કુલરને સાફ કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત, એકદમ ઠંડો પવન આપશે, જાણો સાફ કરવાની સાચી રીત CLEANING PROCESS OF AIR COOLER



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

કુલરને સાફ કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત, એકદમ ઠંડો પવન આપશે, જાણો સાફ કરવાની સાચી રીત..


WELCOME TO OFFICIAL GUJARATI SITE. TODAY WE KNOW ABOUT CLEANING PROCESS OF AIR COOLER

આખા ભારતમાં ગરમીનો પારો વધી રહ્યો છે અને ઘરોમાં એસી અને કુલર પણ ચાલુ થઇ ગયા છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં કુલરનો ઉપયોગ વધારે થાય છે. કુલરની હવા પણ ACની જેમ નુકસાન કરતી નથી. એક કુલરમાં વીજળીના બિલની બચત થાય છે અને ઠંડક પણ આપે છે.

એર કૂલર્સનો બીજો સૌથી મોટો ફાયદો એ છે કે તેનું મેન્ટેનન્સ AC કરતા ઓછું હોય છે. તેમને જાળવવા માટે, તમારે દર વખતે તેમને સર્વિસ કરાવવાની જરૂર પડતી નથી કારણ કે તમે જાતે સાફ કરી શકો છો. પરંતુ ઘણી વખત લોકોને એ ખબર નથી હોતી કે કૂલરને કેવી રીતે સાફ કરવું.

એક માન્યતા છે કે કૂલરની જાળવણીની જરૂર નથી હોતી, તેને ઇન્સ્ટોલ કરતી વખતે જ સાફ કરવું જોઈએ, પરંતુ આ માન્યતા ખોટી છે. કૂલરને પણ મહિનામાં એક વખત સારી રીતે સાફ કરવાની જરૂર પડે છે.

આ તેની અંદર ઉગતી ફૂગને સાફ કરે છે, આ સિવાય તે કૂલરની ખરાબ ગંધ, મચ્છર અને તેની અંદર ઉગતા જંતુઓથી પણ છુટકારો મેળવે છે. તેથી દરરોજ ઉપયોગ કરતા હોય તો તમારે યાદ કરીને તેને મહિનામાં એકવાર કૂલરને સાફ કરવું જોઈએ.

LATEST JOBS

કૂલર સાફ કરવાની ઘરેલુ ઉપાય : કુલરને સાફ કરવા માટે તમારે કોઈપણ ડિટર્જન્ટ અથવા કેમિકલને બદલે માત્ર સફેદ વિનેગર અને લીંબુનો ઉપયોગ કરીને સાફ કરવાનું છે. અમે તમને સ્ટેપ બે સ્ટેપ કહીશું કે તેને કેવી રીતે સાફ કરવું.

1. કુલરની પાણીની ટાંકીની સફાઈ : કુલરનો સૌથી મહત્વનો ભાગ તેની પાણીની ટાંકી છે. જો આ યોગ્ય રીતે સાફ કરવામાં આવે તો કુલરમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા ખતમ થઈ જશે અને મચ્છર અને જીવજંતુઓથી પણ છુટકારો મળશે. આ માટે વિનેગર તમને ખૂબ મદદરૂપ થઈ શકે છે.

કેવી રીતે સાફ કરવું : સૌથી પહેલા બધા કૂલિંગ પેડ્સ (ખસવાળી જાળી ) બહાર કાઢો અને તેને તડકામાં રાખો. જૂના પાણીને ખાલી કરો એટલે કોઈ જૂનું પાણી ન રહેવું જોઈએ. જો પાણીની ટાંકી અલગ થઈ શકે છે તો તેને સંપૂર્ણપણે ફેરવો. હવે કૂલરના અંદરના ભાગને સાફ કરવાનો છે. પાણીની ટાંકીને થોડી સ્ક્રબ કરવી સારો વિચાર છે.

તેનાથી જામેલા ખારા પાણીની પરત નીકળી જાય છે. હવે પાણીની ટાંકીમાં થોડું વિનેગર અને પાણી નાખીને 1 કલાક માટે છોડી દો. સારી સફાઈ માટે સફેદ વિનેગર નો ઉપયોગ કરવો ખૂબ જ અસરકારક સાબિત થઇ શકે છે.પછી છેલ્લે તેને કપડા અને પાણીથી સાફ કરો. તમારા કૂલરની પાણીની ટાંકી સંપૂર્ણપણે સાફ થઇ જશે.

