૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના નો હેતુ



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના નો હેતુ

ગુજરતની ખ્યાતનામ ટોપ ગુજરાતી વેબસાઈટ માં તમારુ સ્વાગત છે.

ગુજરાત સરકાર ની સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના

૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના નો હેતુ

૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના


ગ્રામ્ય કક્ષાએ પશુપાલન વ્યવસાયને વેગ આપવાનું ક્ક્ષાએ પશુપાલનને થકી રોજગારી ઊભી કરવી વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક મો વધારો કરવા માટે નાણાંકીય સહાય થકી પશુપાલન વ્યવસાયને ગ્રામ્ય કક્ષાએ સુદ્રઢ બનાવવો

યોજનાનો લાભ લઈ શકે અને સહાયની ટકાવારી કેટલી હોય છે

ગુજરાત રાજય ના તમામ પશુપાલકો આ યોજના નો લાભ લઈ શકશે

આ યોજના મો 12 દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર 5 વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને 7.5% વ્યાજ સહાય અને મહિલા, અનુ.જાતિ અને અનુ.જનજાતિના લાભાર્થીઓને 8.5% વ્યાજ સહાય, ગીર અથવા કાંકરેજના યુનિટ માટે મહત્તમ 12% વ્યાજ સહાય

આ યોજના મો તબેલા ના બાંધકામ પર 50% મહત્તમ રૂ!.1.50 એકલાખ પચાસ હજાર ની સહાય અને ગીર-કાંકરેજ માટે ૭૫% મહત્તમ રૂ!. 2.25 બે લાખ પચીસ હજાર ની સહાય આપવામો આવે છે.

આ યોજનામાં પશુના 3 વર્ષના વિમાના પ્રિમિયમ પર 75 % મહત્તમ રૂ 43200/- ની સહાય, ગીર કે કાંકરેજ પર 90 % મહત્તમ રૂ!. 51840/- સહાય


ઇલેક્ટ્રિક ચારક્તેવર અને ફોગર અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટના 75% લેખે અનુક્રમે મહત્તમ રૂ. 15000/-, રૂ!. 7500/-, અને રૂ!. 33750/- સહાય;

ગીર / કાંકરેજ માટે યુનિટ કોસ્ટના ૯૦% લેખે અનુક્રમે મહત્તમ રૂ!. 18000/-, રૂ!. 9000/- અને રૂ! 40500/- સહાય

નાબાર્ડ દ્વારા નિયત કરેલ એકમ કિંમત (વર્ષ-૨૦૧૭-૧૮ થી અમલી)

જાફરાબાદી ભેંસ – રૂ. 70000

બન્ની ભેંસ – રૂ. 70000

સુરતી ભેંસ - રૂ. 40000

મહેસાણી ભેંસ – રૂ. 65000

ગીર ગાય – રૂ. 60000

કાંકરેજ ગાય – રૂ. 40000

એચ.એફ. સંકર ગાય – રૂ. 60000

જર્શી સંકર ગાય – રૂ. 45500

એન. ડી. ભેંસ - રૂ. 40000

એન. ડી. ગાય – રૂ. 20000

દૂધાળા ૫શુઓના એકમ માટે નાબાર્ડ દ્વારા નિયત કરેલ યુનીટ કોસ્ટ અથવા બેંક ઘ્વારા કરવામાં આવેલ ધિરાણ બે માંથી જે ઓછું હશે તે રકમ ઉપર નિયત થયેલ વ્યાજ સહાય મળશે.

અમલીકરણ સંસ્થા

ગુજરાત કો-ઓપરેટીવ મીલ્ક માર્કેટીંગ ફેડરેશન લી. આણંદ

અરજી કરવાની પધ્ધતિ

સરકારી કે સહકારી બેંક પાસેથી 12 દુધાળા પશુઓની ખરીદી માટે ધિરાણ મંજુર કરાવ્યા બાદ Ikhedut portal પર અરજી કરવી

અન્ય સરકારી યોજનાઓની માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો (ટચ કરો)

૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના માટે અરજી પત્રક સાથે રજુ કરવાના દાખલા-પ્રમાણપત્રો

રેશનકાર્ડ

આધારકાર્ડ

જાતિ અંગેનો દાખલો (લાગુ પડે તો )

બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક

બેંક લોન નો મંજૂરી પત્ર

જમીન ના ઉતારા

અરજદારનું નિયત બાંહેધરી પત્રક

૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજનાની અન્ય શરતો

પશુપાલકે ૧૨ (બાર) દુધાળા પશુઓ (ગાય / ભેંસ) ની નવી ખરીદી તથા ડેરી ફાર્મનું નિયત માપદંડ મુજબ થયેલ નવું બાંધકામ માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે, રીનોવેશન અને રીપેરીંગ માટે યોજના હેઠળ સહાય મળવા પાત્ર નથી.

અરજદાર પોતાની માલિકીની જમીન અથવા ભાડાની જમીન પર ઓછામાં ઓછા ૭ વર્ષના ભાડાની જમીન પર પણ ડેરી ફાર્મની સ્થાપના કરી શકશે.

આ યોજના હેઠળ સહાય માટે પશુ ખરીદી, ડેરી ફાર્મનું બાંધકામ તથા પશુઓનો વિમો, આ ત્રણ કોમ્પોનન્ટ ફરજીયાત છે. આ ઉપરાંત ઇલેક્ટ્રીક ચારક્ટર, મીલ્કીંગ મશીન તથા ફોગર સીસ્ટમ પૈકી જરૂરિયાત મુજબના કોમ્પોનન્ટની સહાય મેળવી શકાશે.

પશુખરીદી માટે રિઝર્વ બેંક માન્ય ધિરાણ સંસ્થા પાસેથી ધિરાણ મેળવેલ હોવું જોઇએ



Subscribe to receive free email updates: