથી આપવાની વાત કહેવામાં આવી હતી. શાહરૂખ ખાનને પણ મુકેશને 2016માં પોતાની ફિલ્મ પ્રમોશન પર મુંબઈ બોલાવ્યા હતા. ત્યાં જ 2017માં કપિલ શર્માએ પણ તેમને પોતાના શોમાં બોલાવ્યા હતા.
ડેટોલના પ્રોડક્ટ પેક પર મુકેશ
મુકેશની સાથે ડેટોલ કંપનીએ એક એગ્રીમેન્ટ સાઈન કર્યો છે. તેના હેઠળ તેમની તસ્વીરને ડેટોલ પ્રોડક્ટના પેક પર લગાવવામાં આવી છે. સાથે જ સમાજ માટે સંકટની ઘડીમાં કરેલા કામોની પણ તેમાં ચર્ચા થશે. ડેટોલે મુકેશની કહાણીને લોકો સુધી પહોંચાડવા માટે તેની સાથે 6 મહિનાનું એક એગ્રીમેન્ટ સાઈન કર્યો છે. ડેટોલે મુકેશને તેની તસ્વીર વાળું પ્રોડક્ટ અને તેની સાથે એક પત્ર પણ મોકલ્યો છે.