2. કૂલિંગ પેડ્સની સફાઈ : કૂલિંગ પેડ્સની સફાઈ પણ જરૂરી છે. ઘણીવાર લોકો આખું કૂલર સાફ કરી નાખે છે પરંતુ તેની જાળી સાફ કરવાનું ભૂલી જાય છે. પહેલા ખુસ અને ઘાસની જાળી આવતી હતી અને હવે એરકુલરમાં મધપૂડો હોય તેવી જાળી આવે છે. તેને સાફ કરવા માટે વિનેગરનો ઉપયોગ કરો.

કેવી રીતે સાફ કરવું : સૌથી પહેલા કૂલિંગ પેડ્સને લીંબુ, વિનેગર અને પાણીના મિશ્રણમાં ડુબાડી દો. માત્ર 2 મિનિટ સુધી રાખો, વધારે રાખવાની જરૂર નથી. વિનેગર અને લીંબુના રસ સાથે 50 ટકા પાણીનો ઉપયોગ કરો.

પછી કૂલિંગ પેડ્સને હવામાં સૂકવી દો અને જો કૂલિંગ પેડ્સ સહેજ પણ ભીના હોય તો તેને ફરીથી કૂલરમાં ન મૂકશો. જો તમને કૂલિંગ પેડ્સ બદલવાની જરૂર લાગે છે તો તેને બદલો. હનીકોમ્બને વારંવાર બદલવાની જરૂર પડતી નથી, પરંતુ આ સિવાય કોઈ બીજા કૂલિંગ પેડ હોય તો તેને દર વર્ષે બદલવાની જરૂર પડે છે.

3. કૂલરની બોડી બહારથી સાફ કરો : આ માટે વિનેગર અને પાણીનું મિશ્રણ કામમાં આવશે. તેને સાફ કરો. આ માટે કોઈપણ ડિટર્જન્ટ અથવા કેમિકલ્સનો ઉપયોગ કરશો નહીં. વિનેગરની સ્મેલ તડકામાં રાખવાથી દૂર થઈ જશે. વિનેગર સિવાય તમે ક્લીનરથી સાફ કરી શકો છો જેમાં વધારે કેમિકલ્સ ના હોય.

4. પંખાની સફાઈ : કુલર પંખાને સાફ કરવા માટે તમે સૌથી પહેલા તેને સામાન્ય સ્પોન્જ અને પાણીથી સાફ કરી શકો છો. આ માટે તમે હૂંફાળા પાણી અને હળવા ડીટરજન્ટનો પણ ઉપયોગ કરી શકો છો. તેને સાફ કરતી વખતે કાળજી રાખવી મહત્વપૂર્ણ છે.

ઉપરથી ભૂલથી પણ પાણી ન રેડવું કારણ કે પંખા સાથે મોટર પણ જોડાયેલ હોય છે અને તેના કારણે પંખો પણ બળી શકે છે, તેથી ફક્ત ઉપરથી સાફ કરો. જો તમે ઇચ્છો તો તમે તેમાં સેનિટાઇઝર સ્પ્રે કરી શકો છો.

5. મોટર અને પંખામાં તેલ નાખો : જ્યારે આપણે આખું કૂલર સાફ કરીએ છીએ તો મોટર અને પંખામાં સમયાંતરે તેલ નાખવું પણ જરૂરી છે. જો તમે મહિનામાં એકવાર કુલરની સફાઈ કરો છો તો, મહિનામાં એકવાર લ્યુબ્રિકન્ટ તેલ ઉમેરવાથી તેની જામી જવાની સમસ્યા નહીં થાય.

આખું કૂલર સાફ કર્યા પછી, જ્યાં સુધી તે સુકાઈ ન જાય ત્યાં સુધી તેને ફરીથી ફિટ ના કરો. તડકામાં સૂકવવાથી વિનેગરની દુર્ગંધ પણ દૂર થઈ જશે અને અંદર કોઈ ફંગલ ઈન્ફેક્શન થઈ રહ્યું છે તો તે પણ સાફ થઈ જશે.

જો તમારી પાસે ટીનવાળા કૂલર હોય તો એન્ટી-રસ્ટ પેઇન્ટ લગાવવાનું ભૂલશો નહીં. નહિંતર તેને કાટ લાગશે. જો કુલર નવું છે તો એન્ટી-રસ્ટ સ્પ્રેથી જ તમારું કામ થઇ જશે. જો તમને આ જાણકારી ગમી હોય તો અમારી આ સાઈટ સાથે જોડાયેલા રહો.

THANKS FOR READ THIS POST ON GUJARATI OFFICIAL SITE.

Subscribe to receive free email updates: